Site icon

RBI MPC Meeting : રિઝર્વ બેંકની 3-દિવસીય નાણાકીય નીતિ સમિતિની બેઠક શરૂ, શું 9 ઓક્ટોબરે મળશે સસ્તી લોનની ભેટ? વાંચો આ અહેવાલ..

RBI MPC Meeting : ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક આજે સોમવાર (7 ઓક્ટોબર)થી શરૂ થઈ રહી છે. આ ત્રણ દિવસીય બેઠક 9 ઓક્ટોબર સુધી ચાલશે. RBI ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં આ બેઠકમાં વ્યાજ દર અંગે નિર્ણય લેવામાં આવશે.

RBI MPC Meeting RBI October monetary policy meeting begins today Should you expect a rate cut

RBI MPC Meeting RBI October monetary policy meeting begins today Should you expect a rate cut

 News Continuous Bureau | Mumbai

RBI MPC Meeting : કેન્દ્રીય બેંક એટલે કે ભારતીય  રિઝર્વ બેંકની ત્રણ દિવસીય નાણાકીય નીતિ સમિતિની બેઠક આજથી શરૂ થઈ ગઈ છે અને 9 ઑક્ટોબર, 2024 ના રોજ, આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ નાણાકીય નીતિ સમિતિના નિર્ણયની જાહેરાત કરશે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા સપ્ટેમ્બર 2024માં વ્યાજદરમાં ઘટાડો કરવાના નિર્ણય બાદ સસ્તી EMIની અપેક્ષા રાખતા લોકો RBI પાસેથી પણ એવી જ અપેક્ષા રાખી રહ્યા છે.

Join Our WhatsApp Community

RBI MPC Meeting : ક્રૂડ ઓઈલ મોંઘવારી ઘટાડાની ચિંતામાં કર્યો વધારો 

આરબીઆઈ માટે રાહતની વાત છે કે જુલાઈ અને ઓગસ્ટમાં સતત બે મહિના સુધી છૂટક મોંઘવારી દર 4 ટકાના સહનશીલતા બેન્ડથી નીચે રહ્યો છે. પરંતુ ચિંતાનો વિષય ક્રૂડ ઓઈલની કિંમત છે. ઈરાન-ઈઝરાયેલ તણાવ બાદ કાચા તેલની કિંમતોમાં લગભગ 10 ટકાનો વધારો થયો છે. RBIની MPC સમિતિની બેઠક પર, નિષ્ણાતોનું કહેવું છે કે, RBI મોનેટરી પોલિસી કમિટીમાં તેના નીતિ દરોમાં કોઈ ફેરફાર કરશે નહીં. કારણ કે બેઝ ઈફેક્ટને કારણે ફુગાવા અંગે વધુ સ્પષ્ટતા આવવાની બાકી છે. કાચા તેલની કિંમતો પર મધ્ય પૂર્વમાં વૈશ્વિક તણાવની ચિંતાની અસરને કારણે ફુગાવો વધવાનો ભય છે. તેમણે કહ્યું કે, ઊંચા વ્યાજ દરો હોવા છતાં, ભારતના આર્થિક વિકાસની ગતિ ઝડપી છે, જ્યારે ઘરનું વેચાણ, જે વપરાશને પ્રતિબિંબિત કરે છે, તે ઝડપી રહે છે. આ બાબતોને કારણે RBI રેપો રેટને 6.50 ટકા જ રાખશે.

RBI MPC Meeting : આગામી દિવસોમાં લોન સસ્તી થશે!

