Site icon News Continuous Bureau | Mumbai

Retail Inflation : મોંઘવારીએ માઝા મૂકી! છૂટક ફુગાવો 15 મહિનાની ટોચે પહોંચ્યો, આ વસ્તુના ભાવમાં સૌથી મોટો વધારો

Retail Inflation : ખાદ્ય ચીજવસ્તુઓના ફુગાવાના દરમાં ભારે વધારો થયો છે. જુલાઈમાં ખાદ્ય ફુગાવાનો દર 11.51 ટકા હતો જે જૂનમાં 4.49 ટકા હતો.

Retail Inflation : India's retail inflation rises 7.44 pc in July, a 15-month high

Retail Inflation : India's retail inflation rises 7.44 pc in July, a 15-month high

News Continuous Bureau | Mumbai 
Retail Inflation : જુલાઈ 2023માં ટામેટાં સહિતની ખાદ્ય ચીજવસ્તુઓ(Food Inflation)ના ભાવમાં તીવ્ર ઉછાળાને કારણે છૂટક ફુગાવા(Retail Inflation)નો દર ફરીથી લાંબી કૂદકો માર્યો અને 7 ટકાને પાર કરી ગયો. CPI ફુગાવો જુલાઈમાં વધીને 7.44 ટકા થયો છે, જે જૂન 2023માં 4.81 ટકા હતો. જુલાઈમાં રિટેલ ફુગાવાનો દર આરબીઆઈના 6 ટકાના સહનશીલતા બેન્ડના ઉપલા સ્લેબને વટાવી ગયો હતો. ડેટા અનુસાર, શહેરી વિસ્તારોમાં છૂટક મોંઘવારી દર 7.63 ટકા જ્યારે ગ્રામીણ વિસ્તારો(Rural area)માં 7.20 ટકા રહ્યો છે.

મોંઘી ખાદ્ય વસ્તુઓ

Join Our WhatsApp Channel

રિટેલ મોંઘવારી દરને લઈને આંકડા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ જુલાઈમાં ખાદ્ય ચીજ વસ્તુઓ ના મોંઘવારી દરમાં મોટો વધારો થયો છે. જુલાઈમાં ખાદ્ય ફુગાવાનો દર 11.51 ટકા હતો જે જૂનમાં 4.49 ટકા હતો. એટલે કે એક જ મહિનામાં ખાદ્ય ચીજવસ્તુઓના મોંઘવારી દર(food Inflation)માં બમણાથી વધુ ઉછાળો જોવા મળ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Krishna Janmabhoomi-Shahi Idgah case: શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ વિવાદ પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, અરજદારે કરી આ માંગ..

શાકભાજીના ફુગાવાના દરમાં તીવ્ર ઉછાળો

જુલાઈ મહિનામાં શાકભાજીનો મોંઘવારી દર 37.34 ટકા હતો, જે જૂન 2023માં -0.93 ટકા હતો. એટલે કે એક મહિનામાં લીલોતરી અને શાકભાજીના ફુગાવાના દરમાં 38 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. કઠોળનો મોંઘવારી દર 13.27 ટકા રહ્યો છે, જે જૂનમાં 10.53 ટકા હતો. મસાલાનો મોંઘવારી દર 21.53 ટકા રહ્યો છે જે જૂનમાં 19.19 ટકા હતો. દૂધ અને તેનાથી સંબંધિત ઉત્પાદનોના ભાવ હજુ પણ 8.34 ટકા પર છે, જે જૂનમાં 8.56 ટકા હતા. ખાદ્યાન્ન અને સંબંધિત ઉત્પાદનોનો ફુગાવાનો દર 13.04 ટકા રહ્યો છે, જે જૂનમાં 12.71 ટકા હતો. ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થવાને કારણે તેલ અને ફેટ્સનો ફુગાવો જૂનમાં -18.12 ટકાની સરખામણીએ -16.80 ટકા રહ્યો છે.

મોંઘી EMIમાંથી રાહત પર પાણી ફરી વળ્યું

ગયા વર્ષે મે 2022માં છૂટક મોંઘવારી દર 7 ટકાને વટાવ્યા પછી જ આરબીઆઈએ પોલિસી રેટ એટલે કે રેપો રેટમાં વધારો કરવાનું શરૂ કર્યું. રેપો રેટ 4 ટકાથી વધારીને 6.50 ટકા કરવામાં આવ્યો હતો. મે 2023 માં, જ્યારે છૂટક ફુગાવાનો દર ઘટીને 4.25 ટકા થયો, ત્યારે મોંઘા EMIમાંથી રાહતની આશા હતી. પરંતુ ફરીથી છૂટક મોંઘવારી દર 7 ટકાને પાર કરી ગયા બાદ મોંઘી EMIમાંથી રાહત મળવાની આશા હાલ પુરતી પુરી થઈ રહી છે. કારણ કે મોંઘવારી દર RBIના ટોલરન્સ બેન્ડથી ઉપર પહોંચી ગયો છે.

RBI Repo Rate Hike Forecast સામાન્ય માણસનું બજેટ ફરી ખોરવાશે! RBI ડિસેમ્બરમાં વધારી શકે છે રેપો રેટ જાણો તમારા ખિસ્સા પર કેટલો વધશે EMI નો બોજ?
Govt To Cut Stake In 4 PSU Banks સરકારી બેંકોના શેરમાં મોટો ધમાકો થવાના એંધાણ! કેન્દ્ર સરકાર ૪ PSU બેંકોમાં વેચશે હિસ્સો જાણો રોકાણકારો માટે કમાણીની શું છે તક?
RBI Repo Rate Hike આ તો બસ શરૂઆત છે… RBI ફરી આપી શકે છે મોટો ઝટકો રેપો રેટ વધારવા પર MPC સભ્યોમાં મતભેદ
Jio Vs Starlink ભારતમાં ક્યારે લોન્ચ થશે જિયોની સેટેલાઇટ સર્વિસ? જિયો આઈપીઓ દરમિયાન આકાશ અંબાણીએ કર્યો મોટો ખુલાસો
Exit mobile version