Site icon

હોટલો અને ઢાબા માટે પહેલી ઓક્ટોબરથી આ નિયમ ફરજિયાત ; ગ્રાહકો ખાદ્યપદાર્થની ગુણવત્તા બાબતે સરળતાથી ફરિયાદ કરી શકશે: જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 29 સપ્ટેમ્બર, 2021
બુધવાર
આપણે હોટલ કે ઢાબામાં ખાવા માટે જઈએ ત્યારે ભોજનની ગુણવત્તાને વધુ મહત્વ આપીએ છીએ. જો ગુણવત્તા સારી ન હોય તો બીજીવાર તે જગ્યાએ જતા નથી. હવે આવા ભોજન બાબતે તમે તરત ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (એફએસએસએઆઈ) માં
ફરિયાદ નોંધાવી શકો છો. પહેલી ઓક્ટોબરથી હોટલો અને ઢાબા માટે એક નિયમ ફરજિયાત કરાયો છે. 

થાણે આરોગ્ય કેન્દ્રની ઘોર બેદરકારી: આ ભાઈને કોરોનાની રસી આપવાને બદલે આપી દીધી હડકવાની રસી, જાણો પછી શું થયું..

Join Our WhatsApp Community

ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ સરકાર યોગ્ય રીતે કરી શકે તે માટે એફએસએસએઆઈએ ૧લી ઓકટોબરથી ખાવાના બિલ પર રજીસ્ટ્રેશન નંબર નોંધવાનું ફરજિયાત કર્યું છે. 

એફએસએસએઆઈના સીઈઓ અરુણ સિંઘલે જણાવ્યું હતું કે આગામી મહિનાથી માલિકોએ ખાવાના બિલ ઉપર એફએસએસએઆઈનો લાયસન્સ નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર હોવો જરૂરી રહેશે. આ નિયમ લાગુ થવાથી હોટલો વિરુદ્ધ ફરિયાદ મળતા કાર્યવાહી કરવામાં સરળતા રહેશે.

Share Market: રોકાણકારો અને ગ્રાહકો ખાસ નોંધજો! 15 જાન્યુઆરીએ મુંબઈમાં મતદાનને કારણે શેરબજાર અને બેંકો ચાલુ રહેશે કે બંધ? જાણો લેટેસ્ટ અપડેટ
Credit Card Bill After Death: ક્રેડિટ કાર્ડ ધારકના મૃત્યુ બાદ બાકી બિલ કોણે ચૂકવવું પડે? જાણો શું છે બેંકના વસૂલાત માટેના કડક નિયમો
Cheapest Silver in the World: જાણો કયા દેશમાં મળે છે સૌથી સસ્તી ચાંદી? ભારતના ભાવ સાથેનો તફાવત જાણીને ચોંકી જશો
Reliance Industries: રિલાયન્સનો મેગા પ્લાન: મુકેશ અંબાણી હવે વેનેઝુએલાના તેલથી ભરશે તિજોરી, જાણો ભારતને શું થશે ફાયદો
Exit mobile version