Site icon

દેશની ટોપ 500 કંપનીઓની વેલ્યુ India GDP કરતા પણ વધુઃ આટલા લાખ કરોડ સાથે રિલાયન્સ દેશની સૌથી વધુ વેલ્યૂએબલ કંપની 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 13 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર. 

દેશની ૫૦૦ કંપનીઓની કુલ વેલ્યૂએશન ૨૨૮ લાખ કરોડ છે જે દેશની હાલની જીડીપી કરતાં પણ વધારે છે. ગુજરાતની ૩૭ કંપનીઓનું કુલ વેલ્યૂએશન ૧૫.૩૧ લાખ કરોડ છે. ગુજરાતની ટૉપ ૧૦ કંપનીઓના હેડક્વાર્ટર અમદાવાદમાં સ્થિત છે અને તે પૈકી ૫ કંપની અદાણી ગ્રુપની જ છે. કુલ વેલ્યૂએશન સામે રાજ્યની કંપનીઓનું વેલ્યૂએશન ૬.૭૧ ટકા થાય છે. કોવિડની મહામારી છતાંય ૫૦૦ કંપનીઓની કુલ વેલ્યૂમાં ૬૮ ટકાનો વધારો નોંધાયો છે. ટૉપ ૧૦ કંપનીઓની વેલ્યૂ ૭૨.૭ કરોડ છે જે કુલ કંપનીઓની વેલ્યૂના ૩૨ ટકા છે અને દેશના જીડીપીના ૩૭ ટકા છે. આ બધી કંપનીઓએ કર્મચારીઓના હિતમાં ૭ લાખ કરોડ વાપર્યા છે. આ ૫૦૦ કંપનીમાંથી દેશના કુલ કોર્પોરેટ ઇન્કમ ટેક્સ ૬૨ ટકા એટલે કે ૧.૯ લાખ કરોડ આવે છે. ૨૧ કંપનીઓ એવી છે જે ૧૦૦ વર્ષથી જૂની છે. ટૉપ ૧૦માં એક પણ કંપની ગુજરાતની નથી. ૧૬.૬૫ લાખ કરોડ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી વધુ વેલ્યૂએશન ધરાવતી કંપની છે જ્યારે ૧.૮૩ લાખ કરોડ સાથે સિરમ ઇન્સ્ટિટ્યૂટ સૌથી વધુ વેલ્યૂએશન ધરાવતી અન લિસ્ટેડ કંપની છે. બ્રાઇટકોમ ગ્રુપ ૨૭૯૧ ટકા ગ્રોથ સાથે સૌથી ઝડપથી વેલ્યૂએશન વધારતી કંપની બની છે. વિશેષમાં ૧.૩૫ લાખ કરોડ સાથે બાઇજૂસ મોસ્ટ વેલ્યૂએબલ કંપની છે. ટાટા ગ્રુપે સૌથી વધુ કંપનીઓનો શુભારંભ કરાવ્યો તથા ૫.૦૭ લાખ કર્મચારીઓ સાથે ટાટા કન્સ્ટલટન્ટ સર્વિસ સૌથી વધુ રોજગારી આપતી કંપની છે. નંબર ૧ ટેક્સપેયર પણ ટીસીએસ છે. ૫૩૭૩૯ કરોડ સાથે રિલાયન્સ મોસ્ટ પ્રોફિટેબલ કંપની છે.હુરુન ઈન્ડિયા ૨૦૨૧ દ્વારા ‘ઇન સર્ચ ઓફ ઇન્ડિયાઝ મોસ્ટ વેલ્યૂએબલ કંપનીઝ’ની યાદી જાહેર કરવામાં આવી છે. આ રિપોર્ટમાં દેશની કુલ ૫૦૦માંથી ગુજરાતની ૩૭ કંપનીઓ થાય છે અને તે પાંચમા ક્રમે છે. આ યાદીમાં મહારાષ્ટ્ર ૨૦૦ કંપની સાથે પ્રથમ સ્થાને છે. બીજા સ્થાને ૫૩ કંપની સાથે કર્ણાટક, ત્રીજા સ્થાને ૪૪ કંપની સાથે તમિલનાડુ અને ચોથા સ્થાને ૩૯ કંપની સાથે હરિયાણા છે.

વિકી કૌશલ અને કેટરિના કૈફે કંગના રનૌતને મોકલી લગ્નની ભેટ, અભિનેત્રીનો ફોટો શેર કરી ને કહી આ વાત ; જાણો વિગત
 

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version