ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ
સ્ટેમ્પ ડ્યુટી માં રાહત ને કારણે મુંબઈ વાસીઓએ પોતાની મહામૂલી મૂડી ને રિયલ એસ્ટેટમાં નાખી છે. કોરોના ને કારણે ડેવલોપરોએ પ્રોપર્ટીના રેટ ઓછા કર્યા. જવાબમાં સ્ટેમ્પ ડ્યુટી નો ફાયદો ઉચકવા મુંબઈ શહેરમાં લોકોએ ફ્લેટ ખરીદવા પડાપડી કરી. ગત સાત મહિનામાં 80,717 ઘરો વેચાયા છે. જેને કારણે રાજ્ય સરકારને ૧૭૫૬ કરોડ રૂપિયાની આવક થઈ છે. આ સિવાય સંખ્યાબંધ ડોક્યુમેન્ટો પણ રજિસ્ટર થયા છે.
આમ એક તરફ પેમેન્ટ માટે રોજના લડી રહેલા વેપારીઓ તેમજ વ્યવસાયિકો લોન લઈને પણ પ્રોપર્ટી ખરીદી રહ્યા છે. જોકે હવે આવનાર દિવસમાં આ ટ્રેન્ડ ચાલુ રહે છે કે નહીં તે જાણવું દિલચસ્પ રહેશે.
