Site icon

બિગ બજાર અને રિલાયન્સ નો સોદો ફોક થયો? બજારમાં જોરદાર હવા… જાણો વિગત

News Continuous Bureau | Mumbai  

દેશની પ્રખ્યાત બ્રાન્ડ બીગબઝાર(Big Bazaar) સ્ટોરના માલિકી હવે મુકેશ અંબાણી(Mukesh Ambani) પાસે જતા જતા રહી ગઈ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance industries)અને ફ્યુચર ગ્રુપ(future group) વચ્ચેનો સોદો(deal cancel) ફોક થયો હોવાનો અહેવાલ આવી રહ્યા છે.  

Join Our WhatsApp Community

મીડિયામાં આવેલા અહેવાલ મુજબ રિલાયન્સે (Reliance industries) શનિવારે માહિતી આપી હતી કે ફ્યૂચર ગ્રુપ (future group)સાથેની તેમની રૂ. 24713 કરોડની ડીલ હવે આગળ નહીં વધી શકે. કંપનીએ જણાવ્યું કે ગ્રુપના સિક્યોર્ડ ક્રેડિટલ્સે તેની વિરુદ્ધ વોટિંગ કર્યું હતું. એટલે કે ફ્યુચર ગ્રુપ ની ફ્યુચર રિટેલને ખરીદવા રિલાયન્સની રિટેલ યુનિટ્સ વચ્ચે જે રૂ. 24713 કરોડ રૂપિયાની ડીલ થઈ હતી તે ફગાવી દેવાઈ છે.

મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ, મુકેશ અંબાણી(Mukesh Ambani)ની માલિકી કંપનીએ ફ્યૂચર ગ્રૂપ(future group)ની ફ્યૂચર રિટેલ (future retail)અને અન્ય લિસ્ટેડ કંપનીઓ તેના શેરધારકો તથા ક્રેડિટર્સને ડીલને મંજૂરી આપવા પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જોકે આ પ્રસ્તાવ ફગાવી દેવાયો હતો. 

શુક્રવારે ફ્યુચર રિટેલ લિમિટેડના સિક્યોર્ડ ક્રેડિટર્સે ડીલ વિરુદ્ધ વોટિંગ કર્યું હતું, જેના બાદ શનિવારે આ ડીલથી રિલાયન્સે પીછેહઠ કરવી પડી હોવાનું કહેવાય છે. ફ્યૂચર ગ્રૂપને લોન આપનારા ક્રેડિટર્સે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance industries)અને ફ્યુચર રિટેલ એસેટ(future retail asset) વચ્ચે 24730 કરોડ રૂપિયાની ડીલ ફગાવાઈ હતી.
મીડિયાના અહેવાલ મુજબ આ બેઠકમાં સરકારી બેન્કના એક અધિકારીના કહેવા મુજબ રિલાયન્સ દ્વારા રજૂ કરાયેલી અરેન્જમેન્ટ સ્કીમ વિરુદ્ધ તમામ ક્રેડિટર્સોએ વોટિંગ કર્યું હતું. 

રિલાયન્સ અને ફ્યુચર વચ્ચે થયેલી ડીલ પર શેરહોલ્ડર્સ તથા લેન્ડર્સની મંજૂરી લેવા માટે ફ્યુચર ગ્રુપથી રિલેટેડ કંપનીઓને આ અઠવાડિયે બે અલગ અલગ બેઠકો કરી હતી. શુક્રવારે બેઠક બાદ ફ્યુચર ગ્રુપે જણાવ્યું કે શેરધારકો તથા અને સેફ લેન્ડરોએ આ ડીલને માની લીધી પણ સિક્યોર્ડ ક્રેડિટર્સે આ પ્લાનને ફગાવી દીધો હતો. તેના બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ડીલને રદ કરી નાખી હતી. 

આ સમાચાર પણ વાંચો :  એક અઠવાડિયા પછી હોટલની ડીશના ભાવ વધશે. આ છે કારણ. જાણો વિગતે.

ફ્યુચર ગ્રુપે ઓગસ્ટ 2020માં રિલાયન્સ ગ્રુપની કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ સાથે 24713 કરોડ રૂપિયાના વિલયની સમજૂતીની જાહેરાત કરી હતી. આ સમજૂતી હેઠળ રિટેલ, જથ્થાબંધ, લોજિસ્ટિક્સ તથા ભંડારણ એકમોમાં ફ્યુચર ગ્રુપની 19 કંપનીઓને રિલાયન્સ રિટેલ અધિગ્રહણ કરવાની હતી.

અહીં ઉલ્લેખનીય છે કે  2019માં એમેઝોને 1500 કરોડ રૂ.માં ફ્યુચર કૂપન(ફ્યુચર ગ્રુપની હોલ્ડિંગ કંપની)માં 49 ટકા ભાગીદારી ખરીદી હતી. આ ડીલ હેઠળ એમેઝોનને 3થી 10 વર્ષમાં ફ્યૂચર રિટેલમાં ભાગીદારી ખરીદવાનો અધિકાર મળ્યો હતો પણ 2020માં ફ્યૂચર ગ્રૂપે રિટેલ, હોલસેલ(Whole sale) અને લોજિસ્ટિક્સ(Logistic) બિઝનેસને રિલાયન્સ રિટેલને(reiance retail) 24713 કરોડ રૂપિયામાં વેચવાની જાહેરાત કરી. ત્યારથી  એમેઝોન અને રિલાયન્સ વચ્ચે ફ્યૂચર ગ્રુપની ખરીદીને લઈને વિવાદ શરૂ થયો હતો.

Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Exit mobile version