ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,17 જાન્યુઆરી 2022
સોમવાર.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના ગ્રાહકો માટે આકર્ષક વ્યાજ દરોની જાહેરાત કરી છે.
બેંકે 1 વર્ષથી વધુ અને 2 વર્ષ કરતા ઓછા સમય માટે 2 કરોડથી ઓછીની FDના વ્યાજ દરમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે.
બેંકે વ્યાજ દર 5 ટકાથી વધારીને 5.1 ટકા કર્યો છે.
સુધારેલા નિર્ણય અનુસાર વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ દર 5.50 ટકાથી વધારીને 5.60 ટકા કરવામાં આવશે.
નવા વ્યાજ દર શનિવારથી લાગુ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા તાજેતરમાં જ ખાનગી ક્ષેત્રની HDFC બેંકે પણ તેના FD પર વ્યાજ દરમાં વધારો કર્યો હતો.
