News Continuous Bureau | Mumbai
Reliance Retail Sale: ભારત (India) ના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણી (Mukesh Ambani) તેમની રિટેલ કંપની રિલાયન્સ રિટેલ (Reliance Retail) વેન્ચર્સમાં કેટલોક હિસ્સો વેચી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રિલાયન્સ રિટેલના સંભવિત હિસ્સાના વેચાણ માટે કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (Qatar Investment Authority) સાથે વાતચીત ચાલી રહી છે. ટૂંક સમયમાં આ ડીલ ફાઈનલ થઈ શકે છે.
સૂચિત સોદામાં આટલું મૂલ્યાંકન
તાજેતરના અહેવાલમાં આ મામલાને લગતા સૂત્રોને ટાંકીને આ માહિતી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, રિલાયન્સ રિટેલના હિસ્સાની આ સંભવિત ડીલ $950 મિલિયનથી $1 બિલિયનની રેન્જમાં હોઈ શકે છે. સૂચિત સોદામાં, રિલાયન્સ રિટેલનું મૂલ્યાંકન $100 બિલિયન આંકવામાં આવ્યું છે. આ સોદામાં કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી રિલાયન્સ રિટેલના 1 ટકા હિસ્સાના બદલામાં રોકાણ કરી શકે છે.
આટલી કિંમત 3 વર્ષ પહેલા આવી હતી
જો આ ડીલ થાય અને સૂત્રો સાચા સાબિત થાય તો 3 વર્ષમાં રિલાયન્સ રિટેલનું મૂલ્ય લગભગ બમણું થઈ જશે. અગાઉ, વર્ષ 2020 માં, રિલાયન્સ રિટેલ વેન્ચર્સે સાઉદી અરેબિયા (Saudi Arabia) ના પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડમાંથી ભંડોળ એકત્ર કર્યું હતું. ત્યારબાદ સાઉદી PIF એ રિલાયન્સ રિટેલમાં 2.04 ટકા હિસ્સાના બદલામાં $1.3 બિલિયનનું રોકાણ કર્યું હતું, આમ તે સોદામાં રિલાયન્સ રિટેલનું મૂલ્ય લગભગ $62.4 બિલિયન હતું.
આ સમાચાર પણ વાંચો : કારગિલ વિજય દિવસ: યુદ્ધની 24મી વર્ષગાંઠ પર પીએમ મોદી અને રક્ષા મંત્રીએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ
આ રોકાણકારોએ ભાગ લીધો હતો
સાઉદી અરેબિયાના પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ ઉપરાંત, અન્ય ઘણા વૈશ્વિક રોકાણકારોએ પણ 2020 ના ફંડિંગ રાઉન્ડમાં ભાગ લીધો હતો, જેમાં ન્યૂયોર્કની ખાનગી ઇક્વિટી ફર્મ KKR, TPG જેવા નામોનો સમાવેશ થાય છે. તેમના સિવાય અબુ ધાબીના બે સાર્વભૌમ રોકાણ ફંડોએ પણ તે ફંડિંગ રાઉન્ડમાં ભાગ લીધો હતો. કતારનું સોવરિન ઇન્વેસ્ટમેન્ટ ફંડ QIA પ્રથમ રાઉન્ડનો ભાગ ન હતો.
ઓગસ્ટની શરૂઆતમાં સીલ શક્ય છે
જોકે, પ્રસ્તાવિત ડીલ અંગે હજુ સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. રિલાયન્સ રિટેલ વેન્ચર્સ કે કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીએ હજુ સુધી આ પ્રસ્તાવિત સોદા વિશે વાત કરી નથી. સૂત્રોનું કહેવું છે કે ડીલ પર વાતચીત એડવાન્સ સ્ટેજમાં છે. મહિનાઓથી આ અંગે વાતો ચાલી રહી છે. અત્યારે મામલો વેલ્યુએશન પર અટવાયેલો છે. કતાર સોવરિન ફંડના બોર્ડે હજુ આ દરખાસ્તને મંજૂરી આપી નથી, પરંતુ આવતા મહિનાની શરૂઆતમાં બોર્ડ દ્વારા તેને મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા છે.
