Site icon

ટેલિકોમ સેક્ટર માં નંબર 1 બન્યું રિલાયન્સ જિયો- 5Gના આગમન પહેલા જ Jioને થયો આટલા ટકાનો ચોખ્ખો નફો

Jio Rs 91 plan announced, click here for more detail

જીઓનો ખાસ પ્રીપેડ પ્લાન! એટલો બધો સસ્તો છે કે આજે જ રિચાર્જ કરાવવા દોડશો! જાણો કિંમત અને સુવિધાઓ

News Continuous Bureau | Mumbai

 ભારતના સૌથી મોટા ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયો ઈન્ફોકોમે શુક્રવારે જૂન 2022 સુધીના ત્રિમાસિક ગાળામાં તેના સ્ટેન્ડઅલોન ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે લગભગ 24 ટકાનો વધારો નોંધાવ્યો હતો. રિલાયન્સ જિયોએ તાજેતરમાં સમાપ્ત થયેલા ત્રિમાસિક ગાળામાં કામગીરીથી રૂ.21,873 કરોડની આવક મેળવી હતી, જે ગત વર્ષના આ જ સમયગાળા કરતાં 21.5 ટકા વધુ હતી, એમ એક ફાઇલિંગમાં જણાવાયું છે. જિયોનું નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો એવા સમયે આવે છે જ્યારે ટેલિકોમ માર્કેટ 5G સેવાઓના આગમન માટે તૈયાર છે, જે અલ્ટ્રા હાઈસ્પીડ (4G કરતાં લગભગ 10 ગણી ઝડપી) અને નવા યુગની સેવાઓ તથા બિઝનેસ મોડલ લાવશે. 5G સ્પેક્ટ્રમની હરાજીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને 26 જુલાઈથી શરૂ થનારી હરાજી દરમિયાન ઓછામાં ઓછા રૂ. 4.3 લાખ કરોડની કિંમતના કુલ 72 ગીગાહર્ટ્ઝ રેડિયોવેવ્સ હરાજી માટે મૂકવામાં આવશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : EDની ભાગેડુ નીરવ મોદી સામે કડક કાર્યવાહી- હોંગકોંગમાં કરી અધધ આટલા કરોડની સંપત્તિ જપ્ત- જાણો વિગતે 

Bank Fraud Case:બેંક ફ્રોડ કેસમાં અભય લોઢાની ₹૨૨.૫૧ કરોડની ખેતીની જમીન જપ્ત: મુંબઈ EDની મોટી કાર્યવાહી.
Gold Rate Today:સોનાના ભાવમાં ‘ભૂકંપ’! તોતિંગ ₹17,500ના વધારા સાથે નવો રેકોર્ડ, જાણો હવે સોનું ખરીદવું કે રાહ જોવી?
Gold Silver Price:સોનું-ચાંદી ખરીદનારા સાવધાન! ભાવમાં આકરો વધારો, ચાંદીની સપાટી ઉંચકાઈ અને સોનામાં પણ થયો ધરખમ વધારો.
New Income Tax Rules 2026:૧ એપ્રિલથી આ મોટો ફેરફાર! LPG સિલિન્ડર, ATM અને PAN કાર્ડના બદલાયા નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર?
Exit mobile version