Site icon

મોટો ઝાટકો – ગુજરાત રાજ્યની આ 3 બેંકો પર RBIએ કરી મોટી કાર્યવાહી- જાણો ગ્રાહકો પર કેવી અસર થશે

with the focus on inflation, RBI is all set to increase repo rate

RBI Credit Policy : લોનના હપ્તા વધવાનું નિશ્ચિત. રિઝર્વ બેંક રેપો રેટમાં વધારો કર્યો.

News Continuous Bureau | Mumbai

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ગુજરાતની ત્રણ સહકારી બેંકો(co-operative banks of Gujarat) પર દંડ ફટકાર્યો છે. જેમાં કો-ઓપરેટિવ બેંક ઓફ રાજકોટ લિ(Co-operative Bank of Rajkot Ltd)., ગાંધીધામ મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક લિ(Gandhidham Mercantile Co-operative Bank Ltd). અને મેઘરાજ નાગરિક સહકારી બેંક લિ.(Meghraj Citizens Co-operative Bank Ltd.) નો સમાવેશ થાય છે. નિયમનકારી અનુપાલનમાં(regulatory compliance) ખામીઓને કારણે આ બેંકો પર આ કાર્યવાહી કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

 આ બેંક પર સૌથી વધુ પેનલ્ટી

 એક અહેવાલ મુજબ રિઝર્વ બેંક (RBI) એ સોમવારે ત્રણેય સહકારી બેંકો પર દંડની આ કાર્યવાહી કરી છે. રાજકોટની સહકારી બેંકને સૌથી વધુ દંડ ફટકારવામાં આવ્યો છે. RBI એ તેના પર 2 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ ઉપરાંત ગાંધીધામ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડને 50,000 રૂપિયા અને મેઘરાજ નાગરિક સહકારી બેંક લિમિટેડને 25,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

 RBI એ જણાવ્યું આ મોટું કારણ

 દંડની આ કાર્યવાહીના સંદર્ભમાં મધ્યસ્થ બેંક (Central Bank) એ રાજકોટની સહકારી બેંકને જણાવ્યું હતું કે બેંકે 10 વર્ષથી વધુ સમયથી બાકી રહેલા કેટલાક એકાઉન્ટમાં ડિપોઝિટર્સ એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં(Depositors Education and Awareness Fund) બાકીની રકમ ટ્રાન્સફર કરી નથી. જેના કારણે બેંકને નોટિસ પાઠવી કારણ પૂછવામાં આવ્યું હતું. આરબીઆઈ (RBI) દ્વારા કહેવામાં આવ્યું હતું કે બેંક પર યોગ્ય કારણો ન આપવા અને આ સંબંધમાં રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન ન કરવા બદલ દંડ લગાવવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : કામના સમાચાર – ઓક્ટોબરના બાકી બચેલા 14 દિવસમાંથી આ 9 દિવસ બેંકો રહેશે બંધ- ઝટપટ પતાવી લેજો બેન્કના કામ- અહીં જુઓ રજાઓની યાદી

આરબીઆઈના નિયમોનો ભંગ(Violation of RBI rules) કરવો મોંઘો પડ્યો

 આ ઉપરાંત કચ્છ સ્થિત ગાંધીધામ મર્કેન્ટાઈલ કો-ઓપરેટીવ બેંકના કેસમાં આરબીઆઈને જાણવા મળ્યું હતું કે લોનની મંજૂરીના મામલે બેંકે નિયમોનું પાલન કર્યું નથી. જ્યારે ત્રીજી બેંક મેઘરાજ નાગરિક સહકારી બેંકના કિસ્સામાં પણ આવો જ ઉલ્લંઘન જોવા મળ્યો હતો. આ બેંક માટે આરબીઆઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે બેંકે 6 લોન મંજૂર કરી હતી, જેમાં ડાયરેક્ટરોના સંબંધીઓ કોલેટરલ / જામીનદાર તરીકે સામેલ હતા.

 બેંકના ગ્રાહકો પર અસર નહીં

જો કે ત્રણ સહકારી બેંકો પર ભારતીય રિઝર્વ બેંકની આ કાર્યવાહીથી ગ્રાહકોને કોઈ અસર થશે નહીં. નોંધનીય છે કે આરબીઆઈ નિયમોના પાલનમાં રહેલી ખામીઓને લઈને બેંકો પર સતત કડકતા દાખવી રહી છે. અગાઉ સપ્ટેમ્બરમાં પણ રિઝર્વ બેંકે ત્રણ સહકારી બેંકો પર દંડ ફટકાર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : SBIના ખાતાધારકો માટે મહત્વના સમાચાર- બેન્કે બચત ખાતા પરના વ્યાજદરોમાં ફેરફાર કર્યો- જાણો નવા રેટ્સ

Gold price drop: સોનું ખરીદનારાઓ માટે ખુશીના સમાચાર: જાપાનીઝ માર્કેટની અસરથી સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી
India-China Steel Dispute: ભારતનો ચીન પર મોટો પ્રહાર: સસ્તા ચીની સ્ટીલની હવે ખેર નથી! સરકારે લાદી ભારે ટેક્સ ડ્યુટી, જાણો ભારતીય ઉદ્યોગોને શું થશે ફાયદો?
Kingfisher Airlines employee salary: EDનો મોટો ધડાકો: કિંગફિશર એરલાઇન્સના કર્મચારીઓને મળશે હકનો પગાર, ₹311 કરોડના ફંડને મળી લીલી ઝંડી
India Oman Trade Deal: ગલ્ફ દેશોમાં ભારતની મોટી એન્ટ્રી: ઓમાન સાથેની ડીલથી ખુલશે આરબ દેશોના વેપારના દરવાજા, જાણો ભારતને શું થશે ફાયદો?
Exit mobile version