ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
05 નવેમ્બર 2020
પાછલાં ઘણા દિવસોથી તેલના ભાવો 300 રૂપિયા સુધી વધી ગયાં હતાં. જેમાં એક પરિબળ ચીનમાં તેલની નિકાસમાં થયેલો વધારો પણ હતો. દિવાળીને ગણતરીના દિવસો બાકી રહી ગયાં છે. એવા સમયે તેલને લઈ સારા સમાચાર આવ્યા છે. સિંગતેલના ભાવમાં આજે રૂપિયા 30 નો ઘટાડો નોંધાયો છે. 15 કિલો ડબ્બાનો ભાવ 2200 રૂપિયા પહોંચ્યો છે, ત્યારે હજુ સિંગતેલના ભાવ ઘટે તેવી ગૃહિણીઓ માંગ કરી રહી છે.
છેલ્લા ઘણા સમય થી સિંગતેલના ભાવમાં વધારો થતો હતો. પરંતુ સૌરાષ્ટમાં મગફળીનું મબલક ઉત્પાદન થતા સિંગતેલના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. છેલ્લા એક અઠવાડિયામાં સિંગતેલના ભાવમાં કુલ 200 થી 300 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે.. આગામી દિવસોમાં સિંગતેલના ભાવ 1800 થી 2000 સુધી રહે તેવી ગૃહિણીઓ માંગ કરી રહી છે.
વેપારીઓનું કહેવું છે કે, સિંગતેલની ડિમાન્ડ ઘટી છે અને સૌરાષ્ટના મોટા ભાગના માર્કેટ યાર્ડમાં મગફળીની આવક ઘણી સારી રહી છે. જાકે મગફળીના ભાવમાં 100 થી 150 રૂપિયા ઘટ્યા હોવાથી પીલાણ માટે મગફળી મિલોમાં આવી રહી છે. સાથે જ ચીન દ્વારા ખરીદ કરાતુ સિંગતેલની માંગમાં ઘટાડો થતા તેની અસર જોવા મળી રહી છે. દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે સિંગતેલના ભાવમાં ઘટાડો થતા ગૃહિણીઓએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે સિંગતેલના ભાવમાં વધુ ઘટાડો નહિ થવાની શકયતા વેપારીઓ વ્યક્ત કરી હતી…