Site icon News Continuous Bureau | Mumbai

જિયોએ બનાવ્યો બીજો રિકોર્ડ, અધધ આટલા કરોડ ગ્રાહકોનો આંકડો પાર કરનારી પહેલી ટેલિકોમ કંપની બની…જાણો વિગતે..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
13 ઓક્ટોબર 2020
રિલાયન્સ જિયો 40 કરોડ ગ્રાહકોનો આંકડો પાર કરનારી દેશની પહેલી મોબાઇલ સર્વિસ પ્રોવાઈડર બની ગઈ છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઈન્ડિયા એટલે કે ટ્રાઈના એક રિપોર્ટ અનુસાર કંપનીએ જુલાઇમાં 35 લાખ જેટલા નવા યુઝરો ઉમેર્યા છે. રિપોર્ટ અનુસાર કુલ દેશમાં ટેલિકૉમ યુઝરોની કુલ સંખ્યા જુલાઈમાં સહેજ વધીને 116.4 મિલિયન થઈ ગઈ છે. જે ગત જુલાઈ મહિના માં આ સંખ્યા 116 કરોડ હતી.


ટ્રાઇના ડેટા અનુસાર, રિલાયન્સ જિયો પાસે હાલમાં ભારતના મોબાઇલ માર્કેટમાં 35.03 ટકા હિસ્સો છે અને તેની પાસે 40,08,03,819 ગ્રાહકો છે. ભારતી એરટેલ અને BSNLએ જુલાઈમાં અનુક્રમે 32.6 લાખ અને 3.88 લાખ મોબાઇલ ગ્રાહકો ઉમેર્યા છે. જયારે, વોડાફોન આઈડિયાએ 37 લાખ ગ્રાહકો ગુમાવ્યા છે. જુલાઈમાં 5,457 મોબાઇલ ગ્રાહકો એમટીએનએલ માંથી છૂટા થયા છે.

Join Our WhatsApp Channel

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના માસિક સબ્સ્ક્રાઇબર્સ રિપોર્ટ અનુસાર, જુલાઈમાં ભારતમાં મોબાઇલ ફોન કનેકશન વધીને 144.4 કરોડ થઈ ગયા છે. જે જૂન મહિનામાં 114 કરોડ હતા. આ સમયગાળા દરમિયાન, શહેરી જોડાણોની સંખ્યા 61.9 કરોડ હતી અને ગ્રામીણ જોડાણોની સંખ્યા 52.1 કરોડ હતી.

RBI Policy Impact On Bank FDs મોંઘી થશે લોન પણ અહીં વધશે કમાણી! RBI ના નિર્ણયથી બેન્કમાં જમા FD પર શું થશે અસર? જાણો રોકાણકારો માટેની તક
Inflation And Repo Rate Connection RBI Formula મોંઘવારી અને રેપો રેટ વચ્ચે શું છે કનેક્શન? કેવી રીતે કામ કરે છે RBI ની આ ફોર્મ્યુલા; જાણો વિગતવાર ગણિત
RBI Governor On Small MDR Fee UPI શું ૧૫ ઓક્ટોબરથી UPI પેમેન્ટ ઘટી જશે? MDR ચાર્જની ચિંતાઓ વચ્ચે RBI ગવર્નરનો મોટો ખુલાસો જાણો સામાન્ય ગ્રાહક પર શું અસર થશે
Airtel Hikes Postpaid Plans Tariff દર મહિને ₹૫૦ વધુ ચૂકવો અને વિદેશમાં મફત વાત કરો! એરટેલનો નવો પોસ્ટપેડ દાવ જાણો ફ્રી રોમિંગ પેકમાં શું મળશે?
Exit mobile version