Site icon News Continuous Bureau | Mumbai

RBI: Paytm બાદ હવે IIFL ફાઇનાન્સ પર RBIની મોટી કાર્યવાહી, નવી ગોલ્ડ લોન આપવા પર પ્રતિબંધ..

RBI: RBIએ કંપનીના ગોલ્ડ લોન વિતરણમાં કેટલીક સુપરવાઇઝરી ચિંતાઓ જોઈ હતી. જેમાં કંપની લોન ટુ વેલ્યુ રેશિયો, ગ્રાહકો પાસેથી વસૂલવાના ચાર્જીસ, કલેક્શન, ડિસબર્સલ વગેરે માટેના માનક ધોરણોનું પાલન કરતી ન હતી.

RBI After Paytm now big RBI action on IIFL finance, ban on giving new gold loans.

RBI After Paytm now big RBI action on IIFL finance, ban on giving new gold loans.

News Continuous Bureau | Mumbai 

RBI: Paytm પેમેન્ટ્સ બેંક બાદ હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બીજી કંપની સામે મોટી કાર્યવાહી કરી છે. વાસ્તવમાં, RBIએ નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની IIFL ફાઇનાન્સ ( IIFL Finance ) સામે મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય બેંકે IIFLને નવી ગોલ્ડ લોન ( Gold Loan )  આપવા પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે, આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આઈઆઈએફએલ ફાઈનાન્સ તેનો વર્તમાન ગોલ્ડ બિઝનેસ ( Gold business ) ચાલુ રાખી શકે છે. 

Join Our WhatsApp Channel

સેન્ટ્રલ બેંક આરબીઆઈએ સોમવારે એક આદેશ જારી કરીને નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની IIFL ફાઇનાન્સને નવી ગોલ્ડ લોન આપવાનું અટકાવ્યું હતું. IIFLના ગોલ્ડ લોન પોર્ટફોલિયોમાં કેટલીક સુપરવાઇઝરી કરી હતી જેમાં લોન મંજૂર સમયે સોનાની શુદ્ધતા અને વજન અને હરાજી દરમિયાન ડિફોલ્ટ જેવી ચિંતાઓ હતી. આ સિવાય, કંપની લોન ટુ વેલ્યુ રેશિયો, ગ્રાહકો પાસેથી વસૂલવાના ચાર્જીસ, કલેક્શન, ડિસબર્સલ વગેરે માટેના માનક ધોરણોનું પાલન કરતી ન હતી આ બધુ તપાસ બાદ રિઝર્વ બેંકે આ નિર્ણય લીધો છે. મતલબ કે હવે આ NBFC કંપની પોતાના ગ્રાહકોને કોઈ નવી ગોલ્ડ લોન આપી શકશે નહીં.

 અગાઉ RBI દ્વારા નિયમોનું પાલન ન કરવા બદલ પેટીએમ પેમેન્ટ બેંક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી..

31 માર્ચ, 2023 ના રોજ આરબીઆઈ દ્વારા તેની નાણાકીય સ્થિતિના આધારે IIFL ફાઇનાન્સનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે પછી આ બધી ગેરરીતિઓ પ્રકાશમાં આવી હતી. આ પછી રેગ્યુલેટર દ્વારા કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai: મઢ-વર્સોવા રોડના ટ્રાફિકના ઉકેલ માટે BMC હવે કેબલ-સ્ટેડ બ્રિજ બનાવાશે, રુ. 1800 કરોડનો ખર્ચ કરશે..

આરબીઆઈ દ્વારા જારી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે કંપની દ્વારા નિયમોની અવગણના કરવી ગ્રાહકોના હિતમાં નથી. આ માટે આરબીઆઈ વરિષ્ઠ મેનેજમેન્ટ સાથે વાતચીત કરી રહી હતી. પરંતુ તેમની તરફથી કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા ન હતા, જેના કારણે કંપની પર બિઝનેસને લઈને નિયંત્રણો લાદવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, અગાઉ RBI દ્વારા નિયમોનું પાલન ન કરવા બદલ પેટીએમ પેમેન્ટ બેંક ( Paytm Payment Bank ) વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી અને કંપની દ્વારા 15 માર્ચ, 2024થી તમામ સેવાઓ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

 

Coriander Festive Price Rally ધાણામાં તહેવારોની તેજીથી રોકાણકારોને મોટો લાભ વાયદા અને હાજર બજારમાં ભાવ ઉછળ્યા, એક મહિનામાં ૨૦ ટકા સુધી ઊંચું વળતર
Flight Ticket Prices New Rules તહેવારોમાં ફ્લાઇટ ટિકિટોના આસમાને પહોંચતા ભાવોમાંથી રાહત નહીં! સરકારે હાથ અદ્ધર કર્યા જાણો કેમ સામાન્ય દિવસોમાં નહીં મુકાય એરફેર કેપ?
India GDP Growth “ચીનથી વિમુખ થતી કંપનીઓ માટે ભારત પહેલી પસંદ, પરંતુ…” વૈશ્વિક અર્થશાસ્ત્રીએ ભારતીય અર્થતંત્રના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે મૂકી આ મોટી શરત..
SBI Home Loan Interest Rate Hike તહેવારોની ખુશીઓ વચ્ચે મોટો આંચકો! SBI ની હોમ લોન થઈ મોંઘી જાણો તમારા માસિક EMI પર દર મહિને કેટલો બોજ વધશે?
Exit mobile version