Site icon

SBIએ ગ્રાહકોને આપ્યો મોટો ફટકો, બેંકે બદલ્યા નિયમ: સમાચાર સાંભળી કસ્ટમર્સના છૂટ્યા પરસેવા

 News Continuous Bureau | Mumbai

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા  (SBI) ના ગ્રાહકો માટે ચોંકાવનારા સમાચાર છે. હવે SBI પાસેથી લોન લેવી મોંઘી થશે અને નવા અને જૂના ગ્રાહકોની EMI પણ વધશે. હકીકતમાં SBI અને ફેડરલ બેંકે તેમના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. હકીકતમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ (State Bank of India)  વિવિધ મુદતની લોન (Term loan) માટે MCLRમાં 0.15 ટકા સુધીનો વધારો કર્યો છે. તેના પછી હોમ, ઓટો અથવા પર્સનલ (Home, Auto, Personal) તમામ પ્રકારના લોન મોંઘા થઈ જશે. એટલું જ નહીં નવી લોન લેનારા માટે MCLRનું વધવુ સારુ નથી, કારણ કે આવા ગ્રાહકોને વધુ મોંઘી લોન મળશે.



Join Our WhatsApp Community

15 નવેમ્બરથી લાગૂ થઈ નવી દરો

ઉલ્લેખનીય છે કે ગ્રાહકોને મોટાભાગની લોન એક વર્ષની MCLRના આધાર પર જ આપવામાં આવે છે. જેમાં હોમ લોન (Home Loan) , ઓટો લોન (Auto Loan) અને પર્સનલ લોનનો (personal loans) સમાવેશ થાય છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State bank of India) દ્વારા MCLR રેટ વધારવાની અસર તમામ પ્રકારની લોન પર જોવા મળશે. નવા દર મંગળવાર, 15 નવેમ્બર 2022થી અમલમાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે ઓવરનાઈટ એટલે કે એક રાતના સમયગાળાના દેવા પર MCLRમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અને તે હજુ પણ માત્ર 7.60 ટકા જ રાખવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો: ઉદ્ધવ ઠાકરેને મોટો આંચકો! ધનુષ્યબાણ ચિહ્નને લઈને દિલ્હી હાઈકોર્ટે લીધો આ મોટો નિર્ણય

ચેક કરો લેટેસ્ટ રેટ (Latest rate)

એક વર્ષના સમયગાળાની લોન માટે MCLRમાં 0.10 ટકાનો વધારો થયો છે, એટલે કે તે 7.95 ટકાથી વધીને હવે 8.05 ટકા થઈ ગયો છે. તે જ સમયે બે વર્ષના સમયગાળા માટે લોન માટે MCLR વધારીને 8.25 ટકા કરવામાં આવ્યો છે. ત્રણ વર્ષ માટેનો દર હવે ઘટાડીને 8.35 ટકા કરવામાં આવ્યો છે. નવા રેટ હેઠળ એક મહિના, ત્રણ મહિના અને છ મહિનાના સમયગાળા માટે MCLR દરમાં 0.15 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તે જ સમયે એક મહિના અને ત્રણ મહિનાની લોન પર MCLR 0.15 ટકા વધીને 7.75 ટકા થયો છે. જ્યારે છ મહિનાના સમયગાળા માટે વ્યાજ દર 8.05 ટકા પર પહોંચી ગયો છે.

Reliance Power: રિલાયન્સ પાવર આ 5 કંપનીઓના 100% હિસ્સાનું વેચાણ કરી રહ્યું છે, જાણો કોણ ખરીદશે આ હિસ્સો
Gold Prices: નવરાત્રીની વચ્ચે સોના-ચાંદીના ભાવ માં થયો અધધ આટલો વધારો, જાણો આજે ૨૯ સપ્ટેમ્બરના તમારા શહેરના ભાવ
Stock Market: સપ્તાહના પહેલા દિવસે બજારમાં ઉછાળો, સેન્સેક્સ 330 અંક ચઢ્યો, નિફ્ટી થયો આટલા ને પાર
Bank Holiday: ૨૯ સપ્ટેમ્બરથી ૫ ઓક્ટોબર સુધી આ શહેરોમાં બેંકો રહેશે બંધ, જાણો રજાઓ માં તાત્કાલિક કામ હોય તો શું કરવું?
Exit mobile version