Site icon

સસ્તી લોનના દિવસો પૂરા- હોમ-કાર લોન થઈ ગઈ મોંઘી- RBIએ રેપો રેટમાં આટલા પોઇન્ટનો કર્યો વધારો 

News Continuous Bureau | Mumbai

ભારતીય રિઝર્વ બેન્ક(RBI)ની મોનેટરી પોલિસી કમિટી(Monetory policy committee)ની ઓગસ્ટ 2022ની બેઠક આજે (શુક્રવારે) પૂરી થઈ છે. આરબીઆઈ(RBI)એ આજે અપેક્ષા પ્રમાણે રેપો રેટ(Repo Rate)માં 0.50 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. આ સાથે હવે રેપો રેટ 5.40 થયો છે. એસડીએફ રેટ 5.15 ટકા તથા એમએસએફ અને બેન્ક રેટ 5.65 ટકા થયો છે. હવે તેની અસર હોમ લોન(home loan)થી લઈને પર્સનલ લોન(personal loan) સુધીના લોકોની EMI પર જોવા મળશે. જોકે, તેની સાથે સાથે ડિપોઝિટના રેટ પણ વધશે.

Join Our WhatsApp Community

રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે(Governor Shaktikant Das) જણાવ્યું કે રેટ નક્કી કરતી મોનેટરી પોલિસી કમિટી (MPC)એ GDPના ગ્રોથનો અંદાજ જાળવી રાખ્યો છે. આજે રેટમાં અડધા ટકાના વધારા સાથે જ હવે દેશમાં રેપો રેટ કોવિડ પહેલાના સ્તરે પહોંચી ગયો છે. રિઝર્વ બેન્કે ચાલુ વર્ષમાં 7.2 ટકા જીડીપી ગ્રોથનો અંદાજ આપ્યો છે.

આ સમાચાર પણ વાંચો : હવે નેશનલ હાઈવેની જેમ નેશનલ વોટર-વે પણ ડિકલેર થયા-માત્ર એક બે નહીં સેંકડો

મોંઘવારી પર અંકુશ મેળવવા માટે રિઝર્વ બેંકે આ વર્ષે મેથી રેપો રેટ વધારવાનું શરૂ કર્યું છે. મોંઘવારી વધવાને કારણે રિઝર્વ બેન્કે આ પગલાં ભરવા પડ્યા છે. આરબીઆઈએ મે મહિનામાં લગભગ બે વર્ષ બાદ પ્રથમ વખત રેપો રેટમાં ફેરફાર કર્યો હતો. લગભગ બે વર્ષ સુધી રેપો રેટ માત્ર 4 ટકા જ રહ્યો હતો.  

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version