Site icon

Reliance Industries: મુકેશ અંબાણીએ નવી પેઢીને સોંપી કમાન, આકાશ-ઈશાને RIL બોર્ડમાં આપી આ મોટી જવાબદારી, નીતા અંબાણી થયા બહાર..

Reliance Industries: કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીની નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂકને મંજૂરી આપી છે. જો કે, મુકેશ અંબાણી Jio પ્લેટફોર્મના ચેરમેન તરીકે ચાલુ રહ્યા. રિલાયન્સ જિયો ઈન્ફોકોમ આ હેઠળ આવે છે.

Reliance Industries: Ambani scions to join Reliance board; All you need to know about Akash, Isha and Anant Ambani

Reliance Industries: મુકેશ અંબાણીએ નવી પેઢીને સોંપી કમાન, આકાશ-ઈશાને RIL બોર્ડમાં આપી આ મોટી જવાબદારી, નીતા અંબાણી થયા બહાર..

News Continuous Bureau | Mumbai

Reliance Industries: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(Reliance Industries)ના બોર્ડમાં મોટા ફેરફારો થયા છે. આ બોર્ડમાં આકાશ, અનંત અને ઈશા અંબાણી(Akash, Isha and Anant Ambani)ને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સે (Board of Directors) ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીની નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂકને મંજૂરી આપી દીધી છે. તે જ સમયે, નીતા અંબાણી બોર્ડમાંથી બહાર છે. જો કે નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન તરીકે ચાલુ રહેશે. 

Join Our WhatsApp Community

આ દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડો થયો છે. કંપનીનો શેર મામૂલી ઘટાડા સાથે રૂ. 2,462.20 પર ટ્રેડ કરી રહ્યો છે. અહીં, Jio Financeના શેરમાં થોડો વધારો થયો છે અને કંપનીનો શેર રૂ.216 પર ટ્રેડ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આ 46મી વાર્ષિક સામાન્ય સભા (AGM) છે.

RILએ શું કહ્યું

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે શેરબજારને આપેલી નોટિસમાં જણાવ્યું હતું કે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક વાર્ષિક સામાન્ય સભા (AGM) પહેલા થઈ હતી. તેણે ઈશા, આકાશ અને અનંતની નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂકને મંજૂરી આપી. ગયા વર્ષે, પીઢ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ તેમના મોટા પુત્ર આકાશ અંબાણીને દેશની સૌથી મોટી મોબાઇલ કંપની, રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન બનવાનો માર્ગ સાફ કર્યો હતો. જો કે, મુકેશ  અંબાણી Jio પ્લેટફોર્મના ચેરમેન તરીકે ચાલુ રહ્યા. રિલાયન્સ જિયો ઈન્ફોકોમ આ હેઠળ આવે છે. આકાશની જોડિયા બહેન ઈશા, રિલાયન્સના રિટેલ યુનિટ માટે અને નાના પુત્ર અનંતને ન્યુ એનર્જી બિઝનેસ માટે પસંદ કરવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Urban Green Mission : શહેરી વિસ્તારમાં બાગાયતનો વ્યાપ વધારવા ગુજરાત સરકારની વધુ એક નવી યોજના, આ કામની આપશે તાલીમ..

10 વર્ષમાં 150 અબજ ડોલરનું રોકાણ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ સોમવારે જણાવ્યું હતું કે કંપનીએ છેલ્લા 10 વર્ષમાં કુલ $150 બિલિયનનું રોકાણ કર્યું છે. આ સમયગાળા દરમિયાન કોઈપણ કંપનીનું આ સૌથી વધુ રોકાણ છે. કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં અંબાણીએ કહ્યું કે રિલાયન્સ ઉભરતા નવા ભારતમાં અગ્રેસર છે. અમે અશક્ય લક્ષ્યો નક્કી કર્યા અને તેને હાંસલ કર્યા છે.

એર ફાઇબરની ભેટ

આ પહેલા મુકેશ અંબાણીએ રિલાયન્સની એજીએમમાં ​​ઘણી મહત્વની જાહેરાત કરી હતી. જિયોનું એર ફાઈબર ગણેશ ચતુર્થીના દિવસે એટલે કે 19 સપ્ટેમ્બરે લોન્ચ થશે. Jio Air Fiber 5G નેટવર્ક અને અત્યાધુનિક વાયરલેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘરો અને ઓફિસોમાં વાયરલેસ બ્રોડબેન્ડ સેવા પ્રદાન કરશે.

 

Gold price drop: સોનું ખરીદનારાઓ માટે ખુશીના સમાચાર: જાપાનીઝ માર્કેટની અસરથી સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી
India-China Steel Dispute: ભારતનો ચીન પર મોટો પ્રહાર: સસ્તા ચીની સ્ટીલની હવે ખેર નથી! સરકારે લાદી ભારે ટેક્સ ડ્યુટી, જાણો ભારતીય ઉદ્યોગોને શું થશે ફાયદો?
Kingfisher Airlines employee salary: EDનો મોટો ધડાકો: કિંગફિશર એરલાઇન્સના કર્મચારીઓને મળશે હકનો પગાર, ₹311 કરોડના ફંડને મળી લીલી ઝંડી
India Oman Trade Deal: ગલ્ફ દેશોમાં ભારતની મોટી એન્ટ્રી: ઓમાન સાથેની ડીલથી ખુલશે આરબ દેશોના વેપારના દરવાજા, જાણો ભારતને શું થશે ફાયદો?
Exit mobile version