Site icon

વાહ! છેલ્લા સાત વર્ષમાં દેશમાં મસાલાનું રેકોર્ડજનક ઉત્પાદન. આટલા લાખ ટન થયું મસાલાનું ઉત્પાદન જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 24 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

 શુક્રવાર.

સદીઓથી મસાલાના ઉત્પાદનમાં ભારત હંમેશાથી અવ્વલ સ્થાન રહ્યું છે. દેશમાં છેલ્લા સાત વર્ષમાં મસાલાનું ઉત્પાદન 60 ટકા વૃદ્ધિ સાથે 2020-21ના વર્ષમાં સરેરાશ 107 લાખ ટનના રેકોર્ડબ્રેક સ્તરે પહોંચ્યું છે. 2014-15માં મસાલાનું ઉત્પાદન 67.64 લાખ ટન હતું. 

ખાસ કરીને દેશમાં મરચા, આદુ, હળદર તથા જીરું વગેરે મસાલાઓના ઉત્પાદનમાં જંગી વધારો થયો છે, તેને કારણે દેશના વિદેશી હુંડિયામણમાં પણ જંગી વધારો થયો છે. 2014-2015માં વિદેશી હુંડિયામણથી દેશને 14,899 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી, તેમાં બમણો વધારો થઈને 2020-21માં આ રકમ 29,535 કરોડની થઈ  છે.

વર્ષ 2014-15થી 2020-21 દરમિયાન દેશમાં મસાલાનું ઉત્પાદન 7.9 ટકાના વાર્ષિક વૃદ્ધિ દર સાથે રહ્યું છે. વર્ષ 2014-15માં 67.64 લાખ ટનથી વધીને વર્ષ 2020-21માં 106.79 લાખ ટન થયું હતું. આ વધારો ઉત્પાદન વિસ્તાર 32.24 લાખ હેકટરથી વધીને 45.28 લાખ હેકટર થવાને કારણે થયો હોવાનું કહેવાય છે.

ખિસ્સા ખાલી કરવા તૈયાર રહેજો! નવા વર્ષના પહેલા દિવસથી આ વસ્તુઓ થશે મોંઘી; જાણો વિગત

મસાલાના ઉત્પાદન વધવાની સાથે જ નિકાસમાં પણ જંગી વધારો થયો છે. આ સમયગાળામાં 14,900 કરોડ રૂપિયા 8.94 લાખ ટનની વધીને 29535 કરોડના મૂલ્યના 1.6 મિલિયન ટન અને વોલ્યુમમાં 9.8 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.મૂલ્યની દ્દષ્ટિએ 10.5ટકા વાર્ષિક વૃદ્ધિ છે. અન્ય બાગાયતી પાકોમાંથી કુલ નિકાસથી થતી કમાણી સામે મસાલાની  નિકાસમાં  દેશની આવકમાં 41 ટકાનો ફાળો આપે છે.

UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Gold prices: લગ્નની સિઝન પહેલાં સોનાની ચમક ઝાંખી પડી આ સાથે જ ચાંદી માં થયો ઘટાડો, જાણો 4 નવેમ્બરના રોજ તમારા શહેરનો તાજા ભાવ
Anil Ambani: અનિલ અંબાણી ગ્રુપ પર ઇડીની મોટી કાર્યવાહી, આટલા કરોડ રૂપિયાની ૪૦ થી વધુ સંપત્તિઓ જપ્ત
Exit mobile version