ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 8 ડિસેમ્બર 2021
બુધવાર.
ભારતીય રિઝર્વ બેન્કે નગર અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ પર કેટલાક અંકુશ લગાવ્યા છે.
આ અંકુશો અંતર્ગત બેન્કના ગ્રાહકો માટે પોતાના ખાતામાંથી નાણાં ઉપાડવાની મર્યાદા 10,000 રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે.
સાથે જ બેન્ક તેમની મંજૂરી વિના ન તો કોઈ લોન કે એડવાન્સ આપશે તેમ જ તે કોઈ દેવું રિન્યુ નહીં કરે.
આ ઉપરાંત અમુક પ્રકારનું બેંક રોકાણ કરવું, કોઈ પ્રકારની જવાબદારી લેવી, ભરપાઈ અને સંપત્તિઓનું ટ્રાન્સફર કે વેચાણ પર પણ પ્રતિબંધ રહેશે.
કહેવામાં આવી રહ્યું છે કે બેન્કની ખરાબ નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખી કેન્દ્રિય બેન્કે આ પગલું ભર્યું છે.
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 અંતર્ગત આ અંકુશ 6 ડિસેમ્બર 2021ના કામકાજના કલાકોની સમાપ્તિના 6 મહિનાના સમયગાળા માટે લાગુ રહેશે અને તેમની સમીક્ષા કરવામાં આવશે.