Site icon

જાણવા જેવુ / UPI યુઝર્સને RBI ગવર્નરે આપી ખુશખબર, સાંભળીને કાન પર નહીં થાય વિશ્વાસ

નવી સુવિધા હેઠળ તમે ટૂંક સમયમાં જ હોટેલ બુકિંગ, મૂડી બજારમાં શેરની ખરીદી અને વેચાણ વગેરેના વ્યવહાર માટે UPI દ્વારા પેમેન્ટ તમારા એકાઉન્ટમાં 'બ્લોક' કરવા અને ચુકવણી કરવાની સુવિધા મળશે.

UPI Payment: July witnesses surge in UPI Payments; sets new peak in transactions

UPI Payment: July witnesses surge in UPI Payments; sets new peak in transactions

News Continuous Bureau | Mumbai

Single Block and Multiple Debits: જો તમે પણ વારંવાર પેમેન્ટ કરવા માટે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) નો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. RBI ના ગવર્નર શક્તિકાંત દાસે ખુદ UPI યુઝર્સને મોનેટરી પોલિસી રિવ્યૂ (MPC) વિશે માહિતી આપતાં નવા સારા સમાચાર આપ્યા છે. નવી સુવિધા હેઠળ તમે ટૂંક સમયમાં જ હોટેલ બુકિંગ, મૂડી બજારમાં શેરની ખરીદી અને વેચાણ વગેરેના વ્યવહાર માટે UPI દ્વારા પેમેન્ટ તમારા એકાઉન્ટમાં ‘બ્લોક’ કરવા અને ચુકવણી કરવાની સુવિધા મળશે. 

Join Our WhatsApp Community

ઈ કોમર્સ અને રોકાણ માટે ચુકવણી સરળ થશે

આરબીઆઈ તરફથી યુપીઆઈમાં પેમેન્ટ્સને ‘બ્લોકિંગ’ કરવાની અને વિવિધ હેતુઓ માટે કાપવા (Single Block and Multiple Debits)  ની સર્વિસની જાહેરાત કરી છે. તમે જ્યારે જરૂર પડે ત્યારે રૂપિયા કાપવા માટે બેંક એકાઉન્ટ્સમાં ફંડ ફિક્સ કરીને ચૂકવણીનું શેડ્યૂલ કરી શકો છો. આરબીઆઈના જણાવ્યા મુજબ આ સિસ્ટમથી ઈ-કોમર્સ અને અન્ય રોકાણ માટે ચૂકવણી સરળ બનશે.

હોટેલ બુકિંગ વગેરે માટે કરી શકે છે ચુકવણી

આરબીઆઈ ગવર્નરે જણાવ્યું કે યુપીઆઈની મર્યાદા વધારીને, વિવિધ સેવાઓ માટે ચૂકવણી કરવા માટે ગ્રાહકોના ખાતામાં ચૂકવણીને ‘બ્લોક’ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમે હોટેલ બુકિંગ વગેરે માટે આ સેવાનો ઉપયોગ કરી શકો છો. અગાઉ, RBI તરફથી મોનેટરી રિવ્યુ પોલિસી (MPC) ની જાહેરાત કરતી વખતે, રેપો રેટમાં 35 બેસિસ પોઈન્ટનો વધારો જાહેર કરવામાં આવ્યો હતો.

રેપો રેટમાં સતત પાંચમી વખત વધારા સાથે તે 6.25 ટકા પર પહોંચી ગયો છે. મે પછી આ પાંચમી વખત છે જ્યારે રેપો રેટમાં તેજી જોવા મળી રહી છે. તેની સાથે આરબીઆઈએ આશા વ્યક્ત કરી છે કે આગામી સમયમાં મોંઘવારી દરમાં ઘટાડો થશે. ઉલ્લેખનીય છે કે યુપીઆઈ (UPI) ના કારણે હવે ખિસ્સામાં રૂપિયા રાખવાની ઝંઝટથી મુક્તિ મળી છે. 

Benjamin Netanyahu: ભારત-ઇઝરાયલ મૈત્રી વધુ મજબૂત થશે; વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે
Crypto Market Crash: ક્રિપ્ટોકરન્સીમાં કોહરામ: રોકાણકારોની જંગી વેચવાલીથી બજાર તૂટ્યું, જાણો માર્કેટ ક્રેશ પાછળનું મોટું કારણ
India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version