Site icon

કોરોના મહામારી સામેની જંગમાં મોટી રાહત, RBIએ ઈમરજન્સી હેલ્થ સેવા માટે આટલા હજાર કરોડ આપ્યા

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૫ મે 2021

Join Our WhatsApp Community

બુધવાર

કોરોનાની બીજી લહેરની વચ્ચે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ના  ગવર્ન શક્તિકાંત દાસે  આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. પ્રેસ કોન્ફરન્સમાં ગવર્નર શક્તિકાંત દાસ એ કહ્યું કે કોરોના મહામારીની બીજી લહેરથી ઈકોનોમી પર ભારે અસર પડી છે. આની સાથે જોડાયેલી સ્થિતિઓ પર આરબીઆઈ નજર રાખી રહી છે. તેના નિયંત્રણ હેઠળના તમામ સંસાધનો અને ઉપકરણો તૈનાત કરશે, ખાસ કરીને નાગરિકો, વ્યવસાયિક સંસ્થાઓ અને બીજી લહેરથી પ્રભાવિત સંસ્થાઓને. 

હવે થી ૧૮થી ૨૪ વર્ષની વય વચ્ચેના લોકોને કઈ વેક્સિન લેવી છે તેનો વિકલ્પ મળશે.

ગવર્નર વધુમાં કહે છે કે, કોરોનાની પહેલી લહેર બાદ ઈકોનોમીમાં સુધારો જોવા મળી રહ્યો હતો પરંતુ બીજી લહેરથી સંકટ ઊભુ થયું છે. સરકાર રસીકરણમાં તેજી લાવી રહી છે. તેમણે આગળ કહ્યુ કે ગ્લોબલ ઈકોનોમીમાં રિકવરીના સંકેત છે. ભારતની વાત કરીએ તો ભારતીય ઈકોનોમી પણ દબાણથી ઉભરતી જોવા મળી રહી છે. સારા ચોમાસાથી ગ્રામીણ માંગમાં તેજીની શક્યતા છે. વ્યવસાયો કોવિડ પ્રતિબંધ હોવા છતાં ટકી રહેવાનું શીખ્યા છે.

આરબીઆઈએ ઈમરજન્સી હેલ્થ સેવા માટે 50 હજાર કરોડ રુપિયા આપ્યા છે. સાથે જ રસી મેન્યૂફેર્ચર્સ, રસી ટ્રાન્સપોર્ટ્સ, એક્સપોર્ટ્સને સરળ હપ્તે લોન ઉપલબ્ધ કરાવશે. આ ઉપરાંત હોસ્પિટલો, હેલ્થ સર્વિસ, પ્રોવાઈડર્સને પણ આનો લાભ મળશે. પ્રાયોરિટી સેક્ટર માટે ટૂંક સમયમાં લોન અને ઇંસેન્ટીવ આપવામાં આવશે

બેંગ્લોરમાં હોસ્પિટલમાં 'બેડ સ્કેમ'. પૈસાની લાલચમાં હોસ્પિટલ આ ખોટું કામ કરી રહી છે…

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના સંક્રમણના કેસો ખૂબ ઝડપથી વધી રહ્યા છે. આને કારણે દેશના ઘણા રાજ્યોમાં લોકડાઉન અથવા કર્ફ્યુ જેવા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

Benjamin Netanyahu: ભારત-ઇઝરાયલ મૈત્રી વધુ મજબૂત થશે; વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે
Crypto Market Crash: ક્રિપ્ટોકરન્સીમાં કોહરામ: રોકાણકારોની જંગી વેચવાલીથી બજાર તૂટ્યું, જાણો માર્કેટ ક્રેશ પાછળનું મોટું કારણ
India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version