Site icon

RBI: RBIએ 5 બેંકો સામે કડક પગલાં લીધા, આટલા લાખ રૂપિયાનો દંડ લગાવ્યો; જાણો શું છે કારણ..

RBI : RBI દ્વારા વિવિધ નિયમનકારી ધોરણોના ઉલ્લંઘન બદલ અન્ય પાંચ બેંકો પર મોટો દંડ લાદવામાં આવ્યો છે. કાર્યવાહીના દાયરામાં આવતી તમામ બેંકો સહકારી બેંકો છે.

RBI RBI action on these five banks, fined lakhs of rupees for violating several rules..

RBI RBI action on these five banks, fined lakhs of rupees for violating several rules..

News Continuous Bureau | Mumbai

RBI : ભારતીય રિઝર્વ બેંકે વિવિધ નિયમનકારી ધોરણોના ઉલ્લંઘન બદલ પાંચ સહકારી બેંકો ( Cooperative Banks ) પર કુલ રૂ. 60.3 લાખનો દંડ ફટકાર્યો છે. રાજકોટ નાગરિક સહકારી બેંકને 43.30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ અન્ય બાબતોની સાથે ડિરેક્ટરો અને તેમના સંબંધીઓને લોન અને એડવાન્સ પરના નિયંત્રણો અંગે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સૂચનાઓનું પાલન ન કરવા માટે કરવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Community

RBI : ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ( દેહરાદૂન ) પર 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

કેન્દ્રીય બેંકે કાંગડા કો-ઓપરેટિવ બેંક ( Kangra Co-operative Bank ) ( નવી દિલ્હી ), રાજધાની નગર કો-ઓપરેટિવ બેંક (લખનૌ) અને ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક ( District Co-operative Bank ) , ગઢવાલ (કોટદ્વાર, ઉત્તરાખંડ) પર 5-5 લાખ રૂપિયાનો દંડ  ફટકાર્યો છે. આ સિવાય ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક (દેહરાદૂન) પર 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Hardik Pandya: હાર્દિક પંડ્યા સામે BCCIની કાર્યવાહી, જીત બાદ આપવામાં આવી આ સજા, ફટકાર્યો આટલા લાખનો દંડ..

રિઝર્વ બેંકે કહ્યું કે દરેક કિસ્સામાં, દંડ નિયમનકારી અનુપાલનમાં ( Rules Violation ) ખામીઓ પર આધારિત છે અને તેનો હેતુ બેંકો દ્વારા તેમના સંબંધિત ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈપણ વ્યવહારની માન્યતાને અસર કરવાનો નથી.

 

 

Stock Market Crash: શેરબજારમાં ‘બ્લેક મન્ડે’! સેન્સેક્સ-નિફ્ટીમાં કલ્પના બહારનો કડાકો; રોકાણકારોમાં ફફડાટ, હવે આગળ શું કરવું?
Gold & Silver Prices Crash Today: સોનું-ચાંદી સસ્તું થયું! કિંમતોમાં મોટો કડાકો બોલાતા ગ્રાહકોમાં ખુશી; જાણો તમારા શહેરમાં ૧૦ ગ્રામ સોનાનો તાજો ભાવ.
Relief from Inflation: વિશ્વભરમાં તેલના ભાવ ઘટવાના સંકેત: ફસાયેલું ઈરાની તેલ બજારમાં આવતા મચશે ધૂમ; ભારત સહિત અનેક દેશોને થશે મોટો ફાયદો
Banking Rules Change: બદલાઈ ગયા ATM ટ્રાન્ઝેક્શનના નિયમો; HDFC થી લઈને PNB સુધીની બેંકોએ કર્યા મોટા ફેરફાર, જાણી લો નવા સર્વિસ ચાર્જ.
Exit mobile version