Site icon

જાણવા જેવુ / 2 હજારની નોટ બેંકમાં કરાવવા ગયા અને તે નકલી નીકળી તો શું થશે? અત્યારે જ જાણી લો RBIની ગાઈડલાઈન

ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. સાથે જ બેંકોને પણ નકલી નોટોના ટ્રાન્જેક્શનમાં સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે.

Rs 2,000 note withdrawn from circulation: If bank finds your note to be fake this is what will happen

જાણવા જેવુ / 2 હજારની નોટ બેંકમાં કરાવવા ગયા અને તે નકલી નીકળી તો શું થશે? અત્યારે જ જાણી લો RBIની ગાઈડલાઈન

News Continuous Bureau | Mumbai

RBI: ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. સાથે જ બેંકોને પણ નકલી નોટોના ટ્રાન્જેક્શનમાં સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. આરબીઆઈએ બેંકોને નકલી નોટો પર સેન્ટ્રલ બેંકના માસ્ટર ડાયરેક્શનનું કાળજીપૂર્વક પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે, જો બેંકોમાં જમા કરાયેલી 2000 રૂપિયાની કોઈપણ નોટ નકલી હોવાનું જણાય તો પગલાં લેવાશે.

Join Our WhatsApp Community

નોટ સોર્ટિંગ મશીનથી નોટ ચેક કરવામાં આવશે

2000 રૂપિયાની નોટો જમા કરાવતી વખતે બેંકો દ્વારા તમામ નોટોને ચોકસાઈ અને વાસ્તવિકતા માટે નોટ સોર્ટિંગ મશીન્સ (NSMs) દ્વારા તરત જ સોર્ટ કરવામાં આવશે. આના દ્વારા નકલી નોટો શોધી શકાય છે. આરબીઆઈનું કહેવું છે કે નકલી નોટોને શોધવા, તેની જાણ કરવી અને તેનું નિરીક્ષણ કરવા માટે 03 એપ્રિલ 2023ના માસ્ટર ડાયરેક્શનમાં સમાવિષ્ટ સૂચનાઓનું કાળજીપૂર્વક પાલન કરવું જોઈએ.

આરબીઆઈ (RBI) ના મુખ્ય નિર્દેશ મુજબmબેંકમાં રહેલી નોટોની પ્રમાણિકતા મશીનો દ્વારા કરવામાં આવશે.જો કોઈ નોટ નકલી હોવાનું જાણવા મળે તો ગ્રાહકને તેની કોઈ કિંમત નહીં મળે. જે નોટ નકલી જણાશે તો તેના પર COUNTERFEIT NOTE નો સ્ટેમ્પ લગાવવામાં આવશે અને તે નોટ નિયત ફોર્મેટમાં જપ્ત કરવામાં આવશે. જે નોટો જપ્ત કરવામાં આવશે તે પ્રમાણીકરણ હેઠળ અલગ રજીસ્ટરમાં દાખલ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો: મોદી સરકારના ૯મું વર્ષ પૂર્ણ થવા પર ભાજપ ૮૦ કરોડ લોકો સુધી પહોંચવાની યોજના – ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે

નકલી નોટો ગ્રાહકને પરત કરવામાં આવશે નહીં. આ સિવાય તે નોટો બેંક શાખા દ્વારા પણ નાશ કરવામાં આવશે નહીં. બીજી તરફ, જો બેંક નકલી નોટો જપ્ત કરવાની પ્રક્રિયામાં નિષ્ફળ જશે, તો તે બેંક તેમાં જાણીજોઈને સહભાગી માનવામાં આવશે અને તેને દંડ કરવામાં આવશે.

જો કોઈ નોટ નકલી હોવાનું જણાય છે, તો બેંક શાખા ગ્રાહકને નિયત ફોર્મેટમાં એક એક્નોલેજમેન્ટ રસીદ જારી કરશે. સાથે જ નકલી નોટો અંગે પોલીસને કેવી રીતે જાણ કરવી તે અંગે પણ માહિતી આપવામાં આવી છે.

UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Blackstone: અંબાણીની પાર્ટનર કંપની આ ભારતીય બેંકમાં ₹6,200 કરોડનો હિસ્સો ખરીદશે, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Exit mobile version