News Continuous Bureau | Mumbai
ભારતીય કલા અને શિલ્પ તથા શિલ્પકારોને પ્રોત્સાહન આપવા માટે રિલાયન્સ રિટેલે પ્રથમ સ્વદેશ સ્ટોર ખોલ્યો છે. રિલાયન્સ ફાઉંડેશનના ફાઉંડર અને ચેરપર્સન નીતા અંબાણી(Nita Ambani)એ બુધવારે હૈદરાબાદમાં આ સ્ટોરનું ઉદ્ધાટન કર્યું છે.
![]()
રિલાયન્સ ફાઉંડેશન(Reliance Foundation) પરંપરાગત કલાકારો તથા શિલ્પકારોને પ્રોત્સાહન આપવા માટે લાંબા સમયથી કટિબદ્ધ છે. આ ઉદ્દેશ્ય સાથે સ્વદેશ સ્ટોર ખોલવામાં આવ્યો છે. દેશના શિલ્પકાર અને કારીગરોને એક મંચની જરુર છે, જેથી તે વિશ્વ સ્તર પર ભારતની સદીઓ જુની શિલ્પ કલાને પ્રદર્શિત કરી શકે.
રિલાયન્સ રિટેલ(Reliance Retail)નો સ્વદેશ સ્ટોર ન ફક્ત ભારતની સદીઓ જુની કલા અને રચનાત્મક અભિવ્યક્તિઓને દુનિયાની સામે રજૂ કરશે, પણ તેના માધ્યમથી કારીગરો અને શિલ્પકારો માટે સ્થાયી આજીવિકાના દ્વાર પણ ખોલશે.
રિલાયંસ રિટેલનો પ્રથમ સ્વદેશ સ્ટોર(first Swadesh store) જુબલી હિલ્સમાં આવેલો છે, જે 20,000 વર્ગ ફુટમાં ફેલાયેલો છે. જ્યાં સ્વદેશી વસ્તુઓનો ભંડાર છે. આ સ્ટોરમાં વિજિટર્સ વિવિધ સ્વદેશી વસ્તુઓ ખરીદી શકશે. તેમાં ખાદ્ય પદાર્થ અને કપડાથી લઈને હસ્તશિલ્પ જેવી પ્રોડક્ટ સામેલ છે. આ વસ્તુમાં ભારતની રચનાત્મક અભિવ્યક્તિ જોવા મળશે.
VIDEO | Chairperson of Reliance Foundation Nita Ambani launches first ‘Swadesh’ handicrafts store in Hyderabad, aimed at supporting and promoting Indian craftwork. pic.twitter.com/8TCu24yCq5
— Press Trust of India (@PTI_News) November 8, 2023
હૈદરાબાદમાં સ્વદેશ સ્ટોરના લોન્ચિંગ(Launch of Swadesh Store)ના અવસર પર નીતા અંબાણીએ કહ્યું કે, સ્વદેશ સ્ટોર ભારતની પરંપરાગત કલાઓ અને કારીગરોનું એક પ્રતીક છે. આ આપણા દેશની સદીઓ જુની કલા અને શિલ્પને સંરક્ષિત અને પ્રોત્સાહન આપવાની વિનમ્ર પહેલ છે. સ્વદેશ સ્ટોર મેક ઈન ઈંડિયા(Make in India)ની ભાવના અનુરુપ છે.
ઉલ્લેખનીય છે કે, રિલાયંસ ફાઉંડેશન પોતાના કામ દ્વારા 54200 ગામ અને અમુક શહેરી વિસ્તારમાં 6.95 કરોડ લોકો સુધી પહોંચ બનાવી છે.