Site icon News Continuous Bureau | Mumbai

ચેક લખતા હો તો થઈ જાવ સાવધાન. આરબીઆઇએ નિયમમાં કર્યાં ફેરફાર, લેવડદેવડની સિસ્ટમ બદલાઇ..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

06 ઓગસ્ટ 2020 

આજથી 50 હજાર ઉપરના ચેકની લેવડદેવડ ના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ભારતીય રિઝર્વ બેંકે ઊંચી રકમના ચેક ક્લિયરિંગના નિયમોમાં બદલાવ કર્યો છે. ગ્રાહકોની સુરક્ષા વધારવા અને ચેક લિફમાં થતી છેડછાડ અને ધોખાધડીને રોકવા માટે આરબીઆઇએ નવી સિસ્ટમ રજૂ કરી છે. 50,000 રૂપિયા કે તેથી વધુની રકમ માટે "પોઝિટિવ પે" સિસ્ટમ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. "પોઝિટિવ પે"  અંતર્ગત ચેક આપતી વખતે તેના ગ્રાહક દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે, ચેકની ચૂકવણી માટે, જે-તે બેંકનો સંપર્ક સાધવામાં આવશે. જે માટે આર.બી.આઈ એ ખાસ ગાઇડલાઇન જાહેર કરી છે.

 નવી સિસ્ટમ મુજબ લાભ કરતાં ને ચેક આપતાં પહેલાં ચેક નંબર, તારીખ, ચૂકવનાર નું નામ, એકાઉન્ટ નંબર, રકમ જેવી વિગતો ચેક ની આગળ અને પાછળ એમ બંને બાજુ ભરવાની રહેશે અને ફોટા સાથે જમા કરાવવાની રહેશે. જ્યારે લાભાર્થી ચેકને જમા કરાવવા બેંકમાં જશે ત્યારે બેંક "પોઝિટિવ પે" મારફતે આપવામાં આવેલી વિગતોની સાથે તુલના કરશે અને જો બંનેની માહિતી મળશે તો જ નાણાંની ચૂકવશે કરશે. આમ મોટી રકમ માં થતી હેરાફેરી રોકવામાં બેકને મદદ મળશે…

આરબીઆઈએ આજે મળેલી સમિતિની બેઠકમાં એમ પણ જણાવ્યું હતું કે વ્યાજના દરમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

India Forex Reserves All Time High વૈશ્વિક તણાવ વચ્ચે ભારતની ઐતિહાસિક સિદ્ધિ વિદેશી મુદ્રા ભંડાર સર્વકાલીન ઉચ્ચ સ્તરે, આંકડો જાણીને ચોંકી જશો
Vibrant Gujarat Summit 2027 Mumbai Meetings વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૭ ને લઈને મુંબઈમાં મુખ્યમંત્રીની ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક
True Owner of Jio Mukesh Ambani Leadership અંબાણી પરિવારનો માસ્ટરપ્લાન જિઓના મુખ્ય સૂત્રો કોના હાથમાં? જાણો કંપનીના અસલી માલિક અને વહીવટકર્તા વિશે
EatClub License Suspended પ્રખ્યાત ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ EatClub નું લાયસન્સ સસ્પેન્ડ, કિચનમાં મળી આવ્યા મોટા ઉંદરો અને ભારે ગંદકી
Exit mobile version