Site icon News Continuous Bureau | Mumbai

Real Estate Sector: દેશમાં 1 કરોડથી વધુ મકાનો ખાલી પડ્યા છે, બિલ્ડરો માત્ર ધનિકોને જ કેમ ટાર્ગેટ બનાવી રહ્યા છે

Real Estate Sector: દેશમાં 2022માં હૈદરાબાદમાં 5300 પોસાય તેવા મકાનો વેચાયા હતા. વર્ષ 2023માં આ આંકડો માત્ર 3800 જ રહી ગયો હતો . કારણ કે, દેશમાં કેટલાક લોકો પાસેના પૈસા ઝડપથી વધી રહ્યા છે. દેશની 10 ટકા વસ્તી દ્વારા લગભગ 63 ટકા સંપત્તિ એકઠી કરવામાં આવી રહી છે. આ આંકડો 14 કરોડ લોકોનો છે. હાલમાં મોટાભાગના બિલ્ડરો આ લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે

Real Estate Sector More than 1 crore houses are lying vacant in the country, why are the builders targeting only the rich

Real Estate Sector More than 1 crore houses are lying vacant in the country, why are the builders targeting only the rich

News Continuous Bureau | Mumbai 

Real Estate Sector: હાલમાં દેશમાં લગભગ એક કરોડ મકાનો ખાલી પડ્યા છે. એક તરફ મોંઘા મકાનોની માંગ સતત વધી રહી છે. બીજી તરફ દેશના મોટા શહેરોમાં સસ્તા મકાનોની માંગ ઝડપથી ઘટી રહી છે. ડેટા અનુસાર, 2019 અને 2023 ની વચ્ચે, 1.5 કરોડ રૂપિયાથી વધુ કિંમતના મકાનોની માંગ લગભગ 1000 ટકા વધી છે. વાસ્તવમાં, રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં શ્રીમંત અને સંસ્થાકીય રોકાણકારોના પ્રવેશને કારણે આ તેજી આવી છે. પરંતુ, દેશને હાલ પોસાય તેવા કિંમતાના મકાનોની જરૂર છે અને રિયલ એસ્ટેટ ક્ષેત્રના વિકાસ માટે આવા સસ્તા મકાનોની માંગ વધારવી જોઈએ. 

Join Our WhatsApp Channel

નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ ( NAREDCO ) ના પ્રમુખે  મિડીયા સાથે વાતચીતમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે, 2022માં હૈદરાબાદમાં 5300 પોસાય તેવા મકાનો વેચાયા હતા. વર્ષ 2023માં આ આંકડો માત્ર 3800 જ રહી ગયો હતો . કારણ કે, દેશમાં કેટલાક લોકો પાસેના પૈસા ઝડપથી વધી રહ્યા છે. દેશની 10 ટકા વસ્તી દ્વારા લગભગ 63 ટકા સંપત્તિ એકઠી કરવામાં આવી રહી છે. આ આંકડો 14 કરોડ લોકોનો છે. હાલમાં મોટાભાગના બિલ્ડરો ( builders ) આ લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે. આ જ કારણ છે કે લગભગ 1.14 કરોડ મકાનો એમ જ ખાલી પડ્યા છે. 

Real Estate Sector: દેશની લગભગ 60 ટકા વસ્તી હાલ પોતાનું ઘર ખરીદવા માટે સક્ષમ નથી….

નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલના પ્રમુખે વધુમાં નિવેદન આપતા કહ્યું હતું કે,  હાલ રોકાણકારો ( Investors )  મકાનો ખરીદતા નથી અને તેનો ઉપયોગ પણ કરતા નથી. તો આ મોંઘા મકાનો ( Expensive houses ) ભાડે પણ આપવામાં આવતા નથી. એક તરફ લોકો સસ્તા મકાનોની શોધમાં ભટકી રહ્યા છે તો બીજી તરફ આ મોઘા મકાનો ખાલી પડ્યા છે. રોકાણ માટે ખરીદાયેલા આ મકાનોનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ એક પ્રકારનો ગુનો છે. આવા મોંઘા મકાનો પરનો પ્રોપર્ટી ટેક્સ ( Property tax ) બમણો અથવા ત્રણ ગણો થવો જોઈએ જેથી કરીને આ સંપત્તિનો ઉપયોગ કરી શકાય .દેશની લગભગ 60 ટકા વસ્તી હાલ પોતાનું ઘર ખરીદવા માટે સક્ષમ નથી. તે સંપૂર્ણપણે સરકારી યોજનાઓ પર નિર્ભર છે. 

આ સમાચાર  પણ વાંચો :  Mughal: અકબરની આવક હતી 9 કરોડ, તો તેમના શાસનમાં બિરબલને અને સૈનિકોને કેટલો પગાર મળતો હતો?

તેમણે આગળ કહ્યું હતું કે, સરકારે બિલ્ડરો પર સસ્તા મકાનો બનાવવા માટે દબાણ કરવું જોઈએ. આ ઉપરાંત પોસાય તેવા મકાનો માટે GST, સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ચાર્જમાં પણ છૂટ આપવી જોઈએ. આ ફેરફારો એફોર્ડેબલ હાઉસિંગ સેક્ટરમાં લગભગ 25 ટકાનો વધારો થવાની ધારણા છે. જેમાં સરકારે લોઅર મિડલ ક્લાસ અને મિડલ ક્લાસ વિશે વિચારવું પડશે. જો 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લઈ રહ્યા છીએ અને આપણી 40 ટકા વસ્તી ઝૂંપડપટ્ટીમાં રહેતી હશે તો આપણે વિકસિત દેશ કેવી રીતે કહેવાઈશું. તેથી સરકારે આ વિશે સકારાત્મક પગલા લેવા જોઈએ.

 

PM Modi 80th Independence Day Speech ૮૦મા સ્વતંત્રતા પર્વે લાલ કિલ્લા પરથી પીએમ મોદીનું સંબોધન પેટ્રોલગેસ અને રેલવે વિકાસના ગણાવ્યા કામો, વિપક્ષ પર આકરા પ્રહારો
PM Modi Red Fort Students લાલ કિલ્લા પર ભીડ વચ્ચે ગયા પીએમ મોદી, વિદ્યાર્થીઓ સાથે હાથ મિલાવ્યો
Census of India 2026 ડિજિટલ જનગણનામાં તમારો સહયોગ જરૂરી પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસે નાગરિકોને કરી ખાસ અપીલ
Free AI Training પ્રધાનમંત્રી મોદીનું મોટું એલાન સ્વતંત્રતા દિવસે ૧ કરોડ યુવાનોને મળશે ફ્રી AI ટ્રેનિંગ અને ઓનલાઈન કોચિંગ (Online Coaching)
Exit mobile version