Site icon

SBIએ ગ્રાહકોને આપ્યો મોટો ફટકો: બેંકે બદલી દીધો આ નિયમ, હવે એકાઉન્ટમાંથી ઓટોમેટિક કપાઈ રહ્યા છે રૂપિયા!

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India - SBI) માં એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો માટે મોટા સમાચાર છે. જો તમારું પણ આ સરકારી બેંકમાં એકાઉન્ટ છે અને કોઈ પણ ટ્રાન્ઝેક્શન વગર તમારા એકાઉન્ટમાંથી રૂપિયા આપોઆપ કપાઈ રહ્યા છે,

SBI Scheme: SBI's new service scheme, now passbook is not required, this work will be done only with Aadhaar

SBI Scheme: SBIએ કરોડો ગ્રાહકોને આપ્યા સારા સમાચાર… લોન્ચ કરી આ નવી સ્કીમ, પાસબુક સાથે રાખવાની ઝંઝટનો આવ્યો અંત... જાણો શું છે આ યોજના, કઈ રીતે મેળવી શકો છો આ લાભ..

News Continuous Bureau | Mumbai

State Bank Of India Latest News: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India – SBI) માં એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો માટે મોટા સમાચાર છે. જો તમારું પણ આ સરકારી બેંકમાં એકાઉન્ટ છે અને કોઈ પણ ટ્રાન્ઝેક્શન વગર તમારા એકાઉન્ટમાંથી રૂપિયા આપોઆપ કપાઈ રહ્યા છે, તો ચાલો આપને જણાવીએ કે બેંક તમારા એકાઉન્ટમાંથી આ રૂપિયા કેમ કાપી રહી છે…?

Join Our WhatsApp Community

એકાઉન્ટમાંથી કપાઈ રહ્યા છે 147.50 રૂપિયા

આ દિવસોમાં જોવામાં આવી રહ્યું છે કે ઘણા ગ્રાહકોના એકાઉન્ટમાંથી રૂપિયા આપોઆપ કપાઈ રહ્યાં છે. તેની સાથે 147.50 રૂપિયાની કપાતનો મેસેજ આવી રહ્યો છે. આવી સ્થિતિમાં આ મેસેજ જોઈને ઘણા ગ્રાહકો બેંક પહોંચી ગયા છે.

દર વર્ષે બેંક કાપે છે આ રૂપિયા

બેંક તરફથી આ અંગે માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે SBI દ્વારા ગ્રાહકોના એકાઉન્ટમાંથી આ રૂપિયા ડેબિટ કરવામાં આવી રહ્યા છે. બેંક આ રૂપિયા મેન્ટેનન્સ ચાર્જ તરીકે લઈ રહી છે. આ રૂપિયા બેંકમાંથી વર્ષમાં માત્ર એક જ વાર લેવામાં આવે છે. બેંકે ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે.

આ સમાચાર પણ વાંચો:  ગુરુવારે આ વસ્તુનું દાન કરવાથી તમારું ભાગ્ય બદલાઈ શકે છે, ભગવાન વિષ્ણુની કરો પૂજા

લાગે છે 18 ટકા જીએસટી

આ રૂપિયા બેંક તરફથી ચાર્જ તરીકે કાપવામાં આવે છે. તે જ સમયે, બેંક દ્વારા જારી કરાયેલા ડેબિટ કાર્ડ માટે, ગ્રાહકો પાસેથી વાર્ષિક 125 રૂપિયાની વસૂલાત કરવામાં આવે છે. તેમાં 18 ટકાના દરે GST ઉમેરવામાં આવે છે, ત્યારબાદ આ રકમ 147.50 રૂપિયા થઈ જાય છે.

કાર્ડ બદલવા પર પણ આપવા પડે છે રૂપિયા

આ સિવાય જો કોઈ ગ્રાહક પોતાનું ડેબિટ કાર્ડ બદલવા માંગે છે તો તેના માટે તેણે GST ચાર્જ સાથે બેંકને 300 રૂપિયા ચૂકવવા પડશે.

ઉલ્લેખનીય છે કે બેંક તેના ગ્રાહકોને ઘણી બધી સેવાઓ આપે છે. જેના બદલે તે ગ્રાહકો પાસેથી નજીવી ચાર્જ વસૂલ કરે છે. ઘણી વખત તેની ગ્રાહકોને ખબર પણ નથી હોતી.

આ સમાચાર પણ વાંચો:  NCP નેતા નવાબ મલિક ને કોર્ટ એ આપ્યો ઝટકો, કોર્ટે આ તારીખ સુધી વધારી ન્યાયિક કસ્ટડી

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version