Site icon

Reliance Power: રિલાયન્સ પાવર આ 5 કંપનીઓના 100% હિસ્સાનું વેચાણ કરી રહ્યું છે, જાણો કોણ ખરીદશે આ હિસ્સો

અનિલ અંબાણીની આગેવાની હેઠળની કંપની ઇન્ડોનેશિયામાં આવેલી પાંચ સબસિડિયરીઝમાં પોતાનો સંપૂર્ણ હિસ્સો 12 મિલિયન ડોલરમાં વેચશે; Biotruster ખરીદશે આ હિસ્સો.

Reliance Power રિલાયન્સ પાવર આ 5 કંપનીઓના 100% હિસ્સાનું વેચાણ કરી રહ્યું છે

Reliance Power રિલાયન્સ પાવર આ 5 કંપનીઓના 100% હિસ્સાનું વેચાણ કરી રહ્યું છે

News Continuous Bureau | Mumbai
Reliance Power અનિલ અંબાણીની આગેવાની હેઠળની કંપનીએ આપેલી માહિતીમાં કહ્યું છે કે તે ઇન્ડોનેશિયામાં આવેલી 5 સબસિડિયરી કંપનીઓમાં પોતાનો હિસ્સો વેચી રહી છે. હિસ્સો વેચવા અંગે ૨૯ સપ્ટેમ્બરના રોજ કરાર કરવામાં આવ્યો છે. રિલાયન્સ પાવર લિમિટેડ, પીટી અવનીશ કોલ રિસોર્સ, પીટી હેરામ્બા કોલ રિસોર્સ, પીટી સુમુખા કોલ સર્વિસીસ, પીટી બ્રાયન બિન્તાંગ ટીગા એનર્જી અને પીટી શ્રીવિજયા બિન્તાંગ ટીગા એનર્જીને પોતાનો હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો છે.આ વ્યવહાર રિલાયન્સ પાવર નેધરલેન્ડ્સ બી વી અને રિલાયન્સ નેચરલ રિસોર્સ દ્વારા થયો છે, જેમની આ તમામ પાંચેય સબસિડિયરી કંપનીઓમાં હિસ્સેદારી છે. જણાવી દઈએ કે બાયોટ્રસ્ટર (સિંગાપોર) પ્રાઇવેટ લિમિટેડ હિસ્સો ખરીદી રહ્યું છે.

12 મિલિયન ડોલરમાં થઈ ડીલ

રિલાયન્સ પાવર પોતાનો સંપૂર્ણ હિસ્સો 12 મિલિયન ડોલરમાં વેચી રહ્યું છે. રિલાયન્સ પાવરે આપેલી માહિતીમાં કહ્યું છે કે આ સબસિડિયરી કંપનીઓમાંથી નાણાકીય વર્ષ 2025 માં કોઈ પણ કમાણી થઈ નથી. આ તમામ કંપનીઓની ચોખ્ખી સંપત્તિ (નેટવર્થ) 16909 લાખ રૂપિયા છે, જે રિલાયન્સ પાવરની નેટવર્થના 0.53 ટકા હિસ્સા બરાબર છે. કંપનીએ પ્રેસને આપેલા પોતાના નિવેદનમાં કહ્યું છે કે ખરીદનાર પ્રમોટર ગ્રુપનો ભાગ નથી. કે ગ્રુપની કોઈ કંપની સાથે તેમનો કોઈ સંબંધ નથી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો; Mohsin Naqvi: ટ્રોફી ઉઠાવી હોટલ માં શું લઇ ગયા મોહસિન નકવી કે સોશિયલ મીડિયા પર છૂટી મીમ્સની મિસાઇલ

રિલાયન્સ પાવરના શેરોમાં લગભગ 3 ટકાની તેજી

રિપોર્ટ મુજબ અનિલ અંબાણીની આગેવાની હેઠળની કંપની રિલાયન્સ પાવરના શેરોમાં લગભગ ૩ ટકાની તેજી સોમવારે જોવા મળી છે. કંપનીનો શેર બીએસઇમાં 44.94 રૂપિયાના સ્તર પર ખુલ્યો હતો. દિવસ દરમિયાન આ સ્ટોક 46 રૂપિયાના ઇન્ટ્રા-ડે હાઇ પર પહોંચી ગયો. જોકે, આ પછી રિલાયન્સ પાવરના શેરોમાં નરમાઈ જોવા મળી છે. છેલ્લા એક વર્ષમાં રિલાયન્સ પાવરના શેરોમાં 3.93 ટકાનો ઘટાડો આવ્યો છે. આ વેચાણનો નિર્ણય કંપનીના દેવા ઘટાડવાના પ્રયાસનો એક ભાગ હોવાનું માનવામાં આવે છે.

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version