Site icon News Continuous Bureau | Mumbai

જેની મુકેશ અંબાણી એ ઘોષણા કરી તે ‘જિઓ ગ્લાસ’ 3D વીડિયો કોલીંગ શું છે? જાણો વિગત…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

16 જુલાઈ 2020

રિલાયન્સ જિઓ દ્વારા 'જિઓ ગ્લાસ' ની ઘોષણા કરવામાં આવી છે. જે એક વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ છે. જિઓ   ગ્લાસ દ્વારા હવે થ્રી-ડીમાં વીડિયો કૉલિંગ પણ કરી શકાશે. આને કેબલની મદદથી તમે સ્માર્ટ ફોનને પણ કનેક્ટ કરી શકશો. જેનું વજન માત્ર 75 ગ્રામ છે. આ ગ્લાસ દ્વારા તમે એક સાથે બે લોકોને વીડિયો કૉલ કરી શકો છો. કહેવામાં આવે છે કે 'જિઓ ગ્લાસ' મુખ્યત્વે ડિજિટલ શિક્ષણને ધ્યાનમાં રાખીને લૉન્ચ કરવામાં આવ્યું છે. “જિઓ ગ્લાસ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વર્ચુઅલ 3ડી વર્ગખંડો દ્વારા ક્રિયા-પ્રતિક્રિયા આપવાની સગવડ આપે છે" આ દ્વારા, હોલોગ્રાફિક તકનીકનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને શીખવી શકાય છે અને આ દ્વારા, જિઓ રિયાલિટી ક્લાઉડની તકનીકનો ઉપયોગ કરીને રીઅલ ટાઇમ ટેલિકાસ્ટિંગની સુવિધા મળશે. હાલમાં જિઓ ગ્લાસ 25 એપ્લિકેશનને સપોર્ટ કરે છે, એમ કંપનીએ વાર્ષિક સભામાં જણાવ્યું હતું.

રિલાયન્સ જિઓ અમેરિકાની દિગ્ગજ ટેકનોલોજી કંપની ગૂગલ સાથે મળીને ભારતમાં સસ્તા 4-જી અને 5-જી એન્ડ્રોઇડ ફોન બનાવશે. બુધવારે યોજાયેલી કંપનીની 43મી વાર્ષિક સાધારણ સભા (AGM) માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ આ જાહેરાત કરી હતી. અંબાણીએ એમ પણ જણાવ્યું હતું કે જિઓ પ્લેટફોર્મ્સ હેઠળ 'જિઓ ગ્લાસ'નું પણ નિર્માણ થશે. જેના દ્વારા થ્રી-ડી વ્યૂ મળશે. અંબાણીએ કહ્યું કે દેશમાં 5-જી સેવા માટે જિઓ તૈયાર છે જે સંપૂર્ણ રીતે ભારતીય તકનીક હશે એવી જાહેરાત પણ કરી હતી. સાથે જ 'જિઓ મીટ એપ' દ્વારા આયોજીત કંપનીની પ્રથમ વર્ચ્યુઅલ એજીએમને સંબોધન કરી હતી…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2WjakqN 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Elon Musk Space Data Centers હવે પૃથ્વી પર નહીં, સીધા અવકાશમાં પ્રોસેસ થશે AI ડેટા! ઇલોન મસ્કનો અબજો ડોલરનો નવો ગેમચેન્જર પ્લાન
HDFC Bank Cuts MCLR EMIના બોજમાંથી મળશે મુક્તિ! આ બેંકે વ્યાજદરમાં કર્યો ઘટાડો, હોમઓટો લોન સસ્તી થવાનો માર્ગ મોકળો
India Crude Oil Imports ભારતની ક્રૂડ ઓઇલ આયાતમાં રશિયાનો દબદબો યથાવત સસ્તા તેલની ખરીદીમાં ફરી જોરદાર ઉછાળો, નવા સપ્લાયર્સ પણ રેસમાં
India Joins 6G Global Alliance 5G પછી 6G ની તૈયારી ભારતે અમેરિકા સહિત ૨૪ દેશો સાથે હાથ મિલાવ્યા; સેમિકન્ડક્ટર અને AI સેક્ટરમાં આવશે નવી ક્રાંતિ
Exit mobile version