Site icon

તમારું બૅન્કમાં લોકર છે? તો બેન્કમાં જતા પહેલાં RBIના આ નિયમો જાણી લેજો.

 News Continuous Bureau | Mumbai

તમારું કોઈ બેન્કમાં લોકર છે અથવા લોકર લેવાનો વિચાર છે, તો બેન્કમાં જવા પહેલા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના આ નવા નિયમો જાણી લેજો. RBIએ બેંકના લોકર ગ્રાહકોની ફરિયાદ બાદ નિયમોમાં ફેરફાર કર્યા છે.

Join Our WhatsApp Community

ગ્રાહકોની સુરક્ષાને(Consumer protection) ધ્યાનમાં રાખીને RBIએ બેન્ક લોકર(Bank locker rule)ના નિયમમાં મોટા ફેરફાર કર્યા છે. એમ તો આ નિયમ પહેલી જાન્યુઆરી, 2022થી અમલમાં આવી ગયા છે. પરંતુ અનેક ગ્રાહક તેનાથી અજાણ છે. જેમાં મોટાભાગના ગ્રાહકોની ફરિયાદ હોય છે કે લોકરમાંથી સામાન ચોરાઈ જાય છે. તેથી તેને રોકવા RBIએ કડક નિયમ બનાવ્યા છે. તેનાથી બેંકની જવાબદારી પણ વધી ગઈ છે. જો તમારા લોકરમાંથી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે અથવા કોઈ પ્રકારની ગડબડ થાય છે તો બેંકે ગ્રાહકને લોકરના ભાડાનું 100 ગણું વળતર આપવું પડશે. તેથી હવેથી બેંક એવું નહીં કહી શકે કે તેઓ ચોરી માટે જવાબદાર નથી.

બેંકોને હવે લોકરરૂમ(Locker Room) પર નજર રાખવા સીસીટીવી(CCTV camera) બેસાડવા ફરજિયાત રહેશે. આ સાથે જ સીસીટીવીના ડેટા 180 દિવસ સુધી રાખવાના ફરજિયાત રહેશે. તેથી ચોરી કે અન્ય કોઈ સમસ્યા સર્જાય તો આ ડેટા મદદરૂપ થઈ રહે. પોલીસ તપાસ પૂર્ણ થાય નહીં ત્યાં સુધી સીસીટીવી ફૂટેજ રાખવા ફરજિયાત રહેશે.

આ સમાચાર પણ વાંચો : ફરી મોંઘી લોનનો સમય શરૂ, એક્સિસ અને SBI પછી આ બેંકે પણ લોનના વ્યાજ દરમાં કર્યો વધારો, જાણો વિગતે

ગ્રાહકોને છેતરપિંડી થી બચાવવા માટે RBIએ હવે બેંક માટે તેમના ગ્રાહકોને ઈ-મેલ અને એસએમએસ મોકલવાનું જરૂરી કરી દીધું છે. ગ્રાહક જો તેના લોકરને એક્સેસ કરે ત્યારે બેંકે તેને એસએમએસ અને ઈમેલ મોકલવાના રહેશે. તેથી ગ્રાહક છેતરપિંડીથી બચી શકશે.

RBIના નવા નિયમ મુજબ બેંકો હવે ગ્રાહકને લોકર વિશે અડધી અથવા ખોટી માહિતી આપી શકશે નહીં. તેમણે ખાલી લોકરની યાદી, વેઈટિંગ લિસ્ટ અને વેઇટિંગ લિસ્ટની સંખ્યા જાહેર કરવી પડશે. આને બેંકના ડિસ્પ્લે બોર્ડ પર લગાવવાના રહેશે. એ ઉપરાંત લોકર ખોલવા સંબંધિત તમામ અરજીઓ સ્વીકારી પડશે અને ગ્રાહકોને વેઈટિંગ લિસ્ટ(waiting list) વિશે જાણ કરવી પડશે.

SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Exit mobile version