Site icon News Continuous Bureau | Mumbai

તહેવાર ટાણે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર.. સિંગતેલના ભાવ એક સપ્તાહમાં 300 રૂ. સુધી ઘટયા.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

05 નવેમ્બર 2020 

પાછલાં ઘણા દિવસોથી તેલના ભાવો 300 રૂપિયા સુધી વધી ગયાં હતાં. જેમાં એક પરિબળ ચીનમાં તેલની નિકાસમાં થયેલો વધારો પણ હતો. દિવાળીને ગણતરીના દિવસો બાકી રહી ગયાં છે. એવા સમયે તેલને લઈ સારા સમાચાર આવ્યા છે. સિંગતેલના ભાવમાં આજે રૂપિયા 30 નો ઘટાડો નોંધાયો છે. 15 કિલો ડબ્બાનો ભાવ 2200 રૂપિયા પહોંચ્યો છે, ત્યારે હજુ સિંગતેલના ભાવ ઘટે તેવી ગૃહિણીઓ માંગ કરી રહી છે.

છેલ્લા ઘણા સમય થી સિંગતેલના ભાવમાં વધારો થતો હતો. પરંતુ સૌરાષ્ટમાં મગફળીનું મબલક ઉત્પાદન થતા સિંગતેલના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. છેલ્લા એક અઠવાડિયામાં સિંગતેલના ભાવમાં કુલ 200 થી 300 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે.. આગામી દિવસોમાં સિંગતેલના ભાવ 1800 થી 2000 સુધી રહે તેવી ગૃહિણીઓ માંગ કરી રહી છે.

વેપારીઓનું કહેવું છે કે, સિંગતેલની ડિમાન્ડ ઘટી છે અને સૌરાષ્ટના મોટા ભાગના માર્કેટ યાર્ડમાં મગફળીની આવક ઘણી સારી રહી છે. જાકે મગફળીના ભાવમાં 100 થી 150  રૂપિયા ઘટ્યા હોવાથી પીલાણ માટે મગફળી મિલોમાં આવી રહી છે. સાથે જ ચીન દ્વારા ખરીદ કરાતુ સિંગતેલની માંગમાં ઘટાડો થતા તેની અસર જોવા મળી રહી છે. દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે સિંગતેલના ભાવમાં ઘટાડો થતા ગૃહિણીઓએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે સિંગતેલના ભાવમાં વધુ ઘટાડો નહિ થવાની શકયતા વેપારીઓ વ્યક્ત કરી હતી…

LIC Jeevan Utsav Policy માત્ર ૫ વર્ષ ભરો પ્રીમિયમ અને આજીવન મેળવો નિશ્ચિત આવક LIC ની ‘જીવન ઉત્સવ’ સ્કીમમાં રોકાણકારોને બખ્ખાં!
Jio Platforms IPO Sets New Records શેર ખરીદવા રોકાણકારોની રીતસરની પડાપડી! રિલાયન્સ જિયોના IPO માં બિડ્સનો પૂર આવ્યો લિસ્ટિંગ પર કેટલો થશે મોટો નફો?
Ambani Family Business Empire Division મુકેશ અંબાણીથી નીતા અંબાણી સુધી… કોના હાથમાં છે કયો કારોબાર, કેવી રીતે કામ કરે છે પરિવાર?
Delhi Traders Letter To Rahul Gandhi ચાંદની ચોકથી સદર બજાર સુધી વેપાર પડી ભાંગ્યો! રાહુલ ગાંધીને લખેલા પત્રથી દિલ્હીના રાજકારણમાં ગરમાવો જાણો મુખ્ય માંગણીઓ
Exit mobile version