News Continuous Bureau | Mumbai
Dividend Check:રેપકો બેંકે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહને રૂ. 19.08 કરોડનો ડિવિડન્ડ ચેક અર્પણ કર્યો.
નાણાંકીય વર્ષ 2023-24 માટે ભારત સરકાર દ્વારા રાખવામાં આવેલ 76.32 કરોડની શેર મૂડી પર 25%ના દરે ડિવિડન્ડ માટે રૂ.19.08 કરોડનો ચેક રેપ્કો બેંકના ચેરમેન શ્રી ઇ. સંથાનમ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી ઓ.એમ. ગોકુલ દ્વારા સુપ્રત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી અજય કુમાર ભલ્લા અને ગૃહ મંત્રાલયના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (OSD) શ્રી ગોવિંદ મોહન પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
Congratulations to Repco Bank on achieving the remarkable feat of registering a stellar growth rate of 11% in FY 2023-24.
Today, on behalf of the MHA, received a cheque for ₹19.08 crore from the Chairman of Repco Bank, Shri E. Santhanam, and the Managing Director, Shri O. M.… pic.twitter.com/xX3seOGq6f
— Amit Shah (@AmitShah) August 22, 2024
રેપ્કો બેંક એ ભારત સરકારનું એક એન્ટરપ્રાઇઝ છે જે ગૃહ મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ છે. બેંકે નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન બિઝનેસ મિક્સમાં 11% વૃદ્ધિ નોંધાવી છે. એક નોંધપાત્ર સિદ્ધિમાં, આજે બેંકે રૂ. 20,000 કરોડના બિઝનેસ મિશ્રણને પાર કરી લીધું છે.
આ સમાચાર પણ વાંચોઃ Deen Dayal Sparsh Yojana: સંશોધન કાર્ય અને પોસ્ટેજ સ્ટેમ્પમાં રસ માટે ટપાલ વિભાગ “દીન દયાલ સ્પર્શ યોજના” શિષ્યવૃત્તિ આપશે..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.