Site icon News Continuous Bureau | Mumbai

Samudra Manthan Plan વિદેશી નિર્ભરતા ઘટશે…? ઊંડા સમુદ્રમાં ખનન માટે ૮૪,૦૮૪ કરોડનું રોકાણ, ૬૦ નવા કૂવા ખોદાશે

Samudra Manthan Plan ઊંડા સમુદ્રમાં ૬૦ કૂવા, સિસ્મિક સર્વે અને આયાત ઘટાડવાની રાષ્ટ્રીય યોજના

Samudra Manthan Plan  વિદેશી નિર્ભરતા ઘટશે…? ઊંડા સમુદ્રમાં ખનન માટે ૮૪,૦૮૪ કરોડનું રોકાણ, ૬૦ નવા કૂવા ખોદાશે

Samudra Manthan Plan વિદેશી નિર્ભરતા ઘટશે…? ઊંડા સમુદ્રમાં ખનન માટે ૮૪,૦૮૪ કરોડનું રોકાણ, ૬૦ નવા કૂવા ખોદાશે

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Samudra Manthan Plan કેન્દ્ર સરકારની સમુદ્ર મંથન (Samudra Manthan) યોજના હેઠળ ૮૪,૦૮૪ કરોડ રૂપિયામાં દેશના સમુદ્રી ક્ષેત્રમાં તેલ અને ગેસની શોધ ઝડપી બનાવવામાં આવશે. લક્ષ્ય ૬૦ કરોડ મેટ્રિક ટન ઑઇલ ઇક્વિવલેન્ટ (MMTOE)થી વધુ ભંડાર ઉમેરવાનું છે. હવે વર્ષવાર ડ્રિલિંગ અને રિગ તૈનાતીનો રોડમેપ તૈયાર થઈ રહ્યો છે.

Samudra Manthan Plan – પૈસા ક્યાં ખર્ચાશે અને ક્યાં ડ્રિલિંગ થશે

આ કેન્દ્રીય યોજના નાણાકીય વર્ષ ૨૦૩૦-૩૧ સુધી ચાલશે. સૌથી મોટો હિસ્સો ૪૩,૨૦૦ કરોડ રૂપિયાનો ઊંડા અને અતિ-ઊંડા પાણીમાં ૬૦ અન્વેષણ કૂવા (Exploratory Wells) માટે છે. ૨૮,૫૩૪ કરોડ સિસ્મિક ડેટા (Seismic Data) એકત્ર કરવા, પ્રક્રિયા અને વિશ્લેષણ માટે રાખ્યા છે. ૧૦,૦૦૦ કરોડ સામાન્ય ઑફશોર ઈન્ફ્રાસ્ટ્રક્ચર (Infrastructure) હબ માટે અને ૨,૦૦૦ કરોડ તેલ-ગેસ મેન્યુફેક્ચરિંગ તથા સર્વિસ ઝોન માટે છે. કામ કૃષ્ણ-ગોદાવરી (KG), મહાનદી, અંદામાન અને કાવેરી બેસિનમાં કેન્દ્રિત રહેશે. સરકાર દરેક ઊંડા કૂવાના પાત્ર ખર્ચના ૫૦ ટકા અથવા નિયત મર્યાદા સુધી મદદ આપી શકે છે, કારણ કે આવી ડ્રિલિંગ મોંઘી અને જોખમી છે.

Samudra Manthan Plan – ભારતને આ યોજના કેમ જોઈએ

ભારત વિશ્વમાં ક્રૂડ ઑઇલનો ત્રીજો સૌથી મોટો વપરાશકાર છે. વાર્ષિક જરૂરિયાત લગભગ ૨૫૬ મિલિયન ટન છે, જેમાંથી આશરે ૮૮ ટકા આયાત થાય છે. ઘરેલુ ઉત્પાદન મર્યાદિત છે અને જૂના ક્ષેત્રોનું ઉત્પાદન ઘટે છે. સમુદ્ર મંથનનો હેતુ ભંડાર ૧.૬ અબજ ટનથી વધારીને લગભગ ૨.૨ અબજ ટન ઑઇલ ઇક્વિવલેન્ટ સુધી લઈ જવાનો અને વાર્ષિક ઘરેલુ ઉત્પાદન લગભગ ૬૨થી ૮૦ એમએમટીઓઈ સુધી વધારવાનો છે. વધારાનું ઉત્પાદન ૧૦-૧૫ એમએમટીઓઈ અને ટોચે ૨૦ એમએમટીઓઈ સુધી પહોંચી શકે તેવું અંદાજ છે. સફળતા મળે તો આયાત બિલ ઘટે, વિદેશી હૂંડિયામણ બચે અને ઊર્જા સુરક્ષા મજબૂત થાય. ઓએનજીસી (ONGC) અને ઑઇલ ઇન્ડિયા મુખ્ય અમલકર્તા રહેશે.

Samudra Manthan Plan – હવે વર્ષવાર રોડમેપ શું બદલશે

સરકાર હવે ડ્રિલિંગ, સિસ્મિક સર્વે અને રિગ તૈનાતીનો વર્ષવાર આયોજન તૈયાર કરી રહી છે, જેથી ભંડોળ વ્યવસ્થિત વપરાય. પહેલાં ડેટા, પછી કૂવા એવો ક્રમ છે. જૂના સર્વેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)થી ફરી તપાસવામાં આવશે. સામાન્ય પાઇપલાઇન અને ઉત્પાદન હબ હોય તો શોધાયેલા ક્ષેત્રો ઝડપથી વેપારમાં આવી શકે. યોજના રોજગાર, દેશી ઉત્પાદન અને ઑફશોર ટેકનોલોજી ક્ષમતા વધારવાનો પણ દાવો કરે છે. ખોદકામ જોખમી છે અને સફળતા તરત ન મળે, પણ આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે સમુદ્રી શોધને સરકારે મોટું રોકાણ ગણાવ્યું છે.

👉 આ સમાચાર વાચો:
Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ

Jio Ownership મુકેશ અંબાણી જિયોના એકમાત્ર માલિક નથી, ગૂગલ અને મેટા સહિતની વૈશ્વિક કંપનીઓની પણ છે મોટી ભાગીદારી
September Retail Inflation Surges અનાજશાકભાજીના ભાવમાં જોરદાર તેજી! ફૂડ ઇન્ફ્લેશન ૭.૭૪ ટકાને આંબી ગયો જાણો તમારા દૈનિક ખર્ચ પર કેટલી અસર પડશે
Essential Food Commodities Price Rise દિવાળીતહેવારો પહેલાં કરિયાણું મોંઘુંદાટ; અનાજ અને કઠોળના ભાવ વધતાં મધ્યમવર્ગ પર મોંઘવારીનો ડબલ માર
Jeera Price Surge Festival Demand તહેવારોની ખરીદીથી જીરામાં તેજીનો પવન ૧૦ દિવસમાં જ ભાવ ₹૨૫,૦૦૦ ને પાર, રોકાણકારોને મળ્યો ૧૫ ટકાનો બમ્પર નફો
Exit mobile version