Site icon

Reliance IPO: રિલાયન્સ લાવી રહ્યું છે દેશનો સૌથી મોટો IPO, LICનો રેકોર્ડ તોડી રચશે ઇતિહાસ.. જાણો વિગતે..

Reliance IPO: દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયો અત્યાર સુધીનો સૌથી મોટો IPO લાવી શકે છે. તેનું કદ 55 હજાર કરોડ રૂપિયાથી વધુ હોઈ શકે છે. આવી સ્થિતિમાં સરકારી કંપની LICનો રેકોર્ડ તૂટી શકે છે.

Reliance IPO Reliance is bringing country's biggest IPO, will break LIC's record and create history..

Reliance IPO Reliance is bringing country's biggest IPO, will break LIC's record and create history..

 News Continuous Bureau | Mumbai

Reliance IPO: દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ( Mukesh Ambani ) પણ હવે IPOની રેસમાં ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો ઈન્ફોકોમ IPO લાવવાની તૈયારી કરી રહી છે. રિપોર્ટમાં આઈ.પી.ઓ ફંડના કદ અંગે પણ સંકેત આપવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે તે રૂ. 55,000 કરોડથી પણ મોટું હોઈ શકે છે. 

Join Our WhatsApp Community

દેશના સૌથી મોટા આઈપીઓનો રેકોર્ડ હાલમાં એલઆઈસીના નામે છે. સરકારી વીમા કંપની એલઆઈસી મે 2022માં તેનો આઈપીઓ લાવી હતી, જેનું કદ લગભગ 21 હજાર કરોડ રૂપિયા હતું. એલઆઈસીએ ભારતના સૌથી મોટા આઈપીઓના મામલામાં પેટીએમની પેરેન્ટ કંપની વન97 કોમ્યુનિકેશન્સ પાસે રહેલો રેકોર્ડ પણ તોડ્યો હતો, જે નવેમ્બર 2021માં 18,300 કરોડ રૂપિયાનો આઈપીઓ લઈને આવ્યો હતો.

Reliance IPO:  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમ આ વર્ષે ઓગસ્ટમાં યોજાવાની છે….

હવે બે વર્ષના ગાળા બાદ એલઆઈસીનો સૌથી મોટો આઈપીઓનો રેકોર્ડ પણ તૂટી શકે છે. રિલાયન્સ જિયોનો ( Reliance Jio Infocomm ) આઈપીઓ આવે તે પહેલા જ તે રેકોર્ડ તૂટી શકે છે. જેમાં દક્ષિણ કોરિયાની ઓટો કંપની હ્યુન્ડાઇ પણ તેની સ્થાનિક પેટાકંપની હ્યુન્ડાઇ ઇન્ડિયાનો આઇપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. આઈપીઓ માટે હ્યુન્ડાઇ ઇન્ડિયાએ સેબીમાં ડ્રાફ્ટ ફાઇલ પણ કર્યો છે. ડ્રાફ્ટ અનુસાર હ્યુન્ડાઇ ઇન્ડિયાનો આઇપીઓ 25,000 કરોડ રૂપિયા સુધીનો હોઇ શકે છે.

આ સમાચાર પણ વાંચો  : Amit Shah: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદ, ગુજરાતમાં અમીન PJKP વિદ્યાર્થી ભવનનું ઉદ્ઘાટન કર્યું, આધુનિક મલ્ટિસ્પેશિયાલિટી SLiMS હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કર્યું

રિલાયન્સ જિયોના ( Reliance Jio IPO ) પ્રસ્તાવિત આઈપીઓ વિશે વાત કરીએ તો વિશ્લેષકોનું માનવું છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ( Reliance Industries )  વાર્ષિક જનરલ સભામાં સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમ આ વર્ષે ઓગસ્ટમાં યોજાવાની છે. જેફરીઝના જણાવ્યા પ્રમાણે ટેરિફમાં વધારો અને 5જી મોનેટાઈઝેશન બાદ જિયોની વેલ્યુ વધીને હવે 11.11 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. જો કંપની આઈપીઓમાં ઓછામાં ઓછો 5 ટકા હિસ્સો વેચે છે તો તેનું કદ 55,500 કરોડ રૂપિયા થઈ શકે છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

 

Benjamin Netanyahu: ભારત-ઇઝરાયલ મૈત્રી વધુ મજબૂત થશે; વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે
Crypto Market Crash: ક્રિપ્ટોકરન્સીમાં કોહરામ: રોકાણકારોની જંગી વેચવાલીથી બજાર તૂટ્યું, જાણો માર્કેટ ક્રેશ પાછળનું મોટું કારણ
Donald Trump: પુતિનનો મોટો સંકેત: ટ્રમ્પના ૨૮-પોઇન્ટ પીસ પ્લાન પર રશિયન રાષ્ટ્રપતિએ આપી લીલી ઝંડી, યુદ્ધ સમાપ્તિની આશા
Donald Trump: રાજકીય ડ્રામા: ટ્રમ્પ અને મમદાની વચ્ચે ‘ફાસિસ્ટ vs જિહાદી’ની લડાઈ! આકરા આરોપો બાદ બંનેના બદલાયા સૂર
Exit mobile version