Site icon

Reliance Industries: રિયાલન્સ રિટેલ હવે સસ્તા ઈલેક્ટ્રોનિક વેચીને, ફરી Jio Phone પ્લાનની જેમ માર્કેટમાં ધૂમ મચાવવા તૈયાર.

Reliance Industries: હાલમાં દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સે કપડા, ઈન્ટરનેટથી લઈને શાકભાજી સુધી દરેક શહેરમાં કરોડો રૂપિયાનો બિઝનેસ ખોલ્યો છે. હવે મુકેશ અંબાણી ઈલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સ બિઝનેસ માટે તેની તૈયારી કરી રહ્યા છે. મુકેશ અંબાણી આમાં એસી, કુલર, ફ્રીજ અને ટીવી સસ્તામાં વેચશે.

Reliance Industries Reliance Retail is now ready to make a splash in the market like JioPhone plans by selling cheap electronics

Reliance Industries Reliance Retail is now ready to make a splash in the market like JioPhone plans by selling cheap electronics

News Continuous Bureau | Mumbai 

Reliance Industries: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ( RIL ) ભારતીય કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સિસ માર્કેટમાં બહુરાષ્ટ્રીય કોર્પોરેશનોના વર્ચસ્વને વિક્ષેપિત કરવા માટે યોજના બનાવી રહી છે. એમ ધ ઇકોનોમિક ટાઇમ્સનો અહેવાલ જણાવે છે. આ માટે રિલાયન્સ રિટેલની Wyzr નામની નવી બ્રાન્ડ , સંપૂર્ણ ભારતમાં બનાવવામાં આવી રહી છે. Wyzr સાથે, રિલાયન્સ કથિત રીતે દેશમાં હોમ એપ્લાયન્સ માર્કેટમાં વર્ચસ્વ ધરાવવાની યોજના બનાવી રહ્યું છે. કંપની Wyzr સાથે મેક-ઈન-ઈન્ડિયા વેવ પર સવારી કરીને ભારતમાં જીયો પ્લાનની જેમ સમાન સફળતા હાંસલ કરવાનો લક્ષ્યાંક હોવાનું કહેવાય છે.

Join Our WhatsApp Community

રિલાયન્સે અગાઉ MNC-પ્રભુત્વ ધરાવતા ફીચર ફોન માર્કેટમાં ભારતને જીઓ ફોન ( Jio phone ) આપીને સમ્રગ માર્કેટમાં ધુમ મચાવી દીધી હતી. આવી રીતે જ મેક-ઈન-ઈન્ડિયા વેવ પર સવાર થઈને ઈલેક્ટ્રોનિક્સ માર્કેટમાં સફળતાનો લક્ષ્ય હાંસિલ કરવા માંગે છે.

RIL ( Reliance Retail ) કથિત રીતે Wyzr માટે સ્થાનિક ઉત્પાદકો ડિક્સન ટેક્નોલોજીસ અને મિર્ક ઈલેક્ટ્રોનિક્સ, ઓનિડાની પેરેન્ટ કંપની સાથે ઉત્પાદન કરારને અંતિમ સ્વરૂપ આપી રહી છે.

Reliance Industries: રિલાયન્સ રિટેલ પોતાનો જ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે..

ને બજારમાં સ્થાન મેળવ્યા પછી જો બધુ ઠીક રહ્યું તો રિલાયન્સ રિટેલ Wyzr હેઠળ પોતાની જ મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ સ્થાપિત કરવાની યોજના બનાવી રહી છે. જેમાં વોશિંગ મશીન, રેફ્રિજરેટર્સ, એર કંડિશનર્સ, નાના ઉપકરણો અને એલઇડી બલ્બ્સ, જેવા ઉત્પાદનો રિલાયન્સ Wyzr હેઠળ આંતરિક રીતે ડિઝાઇન કરવા અને વિકસાવવા માંગે છે.

આ સમાચાર પણ વાંચો :  Stock Market Opening: શેરબજારની શાનદાર શરૂઆત, સેન્સેક્સ 74,000 ની નજીક અને નિફ્ટી 22500 ની નજીક ખુલ્યો… આ શેરોમાં જોરદાર ઉછાળો..

