Site icon

શેર બજારના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાના નિધન પછી તેમનો એક વિડીયો વાયરલ થયો છે- વ્હીલ ચેર પર બેસીને તેઓ ઝુમી ઉઠ્યા છે- જુઓ વિડિયો

News Continuous Bureau | Mumbai

શેરબજાર(Share Market)ના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા(Rakesh Jhunjhunwala)એ 62 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. મુંબઈની બ્રીચ કેન્ડી(breach candy hospital) હોસ્પિટલે તેમના મૃત્યુની પુષ્ટિ કરી. રાકેશ ઝુનઝુનવાલા તેમની સાદગી અને કામ પ્રત્યેના જુસ્સા માટે જાણીતા હતા. તેમના મૃત્યુના સમાચાર વચ્ચે તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે વ્હીલ ચેર પર બેસીને ડાન્સ(Dance) કરી રહ્યા છે.

 

મીડિયા રિપોર્ટ મુજબ રાકેશ ઝુનઝુનવાલાનાં મૃત્યુનાં કલાકો બાદ કોંગ્રેસ નેતા સંજય નિરુપમે ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો છે, જેમાં પ્રખ્યાત રોકાણકાર વ્હીલચેર પર બેઠા-બેઠા બોલિવૂડ ગીત 'કજરા રે' પર ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે.  જુઓ વિડીયો.. 

આ સમાચાર પણ વાંચો :  યે રિશ્તા ફેમ હિના ખાન ઓરેન્જ કલરના શોર્ટ ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ- આપ્યા એકથી એક કિલર પોઝ -જુઓ તસવીરો

Exit mobile version