Site icon

કડક કાર્યવાહી.. રિઝર્વ બેંકે દેશની એક બે નહીં પણ આ 9 બેંકોને ફટકાર્યો રૂપિયા લાખોનો દંડ, જો-જો ક્યાંક તમારું એકાઉન્ટ તો નથી ને આમાં!

RBI raises repo rate by 25 basis points to 6.5%

હાય રે મોંઘવારી! હવે ફરી વધશે તમારી લોનના હપ્તા.. રિઝર્વ બેંકે રેપો રેટમાં કર્યો 25 બેસિસ પોઈન્ટનો વધારો  

 News Continuous Bureau | Mumbai

ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank Of India) હંમેશા દેશભરની બેંકો પર નજર રાખે છે અને જ્યારે પણ તેને કોઈ ગેરરીતિ કે ગડબડીની શંકા જાય તો તે બેંક સામે તાત્કાલિક કાર્યવાહી (Strict action against bank) કરે છે. દરમિયાન આ વખતે RBIએ 9 બેંકો સામે કડક કાર્યવાહી કરી છે. આ વખતે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેંકિંગ નિયમોનું ઉલ્લંઘન (rules violation) કરવા બદલ 9 સહકારી બેંકો પર લગભગ 12 લાખ રૂપિયાનો દંડ (penalty) ફટકાર્યો છે. 

Join Our WhatsApp Community

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ રિઝર્વ બેંકે જારી કરેલ અલગ અલગ નિવેદનમાં જણાવ્યું હતું કે 9 સહકારી બેંકો પર 11.60 લાખ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો છે .

આ સમાચાર પણ વાંચો: ચેતી જજો.. WhatsApp પર ભૂલથી પણ ના મોકલશો આવા 5 મેસેજ, નહીં તો થવું પડશે જેલ ભેગા 

આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કેન્દ્રીય બેંકે બેરહામપુર સહકારી અર્બન બેંક (ઓડિશા) પર 3.10 લાખ રૂપિયા, ઉસ્માનાબાદ જનતા સહકારી બેંક, મહારાષ્ટ્ર પર 2.5 લાખ રૂપિયા અને સંતરામપુર અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડ, ગુજરાત પર 2 લાખ રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લા સહકારી કેન્દ્રીય બેંક મર્યાદિત, મધ્યપ્રદેશ, જમશેદપુર અર્બન સહકારી બેંક લિ., ઝારખંડ અને રેણુકા નાગરિક સહકારી બેંક મર્યાદિત, છત્તીસગઢ પર એક-એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, નવાનગર કો-ઓપરેટિવ બેંક લિમિટેડ, ગુજરાત પર 25,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે, ક્રિષ્ના મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ, મધ્યપ્રદેશ અને કેન્દ્રપારા અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડ, ઓડિશા પર પણ 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો: દિલ્હી મર્ડર કેસ: શ્રદ્ધાની હત્યાના આરોપી આફતાબના લોકઅપ વિઝ્યુઅલ આવ્યા સામે, આવી રીતે ગુજારી આખી રાત.. જુઓ વિડીયો

લાઇસન્સ રદ કરવાનું કારણ શું?

આરબીઆઈએ આ બેંકો પર પેનલ્ટી લગાવવાનું કારણ પણ આપ્યું છે. કેન્દ્રીય બેંકે કહ્યું છે કે આ કાર્યવાહી નિયમનકારી અનુપાલનમાં ખામીઓ પર આધારિત છે અને તેનો હેતુ બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પર પ્રશ્ન કરવાનો નથી. એટલે કે, આરબીઆઈએ બેંક પર દંડ લગાવ્યો છે, પરંતુ આ કડકતા ગ્રાહકોને અસર કરશે નહીં. નોંધનીય છે કે આ પહેલા પણ કેન્દ્રીય બેંક ઘણી સહકારી બેંકો પર દંડ ફટકારી ચુકી છે અને ઘણાના લાયસન્સ રદ કરી ચુકી છે.

Reliance Power: રિલાયન્સ પાવર આ 5 કંપનીઓના 100% હિસ્સાનું વેચાણ કરી રહ્યું છે, જાણો કોણ ખરીદશે આ હિસ્સો
Gold Prices: નવરાત્રીની વચ્ચે સોના-ચાંદીના ભાવ માં થયો અધધ આટલો વધારો, જાણો આજે ૨૯ સપ્ટેમ્બરના તમારા શહેરના ભાવ
Stock Market: સપ્તાહના પહેલા દિવસે બજારમાં ઉછાળો, સેન્સેક્સ 330 અંક ચઢ્યો, નિફ્ટી થયો આટલા ને પાર
Bank Holiday: ૨૯ સપ્ટેમ્બરથી ૫ ઓક્ટોબર સુધી આ શહેરોમાં બેંકો રહેશે બંધ, જાણો રજાઓ માં તાત્કાલિક કામ હોય તો શું કરવું?
Exit mobile version