Site icon

SBIએ બીજા ક્વાર્ટરમાં નફો કરી આ કંપનીને પણ છોડી દીધી પાછળ- ગત વર્ષની તુલનામાં નફામાં અધધ આટલા ટકાનો વધારો

News Continuous Bureau | Mumbai

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ બીજા ક્વાર્ટરમાં નફો કરવા બાબતમાં સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industries Limited) (RIL)ને પાછળ છોડી દીધી છે. SBIએ જુલાઈ-સપ્ટેમ્બરમાં રૂ. 14,752 કરોડનો નફો કર્યો છે જ્યારે RILએ રૂ. 13,656 કરોડનો નફો કર્યો છે. SBIનો નફો એક વર્ષ પહેલાની સરખામણીમાં 74 % વધીને રૂ. 13,256 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે, જે રિલાયન્સ કરતા ઘણો વધારે છે. રિલાયન્સનો નફો ઘટ્યો કારણ કે તેણે અણધાર્યા કર તરીકે રૂ. 4,039 કરોડ ચૂકવવાના હતા.

Join Our WhatsApp Community

SBIના ચેરમેન દિનેશ ખરાએ (Dinesh Khara) કહ્યું કે બેંકે ટ્રેઝરી (Treasury) કરતા વધુ નફો મેળવ્યો છે. ચોખ્ખી આવક પણ વધુ હશે. બેંકે તમામ બેંકો માટે RBIની 19 %ની ફરજિયાત મર્યાદા કરતાં સરકારી સિક્યોરિટીઝમાં રૂ. 2.85 લાખ કરોડ વધુ રોકાણ કર્યું છે. આ કારણે તેનો નફો વધ્યો છે. તેના જૂથની કુલ આવક રૂ. 1,14,782 કરોડ હતી જે એક વર્ષ અગાઉ રૂ. 1,01,143 કરોડ હતી. જોકે, છ માસીકની વાત કરીએ તો RILનો લાભ રૂ. 31,611 કરોડ છે જ્યારે SBIનો નફો રૂ. 22,077 કરોડ છે. એ જ રીતે રિલાયન્સ આવકના મામલે પણ ઘણું આગળ છે. તેની આવક રૂ. 253,497 કરોડ હતી જ્યારે SBIની આવક રૂ. 1,14,782 કરોડ હતી.

 

 

આ સમાચાર પણ વાંચો :  વંદે ભારત એક્સપ્રેસ અકસ્માતોની શ્રેણી ચાલુ – હવે મહિલાનો અકસ્માત થયો, સ્થળ પર જ મૃત્યુ પામી.

SBIની NPAમાં ઘટાડો થયો છે. સકલ એનપીએ 1.38 ટકા ઘટીને 3.52 % જ્યારે ચોખ્ખી એનપીએ 1.52 %થી ઘટીને 0.80 % થઈ છે. બેંકનું કુલ દેવું 20 % વધીને રૂ. 30.35 લાખ કરોડ થયું છે. તેમાંથી રિટેલ લોન 10.74 લાખ કરોડ રૂપિયા છે. તેમાં 18.84 %નો વધારો થયો છે. તેની રિટેલ હોમ લોન 14.57 %ની વૃદ્ધિ સાથે રૂ. 5.94 લાખ કરોડને પાર કરી ગઈ છે. કોર્પોરેટ લોનમાં 21.2 % અને SME લોનમાં 13.24 %નો વધારો થયો છે.

Gujarat PSUs 2025: ગુજરાતના જાહેર ક્ષેત્રના ‘રત્નો’નું નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ છ મહિનામાં શ્રેષ્ઠ પ્રદર્શન, સેન્સેક્સ અને નિફ્ટીને પાછળ છોડ્યા
US Tariffs: શું ખરેખર અમેરિકી ટેરિફની મારથી ભારતીય અર્થતંત્રની ગતિ ધીમી થઇ શકે છે? આ અહેવાલમાં સામે આવ્યા ચોંકાવનારા તથ્યો
Gold-Silver Rate:મહિનાના આખરી દિવસે પણ સોના-ચાંદી માં જોવા મળી તેજી, ખરીદતા પહેલા જાણી લો લેટેસ્ટ રેટ
Stock Market: સાત દિવસની ઘટાડા બાદ બજારમાં તેજી, સેન્સેક્સ આટલા અંક ઉછળ્યો તો નિફ્ટી પણ ૨૪૫૦૦ની પાર
Exit mobile version