Site icon

Reliance AGM: મુકેશ અંબાણીની મોટી જાહેરાત, દિવાળી પર લોન્ચ થશે Jio AI ક્લાઉડ; યુઝર્સને મફતમાં મળશે આટલા GB સ્ટોરેજ..

Reliance AGM: મુકેશ અંબાણીએ Jio AI-Cloud વેલકમ ઓફરની જાહેરાત કરી છે, જે આ વર્ષે દિવાળીથી તમામ Jio ગ્રાહકો માટે ઉપલબ્ધ થશે. ઓફર હેઠળ ગ્રાહકોને 100GB ફ્રી ક્લાઉડ સ્ટોરેજ મળશે. યુઝર્સ તેમના ફોટા, વીડિયો અને અન્ય વસ્તુઓને તેમાં સુરક્ષિત રીતે સ્ટોર કરી શકશે અને દુનિયાના કોઈપણ ખૂણેથી તેને એક્સેસ કરી શકશે.

Reliance AGM Mukesh Ambani unveils AI brainchild 'Jio Brain' at Reliance AGM

Reliance AGM Mukesh Ambani unveils AI brainchild 'Jio Brain' at Reliance AGM

News Continuous Bureau | Mumbai

Reliance AGM: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની 47મી વાર્ષિક સામાન્ય સભામાં ચેરમેન મુકેશ અંબાણીએ Jio ગ્રાહકોને એક શાનદાર ભેટ આપી છે. એજીએમમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ Jio AI ક્લાઉડ ઑફર શરૂ કરવાની જાહેરાત કરી છે જેમાં દરેક Jio વપરાશકર્તાને 100 GB ક્લાઉડ સ્ટોરેજ બિલકુલ મફત આપવામાં આવશે. મુકેશ અંબાણીએ કહ્યું કે, Jio AI-Cloud વેલકમ ઓફર આ વર્ષે દિવાળી પર લોન્ચ કરવામાં આવશે.

Join Our WhatsApp Community

Reliance AGM: 100 GB FPS ક્લાઉડ સ્ટોરેજ મળશે

મુકેશ અંબાણીએ કહ્યું, મને Jio AI ક્લાઉડ વેલકમ ઑફરની જાહેરાત કરતાં ખૂબ જ આનંદ થાય છે. Jio યુઝર્સને 100 GB FPS ક્લાઉડ સ્ટોરેજ મળશે જેમાં તેઓ તેમના ફોટા, વીડિયો, દસ્તાવેજો અને અન્ય ડિજિટલ સામગ્રી અને ડેટા સ્ટોર કરી શકશે. તેમણે કહ્યું કે, અમે આ વર્ષે દિવાળી પર Jio AI ક્લાઉડ વેલકમ ઑફર લૉન્ચ કરીશું, જેના દ્વારા અમે શક્તિશાળી અને સસ્તું સોલ્યુશન્સ લાવી રહ્યાં છીએ, જેમાં ક્લાઉડ ડેટા સ્ટોરેજ અને ડેટા સંચાલિત AI સેવાઓ દરેકને દરેક જગ્યાએ ઉપલબ્ધ હશે.

Reliance AGM:AI-રેડી ડેટા સેન્ટર સ્થાપવાની યોજના 

રિલાયન્સની AGM મીટિંગને સંબોધતા મુકેશ અંબાણીએ કહ્યું કે, Jio એવા ટૂલ્સ અને પ્લેટફોર્મ વિકસાવી રહ્યું છે જેમાં સમગ્ર AI લાઈફસાઈકલ જોવા મળશે, જેને Jio Brain નામ આપવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ કહ્યું કે, મને આશા છે કે રિલાયન્સની અંદર જિયો બ્રેઈનને સુધારીને અમે એક શક્તિશાળી AI સર્વિસ પ્લેટફોર્મ બનાવીશું, અમે જામનગરમાં ગીગાવોટ-સ્કેલનું AI-રેડી ડેટા સેન્ટર સ્થાપવાની યોજના બનાવી રહ્યા છીએ, જે સંપૂર્ણપણે રિલાયન્સ ગ્રીન ઊર્જા દ્વારા સંચાલિત હશે. અમારો ધ્યેય અહીં ભારતમાં જ વિશ્વની સૌથી વધુ સસ્તું AI ઇન્ફરન્સિંગ બનાવવાનો છે. આનાથી ભારતમાં AI એપ્લીકેશન વધુ સસ્તું અને દરેક માટે સુલભ બનશે.

આ સમાચાર પણ વાંચોઃ Reliance Share price : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 35 લાખ શેરધારકોને ભેટ આપશે, એક શેર પર મળશે આટલા બોનસ શેર

Reliance AGM:દુનિયાનો 8 ટકા મોબાઈલ ડેટા ટ્રાફિક એકલા Jioના નેટવર્ક પર ચાલે છે

મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સ જિયો દુનિયાની સૌથી મોટી મોબાઈલ ડેટા કંપની બની ગઈ છે, દુનિયાનો 8 ટકા મોબાઈલ ડેટા ટ્રાફિક એકલા Jioના નેટવર્ક પર ચાલે છે. આ આંકડો કેટલો મોટો છે તેનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે તે વિકસિત બજારો સહિત તમામ મોટા વૈશ્વિક ઓપરેટરો કરતાં વધુ છે. તેમણે કહ્યું કે કંપનીનો ગ્રાહક આધાર અને ડેટા વપરાશ સતત વધી રહ્યો છે. રિલાયન્સ જિયોને લોન્ચ થયાને માત્ર 8 વર્ષ થયા છે અને આ આઠ વર્ષમાં તેણે વિશ્વની સૌથી મોટી મોબાઈલ ડેટા કંપની બનવાની સિદ્ધિ હાંસલ કરી છે. ડિજિટલ હોમ સર્વિસના મામલે Jio વિશ્વની સૌથી મોટી કંપનીઓમાંની એક છે. Jio 3 કરોડથી વધુ ઘરોમાં ડિજિટલ સેવાઓ પ્રદાન કરે છે. JioAirFiberનું લક્ષ્ય દર 30 દિવસે 10 લાખ ઘરોને જોડીને રેકોર્ડ 10 કરોડ ઘરો સુધી પહોંચવાનું છે.

FIIs: દ્વારા બે મહિનામાં ભારતીય બજારમાંથી કરાયો અધધ આટલા કરોડ રૂપિયાનો ઉપાડ, જાણો શું છે કારણ?
EPFO 3.0: EPFO 3.0 શું છે અને ક્યારે લોન્ચ થશે? તેના લીધે થશે આટલા કરોડ કર્મચારીઓને ફાયદો
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Gold Price: જીએસટી સુધારાની જાહેરાત બાદ સોનાના ભાવમાં થયો આટલો ઘટાડો, જાણો રોકાણકારો માટે શું છે નિષ્ણાતોની સલાહ
Exit mobile version