ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ફેબ્રુઆરી 2022
શનિવાર
સેબીએ રિલાયન્સ ગ્રુપના ચીફ અનિલ અંબાણી સામે મોટી કાર્યવાહી કરી છે.
સેબીએ અનિલ અંબાણી અને તેમની કંપની રિલાયન્સ હોમ ફાઈનાન્સ લિમિટેડને કથિત છેતરપિંડીની પ્રવૃત્તિઓ માટે સિક્યોરિટી માર્કેટમાંથી પ્રતિબંધિત કર્યો છે.
આ સિવાય સેબીએ અમિત બાપના, રવીન્દ્ર સુધાકર અને પિંકેશ શાહ સામે પણ આવી જ કાર્યવાહી કરી છે.
નિયમનકારે, તેના વચગાળાના આદેશમાં જણાવ્યું કે, એન્ટિટીઓને સેબીમાં નોંધાયેલ કોઈપણ મધ્યસ્થી, કોઈપણ લિસ્ટેડ જાહેર કંપની અથવા કોઈપણ જાહેર કંપનીના કાર્યકારી નિર્દેશકો/પ્રમોટર્સ કે જે મૂડી એકત્ર કરવાનો ઈરાદો ધરાવે છે તેની સાથે પોતાને જોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ આગામી આદેશ સુધી છે.
