Site icon News Continuous Bureau | Mumbai

RBI Data: FY24માં ભારતની રોજગાર અસ્થાયી ધોરણે 6% વધીઃ RBI ડેટા.. જાણો વિગતે

RBI Data: ગયા અઠવાડિયે સિટીબેંકના અહેવાલને અનુસરીને ડેટા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે 7 ટકાની નજીકની વૃદ્ધિથી ભારતમાં માત્ર 8 મિલિયનથી 9 મિલિયન નોકરીઓ જ સર્જાશે, જો કે, દેશમાં 11 મિલિયનથી 12 મિલિયનની જરૂર છે.

RBI Data India's employment in the country rose 6% on a temporary basis in FY24 RBI data.. Know details..

RBI Data India's employment in the country rose 6% on a temporary basis in FY24 RBI data.. Know details..

 News Continuous Bureau | Mumbai

RBI Data:  ભારતની સેન્ટ્રલ બેંક એટલે કે RBIએ સોમવારે કહ્યું કે, દેશમાં નાંણાકીય વર્ષ 2023-24માં ( financial year 2023-24 ) 4.67 કરોડ નોકરીઓ વધી હતી. આ ખાનગી સર્વેક્ષણો દ્વારા ઓફર કરાયેલા આંકડા કરતાં આ ઘણું વધારે છે. ખાનગી સર્વેક્ષણ ડેટા ભારતમાં ઉચ્ચ બેરોજગારી દર તરફ ઈશારો કરે છે. 2023-24માં રોજગાર વૃદ્ધિ દર 6% હતો. જ્યારે 2022-23માં તે 3.2% હતો. ઉલ્લેખનીય છે કે, વર્તમાન સરકાર માટે નોકરીઓ એક સંવેદનશીલ વિષય બની રહ્યો છે. 

Join Our WhatsApp Channel

RBI ડેટા દર્શાવે છે કે ભારતમાં 2023-24માં કુલ 64.3 કરોડ નોકરીઓ હતી. જ્યારે નાણાકીય વર્ષ 23માં આ આંકડો 59.67 કરોડ બન્યો હતો. કેન્દ્રીય બેંક દેશની ઉત્પાદકતા અને રોજગાર સ્તરનો અંદાજ કાઢવા માટે સરકારના રાષ્ટ્રીય ખાતાઓ અને શ્રમ મંત્રાલયના ડેટાનો ઉપયોગ કરે છે. આ રિપોર્ટ નિયમિતપણે સેન્ટ્રલ બેંક દ્વારા જારી કરવામાં આવે છે, જેમાં સામાન્ય રીતે માત્ર ઐતિહાસિક એટલે કે જૂનો ડેટા દર્શાવવામાં આવે છે.

RBI Data: સિટી બેંકનો રિપોર્ટનો યુનિયન લેબર ડિપાર્ટમેન્ટે વિરોધ કર્યો… 

જો કે, સોમવારે કેન્દ્રીય બેંકે કહ્યું કે તે ઉપલબ્ધ માહિતીના આધારે નાણાકીય વર્ષ 2023-24 માટે એકંદર અર્થતંત્ર ( Indian Economy ) માટે ઉત્પાદકતાનો કામચલાઉ અંદાજ બનાવવાનો પ્રથમ વખત પ્રયાસ કરી રહી છે. મતલબ કે આ આંકડાઓ વધુ બદલાઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો  :  Kharif crop: ખરીફ પાકની વાવણી 378 લાખ હેક્ટર વિસ્તારને પાર

ગયા અઠવાડિયે, જાહેર થયા ડેટામાં સિટીબેંકના અહેવાલમાં જણાવાયું હતું કે 7%ની નજીકની વૃદ્ધિથી ભારતમાં માત્ર 80-90 લાખ નોકરીઓ જ સર્જાશે, જે જરૂરી 1.1-1.2 કરોડ કરતાં ઘણી ઓછી છે. એક અલગ નિવેદનમાં, યુનિયન લેબર ડિપાર્ટમેન્ટે Citi રિપોર્ટનો વિરોધ કરતા કહ્યું કે વિભાગના અંદાજો દર્શાવે છે કે 2017-18 અને 2021-22 વચ્ચે દર વર્ષે સરેરાશ 2 કરોડથી વધુ નોકરીની તકો ઊભી થઈ હતી. જેમાં સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી, દેશમાં બેરોજગારી ( unemployment rate ) પર નજર રાખતી અન્ય એક ખાનગી થિંક ટેન્કે ભારતમાં બેરોજગારીનો દર નાણાકીય વર્ષ 2023-24માં વધીને 8% થવાનો અંદાજ મૂક્યો હતો જે અગાઉના બે વર્ષમાં 7.5% અને 7.7% હતો.

Elon Musk Space Data Centers હવે પૃથ્વી પર નહીં, સીધા અવકાશમાં પ્રોસેસ થશે AI ડેટા! ઇલોન મસ્કનો અબજો ડોલરનો નવો ગેમચેન્જર પ્લાન
HDFC Bank Cuts MCLR EMIના બોજમાંથી મળશે મુક્તિ! આ બેંકે વ્યાજદરમાં કર્યો ઘટાડો, હોમઓટો લોન સસ્તી થવાનો માર્ગ મોકળો
India Crude Oil Imports ભારતની ક્રૂડ ઓઇલ આયાતમાં રશિયાનો દબદબો યથાવત સસ્તા તેલની ખરીદીમાં ફરી જોરદાર ઉછાળો, નવા સપ્લાયર્સ પણ રેસમાં
India Joins 6G Global Alliance 5G પછી 6G ની તૈયારી ભારતે અમેરિકા સહિત ૨૪ દેશો સાથે હાથ મિલાવ્યા; સેમિકન્ડક્ટર અને AI સેક્ટરમાં આવશે નવી ક્રાંતિ
Exit mobile version