ડિસ્ટ્રિબ્યુશન સ્ટ્રેટેજી અને ટાર્ગેટ માર્કેટ વિશે વાત કરીએ તો Wyzr પ્રોડક્ટ્સ રિલાયન્સ ડિજિટલ સ્ટોર્સ, સ્વતંત્ર ડીલર્સ, પ્રાદેશિક રિટેલ ચેન અને એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા ઉપલબ્ધ થશે. તેમજ JioMart Digital (JMD), જે ઇલેક્ટ્રોનિક્સના B2B વિતરણનું સંચાલન કરે છે, તે Wyzrને અન્ય સ્ટોર્સમાં લાવવામાં, તેમના વધતા વેપારી આધારનો લાભ ઉઠાવવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. Wyzr માટેનું લક્ષ્ય બજારમાં બજેટ ફેડ્રલી ગ્રાહકો છે. ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ Wyzr ઉત્પાદનોની કિંમત એલજી, સેમસંગ અને વ્હર્લપૂલ જેવી સ્થાપિત બ્રાન્ડ્સ સામે સ્પર્ધાત્મક રીતે ઓછી હોય અને જે ગ્રાહનોને આકર્ષિત કરે તે રીતે નક્કી કરવામાં આવશે.

જો કે, ઈલેક્ટ્રોનિક્સ માર્કેટમાં ( electronics market ) રિલાયન્સનું આ પ્રથમ પ્રવેશ નથી. તેઓએ અગાઉ પણ રીકનેક્ટ બ્રાન્ડ લોન્ચ કરી હતી, પરંતુ મર્યાદિત માર્કેટિંગ પ્રયાસો સાથે તૃતીય-પક્ષ ડિઝાઇન અને ઉત્પાદન પર નિર્ભરતાને કારણે તેને મર્યાદિત સફળતા મળી હતી.

Reliance Industries: રિલાયન્સ મેનેજમેન્ટને લાગે છે કે, હોમ એપલાયન્સ માટે તેને તેની પોતાની બ્રાન્ડની જરૂર છે..

રિલાયન્સ રિટેલ હજુ પણ એસેસરીઝ માટે રીકનેક્ટ બ્રાન્ડનો ઉપયોગ કરે છે. તેણે થોડાં વર્ષો પહેલાં BPL અને કેલ્વિનેટર બ્રાન્ડ્સ માટે લાયસન્સ મેળવ્યું હતું અને કોઈ નોંધપાત્ર બજારહિસ્સો મેળવ્યા વિના કેટલાક સસ્તા ટીવી, રેફ્રિજરેટર અને વૉશિંગ મશીન મૉડલો લૉન્ચ કર્યા હતા. આ ઉત્પાદનો ડિક્સન, મિર્ક અને પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ જેવી કંપનીઓ દ્વારા સ્થાનિક રીતે ડિઝાઇન અને ઉત્પાદિત કરવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક ટીસીએલ, મિડિયા અને તોશિબા દ્વારા ઉત્પાદિત ચીન અને ઇન્ડોનેશિયામાંથી આયાત કરવામાં આવ્યા હતા.

જો કે, રિલાયન્સ મેનેજમેન્ટને લાગે છે કે, હોમ એપલાયન્સ માટે તેને તેની પોતાની બ્રાન્ડની જરૂર છે. જ્યાં તે આ ઈલેક્ટ્રોનિક્સ માર્કેટમાં પણ પોતાનો દબોદબો બનાવી રાખવા માટે પ્રોડક્ટ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગને નિશ્ચિતપણે નિયંત્રિત કરી શકે.

આ સમાચાર પણ વાંચો : Israel-Hamas War: અમેરિકાની યુનિવર્સિટીઓમાં ગાઝાના સમર્થનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન, હાર્વર્ડ યુનિવર્સિટીમાં ફરકાવ્યો પેલેસ્ટાઈનનો ધ્વજ; જુઓ વિડિયો..

RIL તેના અગાઉના ભૂલોમાંથી શીખ લીધી હોય તેવું લાગે છે. તેથી જ Wyzr વધુ વ્યાપક અભિગમનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં ઇન-હાઉસ ડિઝાઇન, ભાગીદારી અને સંભવિત ભાવિ સુવિધાઓ દ્વારા ઉત્પાદન પર નિયંત્રણ અને વ્યાપક વિતરણ નેટવર્ક બનાવવાની યોજના ધરાવે છે.
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
UPI: NPCI એ વધારી P2M મર્યાદા, હવે UPI દ્વારા થશે આટલા લાખ રૂપિયા સુધીના વ્યવહાર, જાણો વિગતે
Exit mobile version