Site icon

રિલાયન્સ ફાઉન્ડેશન ભારતમાં જેન્ડર ડિજિટલ ડિવાઇડને સમાપ્ત કરવા W-DDP અને USAID સાથે નવી ભાગીદારીની જાહેરાત કરે છે

મુંબઈ, 13 ઓગસ્ટ, 2020

ભારતમાં જેન્ડર ડિજિટલ ડિવાઇડને સમાપ્ત કરવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન અને યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID)ના વુમન્સ ગ્લોબલ ડેવલપમેન્ટ એન્ડ પ્રોસ્પેરિટી (W-GDP) ફંડ હેઠળ સાથે મળીને કામ કરશે. ગઇકાલે W-GDPના એક કાર્યક્રમ દરમિયાન આ ભાગીદારીની જાહેરાત કરવામાં આવી હતી, જેની યજમાની અમેરિકાના નાયબ વિદેશ મંત્રી સ્ટીફન બિગને કરી હતી અને તેમાં અમેરિકી પ્રેસિડેન્ટના સલાહકાર ઇવાન્કા ટ્રમ્પ તથા USAIDના ડેપ્યૂટી એડમિનિસ્ટ્રેટર બોની ગ્લિક ખાસ હાજર રહ્યા હતા. આ ઇવેન્ટને www.state.gov પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવી હતી. 

Join Our WhatsApp Community

પ્રેસિડેન્ટ ટ્રમ્પના સલાહકાર ઇવાન્કા ટ્રમ્પે કહ્યું હતું કે, "મહિલાઓના આર્થિક સશક્તિકરણને આગળ વધારવા માટે એકદમ નવીન કાર્યક્રમો તૈયાર કરવા અને તેનું મોટાપાયે અમલીકરણ કરવા માટે W-GDP ફંડની રચના કરવામાં આવી હતી. અમે અમેરિકી સરકાર અને ખાનગી ક્ષેત્રના સંસાધનો અને કૌશલ્યનો લાભ લઈ રહ્યા છીએ જેનાથી જે સમુદાયો સુધી પહોંચવામાં આવ્યું છે તેમાં થયેલા કાર્યોની અસરો લાંબો સમય સુધી ટકે અને લાંબા ગાળાના લાભ આપી શકે."

USAIDના એક્ટિંગ એડમિનિસ્ટ્રેટર જોહ્ન બર્સાએ કહ્યું હતું કે "આપણે જો અડધી વસ્તીને તરછોડી દઈએ તો વૈશ્વિક સમૃદ્ધિનું કાર્ય આપણી પહોંચથી બહાર રહી જાય. યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID)માં અમે માનીએ છીએ કે માનવ વિકાસમાં આમૂલ પરિવર્તન માટે મહિલાઓમાં મૂડીરોકાણ કરવું ચાવીરૂપ છે. USAIDનું W-GDP ફંડ સ્ત્રી-પુરુષ વચ્ચેની આર્થિક અસમાનતાની ખાઈ પૂરવા માટેના નવીન ઉકેલોને આર્થિક મદદ પૂરી પાડે છે અને અમારા સહયોગીઓને આત્મનિર્ભરતા હાંસલ કરવામાં મદદ કરે છે."

આ ઇવેન્ટમાં વર્ચ્યુઅલ વીડિયો સંદેશો આપતાં રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષા શ્રીમતી નીતા એમ. અંબાણીએ કહ્યું હતું કે, "રિલાયન્સ ફાઉન્ડેશનની USAID સાથેની ભાગીદારી થકી W-GDP સાથેના જોડાણની જાહેરાત કરતાં હું આનંદ અને ગર્વ અનુભવું છું. અમે વર્ષ 2020ના અંત પહેલા સમગ્ર ભારતમાં W-GDP વુમનકનેક્ટ ચેલેન્જનો પ્રારંભ કરીશું. આ ભાગીદારીના કેન્દ્ર સ્થાને સ્ત્રી-પુરુષ વચ્ચેની અસમાનતા અને તેમની વચ્ચે ડિજિટલ ડિવાઇડની ખાઈ પૂરવા માટેના અમારા સમાન લક્ષ્યો પર કામ કરીશું." 

W-GDP વુમન્સ કનેક્ટ ચેલેન્જ (WCC) કાર્યક્રમ સ્ત્રી-પુરુષ વચ્ચે પ્રવર્તતી ડિજિટલ ક્ષેત્રની અસમાનતા દૂર કરવા ખાનગી ક્ષેત્રના નેતૃત્વમાં કાર્યો થશે, આ ક્ષેત્રે વેપારની તકોને વિસ્તારવામાં આવશે અને મહિલાઓના સશક્તિકરણ પર ધ્યાન આપવામાં આવશે. આ કાર્યક્રમના ભાગરૂપે W-GDP રિલાયન્સ ફાઉન્ડેશન સાથે સહયોગ સાધીને WCC અંતર્ગત ભારતમાં જરૂરી કાર્યક્રમો આપવામાં આવશે અને W-GDP WCCના ભૂતકાળના કાર્યોમાંથી પણ બોધપાઠ લેવામાં આવશે. 

વર્ષ 2016માં રિલાયન્સે જિયોનો પ્રારંભ કર્યો છે — આ ટેક્નોલોજી ઇકોસિસ્ટમનો 1.3 અબજ ભારતીયોના જીવનમાં ઉદય થતાં સમગ્ર ભારતમાં એક સાથે એક સરખું પરિવર્તન આવ્યું છે જેની પહેલા ક્યારેય કલ્પના કરી શકાય તેમ નહોતી. આજે જિયો ભારતમાં ડિજિટલ સેવા આપતી સૌથી મોટી કંપની છે અને વિશ્વમાં બીજા સ્થાને છે. જિયોમાં 120 મિલિયન મહિલા ઉપયોગકર્તા છે અને તેમની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ વર્ષે રિલાયન્સ ફાઉન્ડેશન તેની સ્થાપનાનું 10મું વર્ષ ઉજવી રહ્યું છે અને ગત એક દાયકા દરમિયાન 36 મિલિયન ભારતીયોના જીવનમાં પરિવર્તનશીલ સ્પર્શ કરવામાં આવ્યો છે. જિયો અને રિલાયન્સ ફાઉન્ડેશન સાથે મળીને જેન્ડર ડિજિટલ ડિવાઇડ દૂર કરવા ભારતમાં W-GDPની પહેલમાં અભૂતપૂર્વ યોગદાન આપશે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Amazon Layoffs: એમેઝોન લે-ઓફ: કંપનીએ જણાવ્યું મોટા પાયે કર્મચારીઓની છટણીનું કારણ
LPG: નિયમોમાં ફેરફાર: LPG, આધાર કાર્ડથી GST સુધી… આજથી લાગુ થતા આ મોટા નિયમો, તમારા માસિક બજેટ પર થશે અસર
Gold Price: સોના-ચાંદીના ભાવ ગગડ્યા! ૧૩ દિવસમાં સોનું ૧૧,૬૨૧ અને ચાંદી ૩૨,૫૦૦ સસ્તી, જાણો આજના લેટેસ્ટ રેટ.
UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Exit mobile version