Site icon

ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં તેજી દેશમાં સાડીનો કારોબાર રૂ 1 લાખ કરોડને પાર

News Continuous Bureau | Mumbai

કોવિડ-19 મહામારીના મારમાંથી દેશ હવે અર્થતંત્રમાં રિકવરીના માર્ગ તરફ આગળ વધી રહ્યો છે. સર્વિસ સેક્ટરમાં તેજી ઉપરાંત હવે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પણ તેજી વધી રહી છે. મોટાભાગના સેક્ટરમાં પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. આ વચ્ચે હવે દેશમાં સાડીનો કારોબાર 1 લાખ કરોડને પાર પહોંચ્યો છે. પરંતુ વસતીના હિસાબે સૌથી મોટા ક્ષેત્ર ઉત્તર ભારતનો તેમાં હિસ્સો માત્ર 15,000 કરોડ જ છે. 

Join Our WhatsApp Community

રિપોર્ટ અનુસાર, 25 વર્ષથી વધુ ઉંમર ધરાવતી 37 કરોડ ભારતીય મહિલાઓ વાર્ષિક સરેરાશ 3,500 થી 4,000 કરોડ રૂપિયા સાડીની ખરીદી પાછળ ખર્ચ કરે છે. દેશનો સાડી ઉદ્યોગ ખાસ કરીને 25 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને ધ્યાનમાં રાખીને કામ કરે છે, એક અનુમાન અનુસાર વર્ષ 2031 સુધી આ મહિલાઓની સંખ્યા 45.5 કરોડ અને 2036 સુધી 49 કરોડને આંબી શકે છે. 

આ સમાચાર પણ વાંચો : આખરે મુંબઈના પ્રાણીઓમાં પણ પેસી આવ્યો આ રોગ- શંકાસ્પદ કેસના નમૂના હોસ્પિટલે મોકલ્યા ટેસ્ટ માટે- જાણો વિગત

ટેક્નોપાર્કની એક રિપોર્ટ અનુસાર, ઉત્તર ભારતમાં સાડીનો કારોબાર નાણાકીય વર્ષ 2020 થી 2025ની વચ્ચે વાર્ષિક 6 ટકાથી વધુના દરે વધી શકે છે.  તહેવારો તેમજ લગ્નસરાની સીઝન દરમિયાન સાડીનું વેચાણ 41 ટકાએ પહોંચે છે. એટલે કે આ દરમિયાન કુલ 23,200 કરોડ રૂપિયાની સાડીનું વેચાણ થાય છે. જેને જોઇને રિલાયન્સ રિટેલ, તાતા સમૂહ તેમજ બિરલા સમૂહ અલગ અલગ બ્રાન્ડ મારફતે આ સેક્ટરમાં હાજર છે. આગામી સમયમાં કંપનીઓ આ સેક્ટરમાં વધુ વિસ્તરણ કરશે. મહત્વનું છે કે દેશભરમાં બનારસી સાડી સૌથી વધુ મશહૂર છે. ત્યારબાદ રાજસ્થાનનું કોટા યાદીમાં બીજા ક્રમાંકે છે. 

આ સમાચાર પણ વાંચો :માસ્ક ફરજિયાત અને દંડ વસૂલી કયા કાયદા હેઠળ કરી- જવાબ આપો- હાઈકોર્ટે BMCને આપ્યો આટલા  સપ્તાહનો સમય

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version