Site icon

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને પગલે દેશમાં હોળીની ઉજવણી ફિક્કી, વેપાર-ઉદ્યોગ જગત ફરી ચિંતામાં..જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

દેશમાં છેલ્લા બે વર્ષમાં કોરોના મહામારીને પગલે હોળીની ઉજવણી ફિક્કી રહી હતી. પરંતુ આ વર્ષે હવે કોરોના નિયંત્રણમાં હોવા છતાં સતત ત્રીજા વર્ષે હોળીની ઉજવણી ફિક્કી રહેવાનો અંદાજો કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ વ્યક્ત કર્યો છે.

Join Our WhatsApp Community

CAITના મેટ્રોપોલિટન મુંબઈ પ્રાંતના પ્રમુખ અને ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરના જણાવ્યા મુજબ મોંઘવારી વધવાને કારણે લોકોના બજેટ પર માઠી અસર પડી છે. તેની અસર હોળીની ઉજવણી પણ જોવા મળી રહી છે. પ્લાસ્ટિકથી બનતી પિસ્તોલ, બંદૂક, ફુગ્ગા  આ તમામ ઉત્પાદનોના ભાવને અસર પહોંચી છે, કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ લગભગ બમણા થઈ ગયા છે અને તેમાંથી પ્લાસ્ટિકની વસ્તુઓનું ઉત્પાદન થાય છે.

આ સમાચાર પણ વાંચો : આર્થિક પ્રતિબંધોનો સામનો કરી રહેલા રશિયાએ આપી ભારતને આ ઓફર, ઓફરનો સ્વીકાર કર્યો તો આર્થિક ક્ષેત્રે થઈ શકે છે ફાયદો. જાણો વિગતે

CAITના મેટ્રોપોલિટન મુંબઈના પદાધિકારીના કહેવા મુજબ આ વર્ષે હોળી માં વપરાતા રંગોના ભાવમાં પણ અગાઉના વર્ષોની સરખામણીએ બમણાથી વધુનો વધારો થયો છે, પેટ્રોલિયમ ઉત્પાદન દ્વારા પણ અનેક પ્રકારના રંગોનું ઉત્પાદન કરવામાં આવે છે. ક્રૂડ ઓઈલના ભાવ પર અસર થઈ છે. રંગોની કિંમતો પર પણ તેની અસર જણાઈ રહી છે.

CAITના  કહેવા મુજબ દેશમાં કેટલાક ભાગોમાં હોળી એ સૌથી મોટો તહેવાર છે, પરંતુ આ વર્ષે લોકો હજી કોરોનામાંથી બહાર આવ્યા નથી, તેથી મોંઘવારીએ લોકોની કમર તોડી નાખી છે. છેલ્લા બે વર્ષમાં દુકાનદારોને આ વર્ષે બીકે માલ વેચવાની આશા હતી, પરંતુ ફરી એકવાર દુકાનદાર નિરાશ થયા હોવાનું જણાય છે.
 

Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Exit mobile version