યસ બેંકે મોનેટરી પોલિસી કમિટીની બેઠક અંગે એક રિસર્ચ નોટ પણ જારી કરી છે. બેંકે પોતાના રિપોર્ટમાં કહ્યું કે, અમે MPCની બેઠકમાં RBI વ્યાજદરમાં ઘટાડો કરે તેવી આશા નથી. પરંતુ આરબીઆઈનો સૂર ભવિષ્યને લઈને તેની નીતિ સ્પષ્ટ કરશે. યસ બેંકના જણાવ્યા અનુસાર, RBI વ્યાજદરમાં ઘટાડો કરતા પહેલા વૈશ્વિક કોમોડિટીની કિંમતો અને અમેરિકામાં ફુગાવાના કારણે જોખમોને ધ્યાનમાં રાખશે. પરંતુ એ વાત ચોક્કસ છે કે જ્યારે પણ વ્યાજ દરમાં ઘટાડો શરૂ થશે ત્યારે વ્યાજદરમાં 50 થી 75 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો થવાની સંભાવના છે.

RBI MPC Meeting : ડિસેમ્બરથી વ્યાજ દરમાં ઘટાડો શક્ય 

 જોકે અહેવાલો મુજબ મોટાભાગના અર્થશાસ્ત્રીઓ માને છે કે આરબીઆઈ આગામી છ મહિનામાં વ્યાજ દરોમાં અડધા ટકા એટલે કે 50 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કરી શકે છે, જે ઓક્ટોબરમાં નહીં પરંતુ ડિસેમ્બર મહિનામાં શરૂ થશે નાણાકીય નીતિ સમિતિની બેઠક દ્વારા કરવામાં આવશે. અર્થશાસ્ત્રીઓના પોલમાં રેપો રેટ ઘટીને 6 ટકા થઈ શકે છે.

RBI MPC Meeting : સરકારે  ત્રણ નવા બાહ્ય સભ્યોની નિમણૂક કરી

સરકારે 1 ઓક્ટોબરે નાણાકીય નીતિ સમિતિમાં ત્રણ નવા બાહ્ય સભ્યોની નિમણૂક કરી હતી, જેમાં રામ સિંહ, સૌગતા ભટ્ટાચાર્ય અને નાગેશ કુમારનો સમાવેશ થાય છે. MPCમાં 6 સભ્યો છે, જેમાંથી ત્રણ કેન્દ્રીય બેંકના ગવર્નર શક્તિકાંત દાસ, ડેપ્યુટી ગવર્નર માઈકલ પાત્રા અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાજીવ રંજ છે.

આ સમાચાર પણ વાંચો: RBI Monetary Committee : RBI MPCની બેઠક પહેલા મોટા ફેરફાર, સરકારે આ ત્રણ નવા બાહ્ય સભ્યોની નિમણૂક કરી.. રેપો રેટ મામલે મળશે રાહતના સમાચાર..

જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા ચાર વર્ષ માટે ત્રણ બાહ્ય સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. હાલમાં, MPCના બાહ્ય સભ્યોમાં પ્રોફેસર આશિમા ગોયલ, પ્રોફેસર જયંત વર્મા અને નવી દિલ્હીના વરિષ્ઠ સલાહકાર શશાંક ભીડે છે. તેમનો કાર્યકાળ આ અઠવાડિયે પૂરો થઈ રહ્યો છે.

US Tariff India: અમેરિકન ટેરિફ પર રઘુરામ રાજનનો ધમાકો ભારતીય ઉત્પાદનો પરના ટેરિફ મુદ્દે પાકિસ્તાનનો કેમ કર્યો ઉલ્લેખ?
Silver Rate Record: ચાંદીના ભાવમાં આવી સુનામી, સિલ્વર રેટ ₹૨ લાખની નજીક, રોકાણકારો માટે શું છે સંકેત?
Adani Green Block Deal: અદાણી શેરમાં ધમાકો ₹ ૨૪૦૦ કરોડની બ્લોક ડીલ બાદ રોકાણકારો આ કંપની પર મંડ્યા, શું થશે મોટી ઉથલપાથલ?
RBI: અર્થતંત્રમાં હલચલ: RBIનો ૪૫,૦૦૦ કરોડનો પ્લાન તૈયાર, ૧૬ ડિસેમ્બરે ડૉલર પર પડશે અસર
Exit mobile version