Site icon

RBIની બેઠક પહેલા 4 બેંકોની લોન 0-15 ટકા થી 0-35 ટકા સુધી થઈ મોંઘી

News Continuous Bureau | Mumbai

RBIની 3 નવેમ્બરે થઈ રહેલ બેઠકના બે દિવસ પહેલા ચાર મોટી બેંકોએ લોન(Bank loan) મોંઘી કરી દીધી છે. ICICI બેંક, પંજાબ નેશનલ બેંક(Punjab National Bank), બેંક ઓફ ઈન્ડિયા(Bank of India) અને ઈન્ડિયન બેંકે(Indian Bank) MCLR વધાર્યો છે. નવા દરો 1 નવેમ્બરથી લાગુ થઈ ગયા છે. MCLR એ એવો દર છે જેનાથી નીચે બેંકો લોન આપી શકતી નથી. તેની શરૂઆત આરબીઆઈ દ્વારા 2016માં કરવામાં આવી હતી. આરબીઆઈએ આ વર્ષના મે મહિનાથી અત્યાર સુધીમાં ચાર વખત રેપોમાં 1.90 %નો વધારો કર્યો છે, જેના કારણે લોન મોંઘી થઈ ગઈ છે. એપ્રિલ સુધી 6.60 %22ના દરે મળતી લોન હવે ઓછામાં ઓછા 8 %ના દરે ઉપલબ્ધ છે.

Join Our WhatsApp Community

એક વર્ષમાં રિટેલ લોનમાં(retail loans) આવી તેજી

બેંકોના કુલ ઋણમાં છૂટક લોનનો હિસ્સો 29% છે. એક વર્ષ પહેલા તેનો હિસ્સો 13.2% હતો. આમાંથી મોટાભાગની હાઉસિંગ અને વાહન લોન(Housing and vehicle loans) છે. સપ્ટેમ્બરમાં સર્વિસ સેક્ટરમાં ધિરાણમાં 20%નો વધારો થયો છે, જે એક વર્ષ અગાઉ માત્ર 1.2% હતો.

થાપણો પર ઓછું અને લોન પર વધુ વ્યાજ

ડેટા દર્શાવે છે કે આ વર્ષે RBI દ્વારા રેપો રેટમાં જે વધારો કરવામાં આવ્યો હતો તેના કરતાં બેન્કોએ ડિપોઝિટ પર ઓછું વ્યાજ વધાર્યું છે. જ્યારે લોન વધુ મોંઘી બની છે. સપ્ટેમ્બરમાં લોન 0.10 થી 0.26 % મોંઘી થઈ છે, જ્યારે ડિપોઝિટ પરના વ્યાજમાં માત્ર 0.9 %નો વધારો થયો છે.

ફટાફટ કામ પતાવી દેજો- આ તારીખે બેંકના કર્મચારીઓ રાષ્ટ્રવ્યાપી હડતાળ પર જશે

ICICI બેંક

MCLRમાં 0.20%નો વધારો કરવામાં આવ્યો છે. એક વર્ષનો MCLR હવે 8.30 % રહેશે જે અગાઉ 8.10 % હતો.

પંજાબ નેશનલ બેંક

MCLRમાં 0.30 %નો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે, એક વર્ષનો દર હવે 8.05% થશે જે અગાઉ 7.75% હતો. ત્રણ વર્ષનો દર 8.05 થી વધીને 8.35% થયો છે.

આ સમાચાર પણ વાંચો : સરકારની નવી યોજના- જીએસટી ચોરી કરનારનું નામ જણાવો અને ઇનામ મેળવો

બેંક ઓફ ઈન્ડિયા

તેમાં 0.15%નો વધારો થયો છે. એક વર્ષનો MCLR દર હવે 7.95% રહેશે જે અગાઉ 7.80% હતો.

ઈન્ડિયન બેંક

બેંકે એક દિવસીય MCLR 0.35% વધારીને 7.40% કર્યો છે.

UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Blackstone: અંબાણીની પાર્ટનર કંપની આ ભારતીય બેંકમાં ₹6,200 કરોડનો હિસ્સો ખરીદશે, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Exit mobile version