Site icon

પૈસા હાથનો મેલ છે…! બેંકના લોકરમાં મૂક્યા હતા લાખો રૂપિયા, વર્ષો પછી ખોલ્યા માટીમાં બદલાઈ ગઈ હતી બધી કમાણી

બેંકોમાં લોકરની સુવિધા ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે. લોકો તેમના પૈસા અને કિંમતી ઘરેણાં લોકરમાં રાખે છે, જેથી તેઓ સુરક્ષિત રહે. પરંતુ પંજાબ નેશનલ બેંકના લોકરમાં લાખો રૂપિયા રાખનાર ગ્રાહકને આ નિર્ણય ભારે પડી ગયો

Rajasthan: Termites Damage Currency Notes Worth 2.15 Lakh Inside Bank Locker In Udaipur

પૈસા હાથનો મેલ છે...! બેંકના લોકરમાં મૂક્યા હતા લાખો રૂપિયા, વર્ષો પછી ખોલ્યા માટીમાં બદલાઈ ગઈ હતી બધી કમાણી

News Continuous Bureau | Mumbai

બેંકોમાં લોકરની સુવિધા ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે. લોકો તેમના પૈસા અને કિંમતી ઘરેણાં લોકરમાં રાખે છે, જેથી તેઓ સુરક્ષિત રહે. પરંતુ પંજાબ નેશનલ બેંકના લોકરમાં લાખો રૂપિયા રાખનાર ગ્રાહકને આ નિર્ણય ભારે પડી ગયો. લાંબા સમય બાદ જ્યારે તેણે લોકર ખોલ્યું તો તમામ પૈસા માટીમાં ફેરવાઈ ગયા હતા. એવી આશંકા છે કે બેંકના લોકરમાં જ ઉધઈ લાગી ગઈ. હવે જાણવા મળ્યું છે કે આવું માત્ર એક જ નહીં પરંતુ ઘણા લોકરમાં થયું છે અને તેમાં રાખેલા પૈસાને ઘણું નુકસાન થયું છે.

Join Our WhatsApp Community

આ મામલો રાજસ્થાનના ઉદયપુરનો છે. અહીં એક મહિલાએ પંજાબ નેશનલ બેંકમાં લોકર લીધું હતું. સુનીતા મહેતાએ આ લોકરમાં 2.15 લાખ રૂપિયા મૂક્યા હતા. ગયા વર્ષે મે મહિનામાં જ્યારે ખોલીને જોયું હતું ત્યારે નોટો પરફેક્ટ હતી. આ પછી ગુરુવારે ફરીથી લોકરની ખોલીને જોયું તો તમામ નોટોમાં ઉધઈ લાગી ગઈ હતી. નોટો એવી થઈ ગઈ હતી જાણે એ માટી હોય. હવે સુનીતાએ બેંક પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે.

બેંક લોકરમાં ઉધઈ લાગી ગઈ

સુનીતા મહેતા કહે છે કે બેંકે લોકરમાં પેસ્ટ કંટ્રોલ પણ નથી કરાવ્યું. તેમનું કહેવું છે કે લોકરની અંદર અન્ય વસ્તુઓ રાખવામાં આવી હતી જે ખરાબ થઈ ગઈ છે. આ અંગે બેંકમાં ફરિયાદ કરવામાં આવી છે. હવે સમાચાર મળ્યા છે કે બેંકમાં 20 થી 25 લોકર એવા જ છે જેમાં ઉધઈ લાગી ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : મોંઘા રિચાર્જથી મળશે છુટકારો, TRAIએ બનાવી નવી યોજના, રિચાર્જ પ્લાનની કિંમત થઈ જશે અડધી.. જાણો કેવી રીતે

આ અંગે બેંકના સિનિયર મેનેજર પ્રવીણ યાદવે કહ્યું છે કે ગ્રાહકોના નુકસાનની માહિતી વરિષ્ઠ અધિકારીઓને આપવામાં આવી છે. સંબંધિત ગ્રાહકોને બેંકમાં બોલાવવામાં આવ્યા છે જેથી તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાય. તેમનું કહેવું છે કે બેંકમાં ભેજને કારણે લોકરમાં પણ ઉધઈ લાગી ગઈ હતી.

SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Donald Trump Tariffs: મોંઘવારીથી મુક્તિ! ટ્રમ્પે ઘણી વસ્તુઓ પર ટેરિફ ઘટાડ્યા, હવે સસ્તી થઈ જશે આ ઘરવખરીની વસ્તુઓ
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Exit mobile version