Site icon

ભારતીય રિઝર્વ બેંકે આ ત્રણ બેંકો પર દંડ ફટકાર્યો, સૂચનાઓનું પાલન ન કરવા બદલ કરવામાં આવી કાર્યવાહી; જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ફરી એકવાર ઘણી બેંકો પર ભારે દંડ લાદ્યો છે. સેન્ટ્રલ બેંક વતી નિયમોનું પાલન કરવામાં ભૂલો બાદ આ દંડ લાદવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા પણ આરબીઆઈએ ત્રણ બેંકો પર પેનલ્ટી લગાવી હતી. હવે જે બેંકોને દંડ કરવામાં આવ્યો છે તે કો-ઓપરેટિવ બેંકો છે.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ વિવિધ પ્રકારનું પાલન ન કરવા બદલ ત્રણ સહકારી બેંકો પર કુલ પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

Join Our WhatsApp Community

એક નિવેદનમાં, રિઝર્વ બેંકે કહ્યું કે ફલટન સ્થિત યશવંત કોઓપરેટિવ બેંક લિમિટેડને આવક, સંપત્તિ વર્ગીકરણ, જોગવાઈઓ અને અન્ય સંબંધિત મુદ્દાઓ પરના તેના નિર્દેશોનું પાલન ન કરવા બદલ 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિવાય અન્ય એક નિવેદનમાં કેન્દ્રીય બેંકે મુંબઈની કોકન મર્કેન્ટાઈલ કોઓપરેટિવ બેંક લિમિટેડ પર સમાન કેસમાં 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અન્ય નિયમનકારી નોટિસમાં, આરબીઆઈએ કહ્યું કે તેણે કોલકાતા સ્થિત સમતા કોઓપરેટિવ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ પર 1 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : જિયો ઇન્સ્ટિટ્યૂટે શૈક્ષણિક આગેવાનીને વધુ મજબૂત બનાવવા માટે આ વ્યક્તિની પ્રોવોસ્ટ તરીકે કરી નિમણૂક, જુલાઈ મહિનાની પહેલી તારીખે ઇન્સ્ટિટ્યૂટમાં જોડાશે; જાણો વિગતે

ઉલ્લેખનીય છે કે અગાઉ બેંકે બેંકે મણિપુર મહિલા સહકારી બેંક લિમિટેડ (મણિપુર), યુનાઈટેડ ઈન્ડિયા સહકારી બેંક લિમિટેડ (યુપી), ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ સેન્ટ્રલ બેંક (નરસિંહપુર), અમરાવતી મર્ચન્ટ સહકારી બેંક લિમિટેડ (અમરાવતી), ફૈઝ મર્કેન્ટાઈલ સહકારી બેંક લિમિટેડ (નાસિક) અને નવનિર્માણ. સહકારી બેંક લિમિટેડ (અમદાવાદ) ને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો.

SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Exit mobile version