Site icon

RBI કરશે ગ્રીન્ડ બોન્ડની હરાજી, જારી થયો પ્રથમ હર્તો: જાણો શું છે સરકારનો પ્લાન ?

ભારતીય રિઝર્વ બેંક એ એક મોટો નિર્ણય લીધો છે. RBI 8 હજાર કરોડ રૂપિયાના તેના પ્રથમ સોવરીન ગ્રીન બોન્ડની હરાજી કરવા તૈયાર છે.

RBI Pilot Project: Reserve Bank will start pilot project of public tech platform on August 17, loan will be available very easily

RBI Pilot Project: Reserve Bank will start pilot project of public tech platform on August 17, loan will be available very easily

News Continuous Bureau | Mumbai

RBI Green Bonds: ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank Of India) એ એક મોટો નિર્ણય લીધો છે. RBI 8 હજાર કરોડ રૂપિયાના તેના પ્રથમ સોવરીન ગ્રીન બોન્ડ (Sovereign Green Bonds) ની હરાજી કરવા તૈયાર છે. કેન્દ્ર સરકારના નવા એસજીઆરબી (SGRB) 2028 અને એસજીઆરબી 2033 ની હરાજી થવા જઈ રહી છે. તે 16 હજાર કરોડ રૂપિયાના સોવરિન ગ્રીન બોન્ડની હરાજીનો ભાગ છે જે આરબીઆઈ ચાલુ નાણાકીય વર્ષમાં આયોજિત કરશે.

Join Our WhatsApp Community

2 બોન્ડની થઈ રહી છે હરાજી

આપને જણાવી દઈએ કે ગ્રીન બોન્ડની હરાજીનો બીજો રાઉન્ડ 9 ફેબ્રુઆરીએ યોજાશે. સેન્ટ્રલ બેંક 5 અને 10 વર્ષની મુદતવાળા બે ગ્રીન બોન્ડની હરાજી કરી રહી છે, દરેકની કિંમત 4 હજાર કરોડ રૂપિયા છે.

9 નવેમ્બર 2022ના રોજ સરકારે આપી હતી જાણકારી

ગ્રીન બોન્ડ કોઈ પણ સાર્વભૌમ સંસ્થાઓ, આંતર સરકારી જૂથો અને કોર્પોરેટ દ્વારા જારી કરવામાં આવે છે, જેથી સુનિશ્ચિત કરી શકાય કે બોન્ડની આવકનો ઉપયોગ પર્યાવરણની દ્રષ્ટીથી સ્થાયી યોજનાઓ માટે કરવામાં આવે છે. સોવરેન ગ્રીન બોન્ડ માટેનું માળખું સરકાર દ્વારા 9 નવેમ્બર, 2022ના રોજ જારી કરવામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો: સરકારી સ્કીમ / પોસ્ટ વિભાગની RD માં કરો રોકાણ, ઓછા રૂપિયા જમા કરો અને મેળવો છપ્પરફાડ રિટર્ન

ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સરકાર આપશે પ્રોત્સાહન

આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર તેના કુલ માર્કેટ બોરોઇંગ (Market Borrowing) ના ભાગરૂપે આ સોવરિન ગ્રીન બોન્ડ જારી કરી રહી છે. ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા માટે આ બોન્ડ જારી કરવામાં આવી રહ્યા છે. દેશના અર્થતંત્રમાં કાર્બનની તીવ્રતા ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે ગ્રીન બોન્ડ જારી કરવામાં આવશે.

શું હોય છે ગ્રીન બોન્ડ્સ ?

આપને જણાવી દઈએ કે આ એવા બોન્ડ છે જેનો ઉપયોગ સરકાર નાણાકીય પ્રોજેક્ટ માટે કરે છે. પર્યાવરણ પર આ બોન્ડની ઘણી પોઝિટિવ અસર જોવા મળે છે. ગ્રીન બોન્ડની શરૂઆત 2007 માં યુરોપિયન ઈન્વેસ્ટમેન્ટ બેંક અને વર્લ્ડ બેંક દ્વારા કરવામાં આવી હતી. તેની મદદથી ગ્રીન પ્રોજેક્ટ્સ માટે ભંડોળ એકત્ર કરવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો:  ખુશખબર / હવે પિતા બનવા પર પણ મળશે 12 અઠવાડિયાની પેટરનિટી લીવ, પોલિસી થઈ લાગૂ

Pawar Family Conflict: સુનેત્રા પવારના શપથગ્રહણથી શરદ પવાર અજાણ હોવાનો દાવો, બારામતીમાં વધતી રાજકીય હલચલ
Pakistan Economic Crisis: પાકિસ્તાન બરબાદીના આરે! PM શાહબાઝ શરીફના એક નિવેદને દુનિયાભરમાં જગાવી ચર્ચા; જાણો પાકિસ્તાન કેમ બની રહ્યું છે ‘આર્થિક ગુલામ’?
Sharad Pawar on Sunetra Pawar: સુનેત્રા પવારના શપથગ્રહણ પર શરદ પવારની સ્પષ્ટતા; NCP ના વિલીનીકરણ ને લઈને કહી આવી વાત
Gold-Silver Price Crash:સોના-ચાંદીના ભાવમાં ભૂકંપ: ચાંદીનો પરપોટો ફૂટ્યો, એક જ દિવસમાં ₹1 લાખ સસ્તી; સોનાના ભાવમાં પણ થયો આટલા નો ઘટાડો
Exit mobile version