Site icon News Continuous Bureau | Mumbai

Rupee-Dollar : ડોલર સામે નબળો પડ્યો રૂપિયો, અત્યાર સુધીનાં સૌથી નીચલા સ્તરે, જાણો કેવી થશે અસર..

Rupee-Dollar : ફેડરલ રિઝર્વ દ્વારા દરો વધારવાના સંકેતને કારણે ડૉલર ઇન્ડેક્સ મજબૂત રીતે આગળ વધી રહ્યો છે, જેના કારણે આજે મોટાભાગની એશિયન કરન્સીમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે, બુધવારે ભારતીય રૂપિયો અમેરિકી ડૉલર સામે 83.2850 સુધી ગગડી ગયો હતો, જે છેલ્લા એક વર્ષમાં રૂપિયાનું સૌથી નબળું સ્તર હતું.

Rupee-Dollar Rupee falls 9 paise to close at all-time low of 83.33 against US dollar

Rupee-Dollar Rupee falls 9 paise to close at all-time low of 83.33 against US dollar

News Continuous Bureau | Mumbai

Rupee-Dollar : ભારતીય ચલણ રૂપિયો ( Indian currency rupee ) યુએસ ડોલર ( US dollars ) સામે ઐતિહાસિક ઘટાડા સાથે બંધ થયો છે. 1 નવેમ્બર, 2023 ના રોજ, રૂપિયો 9 પૈસા ઘટ્યો અને 83.33 ના તેના અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે બંધ થયો. યુએસ ટ્રેઝરી યીલ્ડમાં ( US Treasury Yields ) વધારો અને ડોલર સામે અન્ય એશિયન કરન્સીમાં ( Asian currencies ) નબળાઈને કારણે રૂપિયો નબળો પડ્યો છે. અગાઉ ગયા વર્ષે ઓક્ટોબરમાં ડોલર સામે રૂપિયો 83.29 ના સ્તરે બંધ થયો હતો જે ઐતિહાસિક નીચી સપાટીએ હતો.

Join Our WhatsApp Channel

કોમોડિટીના ભાવમાં ( commodity prices ) વધારો

શેરબજારમાં ( stock market ) વિદેશી રોકાણકારો ( Foreign investors ) સતત વેચવાલી કરી રહ્યા છે અને ઈઝરાયેલ-હમાસ યુદ્ધને ( Israel-Hamas war )  કારણે વૈશ્વિક રાજકીય સંકટ ઘેરી બન્યું છે, જેના કારણે કોમોડિટીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ડોલર સામે રૂપિયો નબળો પડવાને કારણે કાચા તેલની કિંમત પર પણ અસર પડી છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ઓક્ટોબર મહિનામાં ભારતીય ઇક્વિટી માર્કેટમાં રૂ. 25,575ના શેર વેચ્યા છે. તો બ્રેન્ટ ક્રૂડ 1.34 ટકાના વધારા સાથે 86.16 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે.

રૂપિયો ઐતિહાસિક નીચલા સ્તરે બંધ થયો

બુધવારે કરન્સી એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો 83.26 ના સ્તરે ખૂલ્યો હતો અને 83.35 ના નીચા સ્તરે નબળો પડ્યો હતો. વિનિમય બજારના બંધ સમયે, રૂપિયો પ્રતિ ડૉલર રૂ. 83.33 (પ્રોવિઝનલ) ના ઐતિહાસિક નીચલા સ્તરે બંધ થયો હતો. મંગળવાર, 31 ઓક્ટોબર, 2023 ના રોજ, રૂપિયો એક ડોલરની સામે 83.24 ના સ્તર પર બંધ થયો હતો.

આ સમાચાર પણ વાંચો : Brahmos missile: ભારતીય નૌકાદળને મોટી સફળતા, બંગાળની ખાડીમાં બ્રહ્મોસનું સફળ ફાયરિંગ.. જાણો વિશેષતા

જો ડોલર સામે રૂપિયામાં ઘટાડાનું વલણ ચાલુ રહેશે તો ભારત માટે આયાત મોંઘી થઈ શકે છે. સરકારી તેલ કંપનીઓને પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત કરવા માટે વધુ નાણાં ખર્ચવા પડશે, જ્યારે ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓની આયાત પણ મોંઘી થઈ શકે છે. ભારત ખાદ્યતેલ અને કઠોળની પણ મોટા પાયે આયાત કરે છે. આવી સ્થિતિમાં ખાદ્યતેલ અને કઠોળની આયાત મોંઘી થઈ શકે છે.

સોનાની માંગમાં વધારો

દેશમાં તહેવારોની મોસમ ચાલી રહી છે અને સોનાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારત તેના વપરાશ માટે સોનાની આયાત પર નિર્ભર છે. ડૉલરની મજબૂતાઈ અને રૂપિયાની નબળાઈને કારણે સોનાની આયાત મોંઘી થશે, જેની અસર તહેવારોની માંગ પર પડી શકે છે.

Share Market Trend 2027 Outlook ૨૦૨૭ માં કેવો રહેશે શેર માર્કેટનો ટ્રેન્ડ? તેજી આવશે કે મંદી? આ ૩ બાબતો નક્કી કરશે બજારની દિશા
Billionaires Wealth Surge દિવાળી અને ધનતેરસ પર અબજોપતિઓની સંપત્તિમાં મોટો ઉછાળો એલન મસ્કે એક જ દિવસમાં કમાયા અધધ આટલા લાખ કરોડ
Jio Vs Starlink Satellite Internet Jio Vs Starlink ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ લોન્ચ કરવાની તૈયારી, ફાઇબર કેબલ કરતા કેટલી મોંઘી હશે કિંમત?
Gold and Silver Price Hike સરાફા બજારમાં મોટો ઉછાળો દિવાળીના બીજા જ દિવસે સોનામાં 700 અને ચાંદીમાં 1000 રૂપિયાનો વધારો
Exit mobile version