Site icon News Continuous Bureau | Mumbai

રિલાયન્સ રિટેલે JustDialનું નિયંત્રણ પોતાના હાથમાં લીધું, આટલા ટકા હિસ્સો હસ્તગત કર્યો; જાણો વિગતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 03 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Channel

શુક્રવાર

એશિયા અને દેશના સૌથી મોટા કારોબારી મુકેશ અંબાણીની આગેવાનીવાળી રિલાયન્સ રિટેલે 25 વર્ષ જૂની સર્ચ એન્ડ ડિસ્કવરી ફર્મ જસ્ટ ડાયલમાં નિયંત્રણ મેળવ્યું છે. 

રિલાયન્સ રિટેલે સેબીના ટેકઓવર નિયમોને અનુરૂપ જસ્ટ ડાયલ લિમિટેડનું સંપૂર્ણ નિયંત્રણ લીધું છે. 

RRVLજસ્ટ ડાયલમાં 40.98 ટકા હિસ્સો ધરાવે છે. તે 1 સપ્ટેમ્બર 2021 થી પ્રભાવી છે. 

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની પેટાકંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ જુલાઈમાં જસ્ટ ડાયલમાં કંટ્રોલિંગ સ્ટેક રૂ 3,497 કરોડમાં ખરીદવાની ડીલની જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે RRVL રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપની પેટાકંપની છે. રિલાયન્સ રિટેલ ભારતની સૌથી મોટી અને સૌથી વધુ નફાકારક રિટેલર કંપની છે.  

જસ્ટ ડાયલ ભારતનું અગ્રણી સ્થાનિક સર્ચ એન્જિન પ્લેટફોર્મ છે. તે વેબસાઇટ, એપ, ટેલિફોન અને ટેક્સ્ટ જેવા બહુવિધ પ્લેટફોર્મ દ્વારા સમગ્ર ભારતમાં સેવાઓ પૂરી પાડે છે.

શક્તિશાળી દેશ અમેરિકાના આ શહેરમાં મુશળધાર વરસાદ બાદ ઇમરજન્સી જાહેર, ભારે વરસાદ અને પુરથી ઓછામાં ઓછા આટલા લોકોના મોત; જાણો વિગતે
 

Donkey Farming Scheme હવે ગધેડા પાલન બનશે નફાકારક બિઝનેસ કેન્દ્ર સરકાર આપી રહી છે ૫૦% સબસિડી, ₹૫૦ લાખ સુધીની મળશે આર્થિક સહાય!
India Shifts LPG Imports યુદ્ધ સંકટ વચ્ચે રસોઈ ગેસની અછત નહીં થાય; ભારતની સરકારી ઓઈલ કંપનીઓએ આ દેશ સાથે હાથ મિલાવ્યા
India Forex Reserves Fall ઐતિહાસિક સપાટીએથી પાછળ હટ્યું ફોરેક્સ સાપ્તાહિક ધોરણે અબજો ડોલરનો ઘટાડો નોંધાયો; વૈશ્વિક બજારના દબાણ વચ્ચે રિઝર્વ બેંકના આંકડા જાહેર
Bank Strike September 2026 બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ ૨૮ થી ૩૦ સપ્ટેમ્બર સુધી બેંકો બંધ રહેવાની શક્યતા, શું તમારા પગાર પર થશે અસર?
Exit mobile version