Site icon

Paytm ને લાગ્યો મોટો ઝટકો. નવા ઘરાકો નું રજીસ્ટ્રેશન બંધ. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આ પગલું ઉઠાવ્યું.

પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ ચાલુ રાખવાની પેટીએમ ની અરજીને નવેસરથી રિઝર્વ બેંક સામે રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ મુજબ હવે paytm નવા ગ્રાહકોને નહીં લઈ શકે. પરંતુ જૂના ગ્રાહકો સાથેનો વેપાર ચાલુ રહેશે.

RBI asks Paytm to reapply for payment aggregator licence

News Continuous Bureau | Mumbai

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ paytm ને એક બહુ મોટો ઝટકો આપ્યો છે. આ પેમેન્ટ એગ્રીગેટર ને જણાવી દેવાયું છે કે તેમણે પોતાનું કામ ચાલુ રાખવા માટે આગામી ૧૨૦ દિવસની અંદર લાયસન્સ માટે ફરી એકવાર અરજી કરવી પડશે. મીડિયામાં આવેલા અહેવાલો મુજબ પેટીએમ એ પોતાના લાયસન્સ રીન્યુ કરવા માટે અરજી કરી હતી જેના જવાબમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આવું કહ્યું છે.

Join Our WhatsApp Community

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નો આદેશ શું છે. 

 paytm દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના આવા કોઈપણ નિર્ણયને કારણે તેમના આર્થિક વ્યવહાર ઉપર અસર નહીં પડે. આ ઉપરાંત એપ્લિકેશનના અધિકારીઓનું કહેવું છે કે તેમની અરજી રદ્દ કરવામાં આવી નથી માત્ર ૧૨૦ દિવસની અંદર વધુ એક વખત રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સ્પષ્ટતા કરી છે કે પેટીએમ ની હાલની કોઈપણ ગતિવિધિઓ પર રોક નહિ લાગે.

આ સમાચાર પણ વાંચો: 500 અને 1000ની જૂની નોટો ફરીથી બદલી શકાશે? સુપ્રીમ કોર્ટે આપ્યો એક મોટો નિર્ણય.

 બીજી તરફ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના આદેશને કારણે હવે નવા ગ્રાહકો અરજી સંદર્ભે નો નિકાલ ન આવે ત્યાં સુધી પેટીએમ માં રજીસ્ટર નહીં થઈ શકે.

 રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા આવું શા માટે કર્યું છે તે બાબતે સ્પષ્ટતા થઈ શકી નથી. પરંતુ નિશ્ચિતપણે એપ્લિકેશન અને તેના પ્રમોટર માટે ચિંતાનો વિષય છે. 

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version